Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ડિયન ઓવરસીસ બેન્કની રૃા.૬૯૮૭ કરોડની ખોટ સામે શેર એકાઉન્ટના ૭૬૫૦ કરોડ સરભર કરવા પેરવી

-તા.૩૦મીએ બેન્કે શેરહોલ્ડરોની મંજૂરી મેળવવા એકસ્ટ્રા ઓર્ડીનરી જનરલ મીટિંગ બોલાવી

વડોદરા, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

દેશની રાષ્ટ્રીયકૃત બેન્કો પૈકી ઇન્ડિયન ઓવરસીસ બેન્ક કે જેને આરબીઆઇએ પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન હેઠળ મુકી છે ત્યારે બેન્કની ખોટ ડિસેમ્બર-૨૦૧૭માં રૃા.૬૯૮૭.૯૪ કરોડ પર પહોંચી છે.

જેને ધ્યાનમાં રાખી ઇન્ડિયન ઓવરસીસ બેન્કે શેર પ્રિમીયમ એકાઉન્ટની રકમ રૃા.૭૬૫૦ કરોડ બેલેન્સશીટમાં રજુ કરી બેન્ક ખોટમાં નથી તેમ પ્રસ્થાપિત કરવા તા.૩૦ જાન્યુઆરીએ એકસ્ટ્રા ઓર્ડીનરી જનરલ મીટિંગ ચેન્નાઇ ખાતે બોલાવવામાં આવી છે. આ અંગે ઇજીએમમાં મંજુરી મળતા દેશની બેન્કો માટે આ પ્રકારનો પ્રથમ કિસ્સો બનશે.

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે બેન્કોની આર્થિક પરિસ્થિતી પર સતત કડક નજર રાખી રહી છે. બેન્કોના ત્રિમાસિક અહેવાલ પણ મગાવવાની શરૃઆત કરી છે. છેલ્લા પાંચ વર્ષથી રાષ્ટ્રીયકૃત બેન્કોની એનપીએની રકમમાં પણ ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.

બેન્કની ઉત્તરોતર વધતી જતી એનપીએ અને બેડલોનને કારણે આરબીઆઇએ ૧૧ બેન્કોને પીસીએ હેઠળ મુકી છે જેમાં ઇન્ડિયન ઓવરસીસ બેન્કનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બેન્ક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, દેનાબેંક, કોર્પોરેશન બેન્ક, ઇકોબેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને આંધ્ર બેન્કનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન ઓવરસીસ બેન્કની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ બની છે ડિસેમ્બર-૨૦૧૭ના અહેવાલ પ્રમાણે રૃા.૬૯૭૮.૯૪ કરોડની ખોટ હોવાનું જણાવ્યું છે.

હવે આગામી વર્ષે બેલેન્સશીટમાં આ ખોટમાં વધારો દર્શાવવો પડે નહી અને બેન્કની આર્થિક સ્થિતી સારી છે તેમ બેલેન્સશીટમાં આંકડાકીય માહિતી રજુ કરવા માટે બેન્ક પાસે શેર પ્રિમીયમ એકાઉન્ટમાં ૭૬૫૦ કરોડની રકમ જમા છે. આ રકમ ખોટની રકમ સામે એડજેસ્ટ કરવાની બેન્કના સત્તાધિશો દ્વારા પેરવી કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન ઓવરસીસ બેન્કના સત્તાવાળાઓએ શેર પ્રિમીયમની રૃા.૭૬૫૦ કરોડની રકમ ખોટ સામે એડજેસ્ટ કરવા બોર્ડની બેઠકમાં મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે શેર હોલ્ડરોની પરવાનગી લેવા માટે તા.૩૦મીએ એકસ્ટ્રા ઓડીનરી જનરલ મીટિંગ બોલાવવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળે છે.

Post Comments