Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પી.એમ.ટી. મશીનરીના બેંકલોન કૌભાંડમાં અંતે મિલકતો ટાંચમાં

-સાડેસરાની સ્ટર્લિંગ ગૃપ સંચાલિત પીંપરી- પુનાસ્થિત

-મિલકતોનું વેલ્યુએશન નક્કી થયા બાદ જાહેર હરાજીની કાર્યવાહી હાથ ધરાશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.17 જુન 2018,રવિવાર

સ્ટર્લિંગ ગૃપની પીંપરી- પુનાસ્થિત પી.એમ.ટી. મશીનરીના બેંક લોન કૌભાંડમાં તાજેતરમાં ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના આદેશ મુજબ મિલકત અને મશીનરી ટાંચમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.


વડોરાની સ્ટર્લિંગ ગૃપના સંચાલકો દેશ વિદેશની ભારતીય બેંકોની શાખાઓમાંથી અંદાજે રૃા.૧૭,૦૦૦ કરોડની રકમની લોનો ખોટા પૂરાવાને આધારે મેળવી કૌભાંડ આચર્યું હતું જેમાંથી તેઓ કોઇ બેંકોને સમયસર હપ્તા ચૂકવી શકયા નહીં જેથી તાજેતરમાં બેંકલોન કૌભાંડ બહાર આવતા સીબીઆઇમાં હવાલા કોડ અને બેંક લોન કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


સ્ટર્લિંગ ગૃપના સંચાલકો નીતીન સાંડેસરા, ચેતન સાંડેસરા અને રાજભીષણ દિક્ષીતે ભારતની બેંકોની વિદેશની બ્રાન્ચમાંથી પણ લોનો મેળવી હતી. તે પણ ભરપાઇ નહીં થતા હવે બેંકોએ મિલકત જપ્તીની કાર્યવાહી શરૃ કરી છે. અગાઉ સ્ટર્લિંગ ગૃપની રૃા.૪૭૦૧ કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી ઇ.ડી.એ. કરી હતી. સ્ટર્લિંગ ગૃપની પીએમટી મશીનરી પૂનામાં આવેલી છે. તે કંપની માટે યુ.કે.ની કેનેરાબેંકની શાખામાંથી રૃા.૩૦ લાખ ડોલરની લોન મેળવી હતી.


આ ઉપરાંત ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોની વિદેશી શાખા દ્વારા પીએમટી મશીનરીને ડોલરમાં લોન આપવામાં આવી હતી. આ લોનો મેળવવા ખોટા પુરાવા ઉભા કર્યા હતા. આલોનો સમયસર ભરપાઇ નહીં કરવામાં આવતા મામલો ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલમાં પહોંચ્યો હતો.


ગત શુક્રવારે નાણાં વિભાગના અધિકારી કિરણ કુલકર્ણીની ટીમ પુનાસ્થિત સ્ટર્લિંગ ગૃપ સંચાલિત પીએમટી મશીનરી લિ. ફેક્ટરી ખાતે પહોંચી હતી જે મશીન ટુલ્સનું ઉત્પાદન કરે છે. આ ટીમે કંપનીનાં મુખ્ય દરવાજા પર ટ્રીબ્યુનલના હુકમની જાહેરાત કરતી નોટિસ ચોંટાડી હતી. જેથી કામદારો મુંઝવણમાં મુકાઇ ગયા હતા.


ટ્રીબ્યુનલના ઓર્ડર મુજબ પીએમટીની પુનાસ્થિત કંપનીની મિલકત પર એટેચમેન્ટ (ટાંચ) માં મુકવામાં આવી છે. આ અંગે અધિકારીએ ડી.આર.ટી.ના આદેશ મુજબ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.
ટ્રીબ્યુનલે વર્ષ-૨૦૧૬ માં જે હુકમ  કર્યો હતો તે પર અધિકારીઓએ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરી હતી. જેમાં બેંકોના સંગટનને આગળની કાર્યવાહી કરવા અને ૫૦ લાખ ડોલરની લોન લેતી વખતે પીએમટી મશીનરીની મિલકત ગીરવે મુકી હતી તે મિલકતોનો કબજો લેવાનો હુક્મ કરવામાં આવ્યો હતો.


પી.એમ.ટી. મશીનરી જેમાં નીતીન અને ચેતન સાંડેસરા ઉપરાંત રાજભૂષણ દિક્ષીત પણ ડાયરેક્ટર પદે છે. તેમણે ઓગસ્ટ ૨૦૦૮ માં અનેક  બેંકો પાસેથી લોન મેળવી હતી. બેંકોના કન્સોર્ટિયમમાં યુકોબેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એસ.બી.આઇ. મોરિશિયસ, હુઆનેન કોમર્શિયલ બેંક, તાઇવાન કો.ઓ. બેંક, શાંઘાઇ કોમર્શિયલ એન્ડ સેવિંગ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંયુક્ત રીતે સામેલ છે. આ બેંકોએ પી.એમ.ટી.ને ૫૦ લાખ ડોલર અંદાજે રૃા.૩૨ કરોડની કિંમતની લોન તેના પિંયરી-પુના ખાતેનાં પ્લાન્ટ અને મશીનરી ગીરવે મુકીને આપી હતી.


લોન લેતી વખતે કંપનીએ ૨૦૧૧ સુધીમાં ૮.૨૪ ટકાના વાર્ષિક વ્યાજ દરથી લોન પરત કરવાની સંમતી આપી  હતી જોકે તેઓ સમયસર લોન ભરપાઇ કરી શક્યા નહી અને બેંકોએ ડિફોલ્ટર જાહેર કર્યા હતા.
બેંકોએ સાથે મળી ઓગષ્ટ-૨૦૧૨ માં કંપનીને નોટીસ પાઠવી હતી એ દાવો કર્યો હતો જૂન-૨૦૧૩ માં જ્યારે પીએમટી મશીનરી ચૂકવણી કરી નહીં ત્યારે બેંકોએ ડીઆરટીમાં મામલો રજૂ કર્યો હતો.

ટ્રીબ્યુનલમાં કંપની તરફથી કોઇ હાજર રહ્યા નહી જેથી વર્ષ ૨૦૧૬  જુલાઇમાં  જુલાઇમાં ડીઆરટીએ બેંકોને આગળની કાર્યવાહી કરવા પરવાનગી આપી કંપની વિરૃધ્ધ ચૂકાદો આપ્યો હતો જે બાદ પણ કંપનીએ ચૂકવણું નહીં કરતા આખરે પીએમટી મશીનરીની મિલકત અને મશીનરી ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ મિલકતનું વેલ્યએશન નક્કી થયા બાદ જાહેર હરાજીની કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.

Post Comments