Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધી વડાપ્રધાન ના બને ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાની પ્રતિજ્ઞા

- રાહુલ ગાંધીનો ચાહક ત્રિરંગા કપડા પહેરીને રાહુલની દરેક સભામાં હાજરી આપે છે

- દિનેશ શર્માએ ગુજરાતમાં પણ લોકોનુ ધ્યાન ખેંચ્યુ

વડોદરા,તા.12 ઓક્ટોબર 2017,ગુરુવાર

છોટાઉદેપુર તેમજ બોડેલી ખાતે કોંગ્રસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક ચાહક સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી જ્યાં જ્યાં સભા થાય ત્યાં કોંગ્રેસના ખેસ જેવા ત્રિરંગી કપડાં સીવડાવી કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ લઇ પહોંચી જાય છે.

ત્રણ વર્ષથી તેણે પગમાં ચંપલ પણ પહેર્યા નથી રાહુલગાંધી વડાપ્રધાન બનશે તો જ ચપ્પલ પહેરીશ તેવી ટેક તેણે લીધી છે. આ યુવાને એલ.એલ.બી. નો અભ્યાસ કર્યો છે.

છોટાઉદેપુર જીલ્લાની મુલાકાંતે આવેલા રાહુલ ગાંધી સાથે હરિયાણાના જીંદ જિલ્લાનો દિનેશ શર્મા નામનો આ એક અનોખો ચાહક પણ આવી પહોંચ્યો હતો. તેને બોડેલીની સભામાં તેમજ છોટાઉદેપુર ખાતે મુખ્ય માર્ગ ઉપર કોંગ્રેસના ખેસ જેવા ત્રિરંગી કપડાં પહેરીને કોંગ્રેસનો ત્રણ મીટર જેટલો મોટો ઝંડો વાંસની લાકડીમાં ભરાવી મુખ્ય માર્ગ ઉપર તેને લહેરાવીને રાહુલગાંધી તેમજ નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસનું જોમ પુરૂ પાડતો હોય તે રીતે ઝંડો લહેરાવ્યો હતો.

તેના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી રાહુલ ગાંધીની જ્યાં જ્યાં સભા થાય છે. ત્યાં હું જઇ પહોચું છું. મને રાહુલ ગાંધી પ્રત્યે આદર છે ત્રણ વર્ષથી પગમાં ચપ્પલ પહેર્યા નથી.

વરસાદ હોય, ગરમી કે ઠંડી હોય ચપ્પલ પહેર્યાં વિના ચાલતો રહ્યો છું. જ્યાં સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને ત્યાં સુધી હું ચંપલ નહીં પહેરૂ તેવી ટેક મેં લીધી છે. છોટાઉદેપુરમાં આ યુવાને ભારે આકર્ષણ જમાવ્યું હતું.

Post Comments