Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃ બાઈક ચોરોના આતંકથી કંટાળેલા લોકોએ જાતે નાઈટ પેટ્રોલિંગ ચાલુ કર્યુ

- વડોદરાના પોશ વિસ્તાર તરીકે વિકસી રહેલા ભાયલી-વાસણા રોડ પર બાઈક ચોર ટોળકીનો આતંક

વડોદરા, તા.17. માર્ચ 2018 મંગળવાર

શહેરના ન્યુ અલકાપુરી વિસ્તાર તરીકે વિકસી રહેલા વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી બાઇક ઉઠાવગીર ટોળકીએ મચાવેલા આતંકને પગલે સ્થાનિકોમાં ભારે ઉહાપોહ સર્જાયો છે.

ભાયલી વિસ્તારમાં નવી સોસાયટીઓ અને લક્ઝુરિયસ ફ્લેટ્સવાળા કોમ્પ્લેક્સોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે બાઇક ઉઠાવગીરો ત્રાટકી રહ્યા હોઇ સ્થાનિકોની ઉંઘ ઉડી ગઇ છે.

વડોદરા શહેર અને વડોદરા તાલુકાની હદમાં આવેલા આ વિસ્તાર હજી ડેવલપ થઇ રહ્યો હોઇ તસ્કરોને ફાવટ આવી ગઇ છે.કોમ્પ્લેક્સોમાં વોચમેન હોવા છતા તસ્કરો દિવાલ કૂદીને અંદર આવી બાઇકો ઉઠાવી જાય છે.

પોલીસ દફ્તરે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા ૧૨ દિવસમાં ભાયલી કેનાલ રોડ વિસ્તારમાં ૨૨બાઇકોની ઉઠાંતરી થઇ છે.એક બનાવમાં સીસીટીવી કેમેરામાં ચોરીનો બનાવ કેદ થઇ ગયો છે અને તેમાં વોચમેન હોવા છતા તસ્કરો દિવાલ કૂદીને બાઇક ઉઠાવી જતા જોવાઇ રહ્યા છે.જેથી એક જ ટોળકીની સંડોવણી હોવાનું મનાઇ રહર્યુ છે. બાઇક ઉઠાવગીરોનો ઉપદ્રવ વધી જતા આખરે સ્થાનિકોએ પોતે રાત્રે પેટ્રોલિંગ શરૃ કરી દીધુ છે.

સ્ટ્રીટ લાઇટ નાંખો,પોલીસ ચોકી માટે મદદ કરીશુ

ભાયલીનો વિસ્તાર વુડામાં આવતો હોવાથી અમે વારંવાર સ્ટ્રીટ લાઇટો માટે રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કેનાલ રોડ અને આસપાસના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નંખાઇ નથી.અમોને પોલીસ ચોકીની સખ્ત જરૃર છે અને આ માટે અમે પોલીસને તમામ પ્રકારની મદદ કરવા પણ તૈયાર છીએ.

- દર્પણ પટેલ,સરપંચ-ભાયલી.

પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા

બાઇક ચોરી અને અન્ય વાહનચોરીના કિસ્સામાં ફરિયાદ નોંધવામાં પોલીસ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવે છે.મોટાભાગના કેસમાં પોલીસ બાઇક બિનવારસી હાલતમાં મળી જવાની શક્યતા હોય છે તેમ સમજાવીને માત્ર કાચી ફરિયાદ નોંધે છે.ત્યારબાદ બાઇકનો માલિક ધક્કા ખાઇને ફરિયાદ કરવાનું ટાળતો હોય છે.

Post Comments