Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૧૩-૦૭-૨૦૧૭ રવિવારથી તા.૧૯-૦૮-૨૦૧૭ શનિવાર સુધી

મેષ (અ. લ. ઈ.)

તા. ૧૭ ઓગસ્ટ ગુરૃવારની રાત્રે કર્ક રાશિમાં પરિભ્રમણ શરુ કરતા અઢાર મહિના ચોથા રાહુના બંધનમાં રહેવાથી નોકરી- ધંધાના કામમાં, માતાપિતા- સાસુ સસરા તેમજ સગા-સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં, મકાન- વાહન મિલ્કતના પ્રશ્નમાં મુશ્કેલી અનુભવો. તા. ૧૩ ઓગસ્ટ રાંધણ છઠ્ઠે ચિંતા- ખર્ચ, ૧૪ સોમ- શીતળા સાતમે અસ્વસ્થતા અનુભવો, ૧૫ મંગળ- જન્માષ્ટમી - ભારત સ્વાતંત્ર્ય દિને આનંદ ઉત્સાહ રહે, ધર્મકાર્ય થાય, ૧૬ બુધ- સિંહ સંક્રાંતિનો પ્રારંભ થાય છે તેથી સૂર્યપૂજા મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ રાત્રે રાહુ કર્કમાં પ્રવેશતા આગામી કષ્ટ-પીડા ચિંતા રહે, ૧૮ શુક્ર- પર્યુષણ પ્રારંભ (ચ. પ.) અજા એકાદશીએ હૃદય- મન પ્રસન્ન રહે, ૧૯ શનિ- ભાગિતિથી પર્યુષણ પર્વ (પ.પ.) બહારનું કામ થાય.

વૃષભ (બ. વ. ઉ.)

તા. ૧૭ ઑગસ્ટ ગુરૃવારની રાત્રે તમે અઢાર મહિને ચોથા રાહુના બંધનમાંથી મુક્ત થતા હળવાશ રાહત અનુભવો. નોકરી- ધંધાના કામમાં ક્ષણિક હળવાશ રહે. રૃકાવટવાળા કામ ઉકેલાય, મકાન- વાહન- મિલ્કતનો પ્રશ્ન ઉકેલાય પરંતુ સાસરી પક્ષથી, પત્ની સંતાનથી ચિંતા- ખર્ચ- જવાબદારીમાં દોડધામ રહે, તા. ૧૩ ઑગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠે ખર્ચમાં વધારો થાય, ૧૪ સોમ- શીતળા સાતમે અસ્વસ્થતા ચિંતા, ૧૫ મંગળ- જન્માષ્ટમી- ભારત સ્વાતંત્ર્ય દિને હળવાશ રહે, ૧૬ બુધ- સિંહ સંક્રાંતિનો પ્રારંભ થાય છે તેથી ત્રીસ દિવસ સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- રાત્રે તમે ચોથા રાહુના બંધનમાંથી મુક્ત થતા હળવાશ અનુભવો, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ. પ.)ના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે, ૧૯ શનિ- કામકાજમાં સાનુકૂળતા.

મિથુન (ક. છ. ઘ.)

વ્રત પર્વના આ સપ્તાહમાં ધર્મકાર્ય- યાત્રા-પ્રવાસ- મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય. વધારાનો ખર્ચ થાય પરંતુ આનંદ રહે. નોકરી- ધંધાના કામમાં હળવાશ- રાહત રહે. જુના- નવા સંબંધો તાજા થાય, પરિવારનું તેમજ સંતાનનું કામ થાય, ૧૩ ઓગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠે કામની વ્યસ્તતા રહે, ૧૪ સોમ- શીતળા સાતમે વધારાનું કામ થઈ શકે, ૧૫ મંગળ- ભારત સ્વાતંત્ર્ય દિવસ- જન્માષ્ટમીએ આનંદ રહે, ૧૬ બુધ- સૂર્ય પૂજા મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- રાહુનું રાશિ પરિવર્તન થાય છે તેથી શાંતિથી કામકાજ કરવુ, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ (ચ. પ.)ના પ્રારંભે ધર્મકાર્ય થાય, ૧૯ શનિ- ભાગિતીથીએ શાંતિ રાખવી.

કર્ક (ડ. હ.)

તા. ૧૭ ઑગસ્ટ ગુરૃવારની રાત્રે રાહુ આપની રાશિમાં પરિભ્રમણ શરુ કરતા અવારનવાર આપને માનસિક પરિતાપ- ચિંતા- તણાવ- નકારાત્મક વિચારો અનુભવાય. મસ્તક- ગળામાં- ગરદનમાં દર્દ-પીડા અનિંદ્રાની અસર રહે, સાંસારિક જીવનમાં ચિંતા- તકલીફ રહે. તા. ૧૩ ઓગસ્ટ રવિ- રાંઘણ છઠ્ઠે વધારાના કામની વ્યસ્તતા રહે, ૧૪ સોમ- શીતળા સાતમે બજારોની વધઘટમાં ધ્યાન આપવું પડે, ૧૫ મંગળ, જન્માષ્ટમી, ભારત સ્વાતંત્ર્ય દિવસે ધર્મકાર્યથી આનંદ રહે. ૧૬ બુધ, સિંહ સંક્રાતિના પ્રારંભે સૂર્યપૂજા-મંત્રજાપ કરાવવો. ૧૭ ગુરૃ, રાહુના રાશિ પરિવર્તને અસ્વસ્થતા રહે. ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ.પ.), અજા એકાદશીએ વધારાનો ખર્ચ થાય, ધર્મકાર્યમાં એકાગ્રતા રાખવી, ૧૯ શનિ- જૈન પર્યુષણ (પ.પ.) ભાગિતિથીએ રોજીંદા કામમાં ધ્યાન રાખવું.

સિંહ (મ. ટ.)

તા. ૧૭ ઓગસ્ટ ગુરૃવારની રાત્રે રાહુ આપની રાશિમાંથી કર્ક રાશિમાં પરિભ્રમણ શરૃ કરતા આપ અઢાર મહિના બારમા રાહુના બંધનમાં રહેશો તેથી નોકરી- ધંધાના, સરકારી- ખાતાકીય, કાનુની કામમાં, બેંક હપ્તાની ચૂકવણીમાં, નાણાંની લેવડદેવડના વ્યવહારમાં સંભાળવું પડે. વડીલ વર્ગના આરોગ્યની ચિંતા રહે, તા. ૧૩ ઓગસ્ટ-રવિ, રાંધણ છઠ્ઠે યાત્રા- પ્રવાસ મુલાકાત, ૧૪-સોમ, શીતળા સાતમે નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા- રાહત, ૧૫ મંગળ- જન્માષ્ટમી, ભારત સ્વાતંત્ર્ય દિવસે ધર્મકાર્ય થાય, ૧૬ બુધ- સિંહ સંક્રાંતિના પ્રારંભે સૂર્યપૂજા- મંત્રજાપ કરી શાંતિથી દિવસ પસાર કરવો, ૧૭ ગુરૃ- રાહુના રાશિ પરિવર્તને સ્વસ્થતા, જાગૃતિ રાખવી, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ. પ.), ધર્મકાર્યથી આનંદ, ૧૯ શનિ- ભાગિતિથીએ બેચેની.

કન્યા (પ. ઠ. ણ.)

તા. ૧૭ ઓગસ્ટ ગુરૃવારની રાત્રે આપ અઢાર મહિને બારમા રાહુના બંધનમાંથી મુક્ત થતા હળવાશ- રાહત અનુભવો. ચિંતા- ખર્ચ- દોડધામ ઓછી થાય પરંતુ સગા-સંબંધી, મિત્રવર્ગ તેમજ મકાન- વાહન- મિલ્કતના પ્રશ્નમાં, સંયુક્ત પરિવારના પ્રશ્નમાં, વડીલ વર્ગના આરોગ્યના પ્રશ્નમાં ચિંતા રહે, નોકરી- ધંધાના કામમાં ચિંતા છતા લાભ થાય, તા. ૧૩ ઓગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠે ઉચાટ- ઉદ્વેગ- ખર્ચ, ૧૪ સોમ- શીતળા સાતમે અસ્વસ્થતા, ૧૫ મંગળ- જન્માષ્ટમી- ભારત સ્વાતંત્ર્ય દિવસે આનંદ રહે, ૧૬ બુધ- સિંહ સંક્રાંતિનો પ્રારંભ થતા, ત્રીસ દિવસ સૂર્યપૂજા, મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- શહેનશાહી પારસી પતેતી પર્વે, રાહુના રાશિ પરિવર્તને ચિંતા, ઉચાટ રહે, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ. પ.), અજા એકાદશીએ ધીરજ- શાંતિ સ્વસ્થતા જાળવવી, ૧૯ શનિ- શાંતિથી દિવસ પસાર કરવો.

તુલા (ર. ત.)

ધાર્મિક વ્રત તહેવારથી આપ ધર્મકાર્યમાં વ્યસ્ત રહો. વધારાનો ખર્ચ થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, જૂના- નવા સંબંધો, સંસ્મરણો તાજા થાય. સીઝનલ ધંધામાં આવક થાય. પુત્ર- પૌત્રાદિકથી સાનુકૂળતા રહે. પરિવારનું કામ થાય, તા. ૧૩ ઓગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠેે આનંદ ઉત્સાહ રહે, ૧૪ સોમ- શીતળા સાતમે વધારાનું કામ થાય, ૧૫ મંગળ- જન્માષ્ટમી, ભારત સ્વાતંત્ર્ય દિવસે તન- મન- ધનથી- વાહનથી સંભાળવું, ૧૬ બુધ- સિંહ સંક્રાંતિ પ્રારંભે સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- સિંહના રાશિ પરિવર્તને નોકરી- ધંધામાં સંભાળવું, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ. પ.) પ્રારંભે ધર્મકાર્ય થાય, ૧૯ શનિ- ભાગિતિથીએ બહારના કામમાં જાગૃતિ રાખવી.

વૃશ્ચિક (ન. ય.)

ધાર્મિક વ્રત પર્વના આનંદમાં ધર્મકાર્ય થાય. યાત્રા- પ્રવાસ મીલન- મુલાકાતના આયોજનમાં સાનુકૂળતા રહે, પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, સિઝનલ ધંધામાં આવક થાય. નોકરીમાં હળવાશ રાહત રહે. તા. ૧૩ ઓગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠે, વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૪ સોમ- શીતળા સાતમે હળવાશ રાહત રહે, ૧૫ મંગળ- જન્માષ્ટમી ભારત સ્વાતંત્ર્ય પર્વે ધર્મકાર્યમાં હૃદય- મનની પ્રસન્નતા રહે, ૧૬ બુધ- નંદ મહોત્સવે સિંહ સંક્રાંતિના પ્રારંભે સૂર્યૂપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- રાહુ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે તેથી શાંતિ- સ્વસ્થતા જાળવવી, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ. પ.)ના પ્રારંભે ધર્મકાર્યમાં એકાગ્રતા રાખવી, ૧૯ શનિ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું.

ધન (ભ. ધ. ફ. ઢ.)

તા. ૧૭ ઑગસ્ટ ગુરૃવારે રાત્રે રાહુ કર્ક રાશિમાં પરિભ્રમણ શરુ કરતા આપ અઢાર મહિના સુધી આઠમા રાહુના બંધનમાં શારીરિક- માનસિક આર્થિક કષ્ટ-પીડા મુશ્કેલી અનુભવો. વ્યસની વ્યક્તિને ઘાતક બીમારીનો સામનો કરવો પડે. નોકરી- ધંધામાં બંધન- નુકસાનથી સંભાળવું પડે. તા. ૧૩ ઓગસ્ટ રવિ- રાંધણ છઠ્ઠે, ધીરજ શાંતિથી કામકાજ કરવું, તા. ૧૪ સોમ- શીતળા સાતમે અસ્વસ્થતા બેચેની, ૧૫ મંગળ- ભારત સ્વતંત્ર દિવસ- જન્માષ્ટમીએ ધર્મકાર્ય, વધારાનું કામ થાય, ૧૬ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- આઠમા રાહુના બંધનની શરુઆત થતા કષ્ટ-પીડા શરુ, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ (ચ.પ.)ના પ્રારંભે ધર્મકાર્ય થાય, ૧૯ શનિ- શાંતિથી દિવસ પસાર કરવો.
 

મકર (ખ. જ.)

તા. ૧૭ ઓગસ્ટે ગુરૃવારે રાત્રે આપ આઠમા રાહુના બંધનમાંથી અઢાર મહિને મુક્ત થતા આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. શારીરિક- માનસિક સ્વસ્થતામાં સુધારો થાય તમારી આવકમાં વધારો થાય તેમ છતાં નાણાંભીડ- ખેંચ, ચિંતા- મુંઝવણથી ખર્ચનું આયોજન કરવું પડે, કરકસર બચત કરવી પડે, નોકરી- ધંધામાં સંભાળવું પડે. તા. ૧૩ ઓગસ્ટ રવિ- કામકાજમાં જાગૃતિ રાખવી, ૧૪ સોમ- નોકરી- ધંધામાં વ્યગ્રતા- મુશ્કેલી, ૧૫ મંગળ- હળવાશ- રાહત રહે, ૧૬ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- તન- મન- ધનથી- વાહનથી સંભાળવું, ૧૮ શુક્ર- ધર્મકાર્ય થાય, ૧૯ શનિ- વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો.

કુંભ (ગ. શ. સ. ષ.)

ધર્મકાર્ય- આધ્યાત્મિકતામાં વધારો થાય, પોતાના રોજીંદા કામ ઉપરાંત ધર્મકાર્ય- મંત્રજાપ- ભક્તિપૂજામાં હૃદય-મનની શાંતિ- હળવાશ અનુભવો, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, કૌટુંબિક- પારિવારિક ખર્ચ થાય, તા. ૧૩ ઓગસ્ટ રવિ યાત્રા- પ્રવાસ વધારાનું કામ થાય, ૧૪ સોમ- શીતળા સાતમે બજારોના કામમાં જાગૃતિ રાખવી, ૧૫ મંગળ- જન્માષ્ટમી ભારત સ્વાતંત્ર્ય દિવસે જવાબદારીના કામમાં ધ્યાન આપવું, ૧૬ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૭ ગુરૃ- શ. પારસી પતેતી પર્વે પતેતીની શુભેચ્છાઓ, ૧૮ શુક્ર- જૈન સંવત્સરી પર્વ (પ.પ.) ધર્મકાર્યમાં આનંદ, ૧૯ શનિ- વધારાના કામના ઉકેલમાં સાનુકૂળતા રહે.

મીન (દ. ચ. ઝ. થ.)

કાર્યસફળતા પ્રગતિથી આનંદ રહે, ધર્ર્મકાર્ય થાય, અન્યને મદદરૃપ થઈ શકો. બહાર કે બહારગામ જવાનું થાય, પત્ની- સંતાન- પરિવાર- મિત્રવર્ગથી ખર્ચ થાય પરંતુ સાનુકૂળતા રહે. નોકરી- ધંધાના કામમાં હળવાશ અનુભવો, તા. ૧૩ ઓગસ્ટ રવિ- કામકાજમાં સફળતા- અન્યને મદદરૃપ થઈ શકે, ૧૪ સોમ- નોકરી- ધંધાના કામમાં જાગૃતિ રાખવી, ૧૫ મંગળ- જન્માષ્ટમી પર્વે ધર્મકાર્ય થાય, ૧૬ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૭ ગુરૃ- રાહુના રાશિ પરિવર્તને વાણીમાં મીઠાશ રાખવી, ૧૮ શુક્ર- જૈન પર્યુષણ પર્વ (ચ.પ.)ના પ્રારંભે અજા એકાદશીએ ધર્મકાર્યથી ખર્ચ થાય- આનંદ રહે, ૧૯ શનિ- શાંતિથી દિવસ પસાર કરી લેવો.
 

Keywords Weekly,Future,120817,

Post Comments