Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખોટી દિશામાં ઉભા રહીને રસોઇ કરવાથી વાસ્તુદોષ થઇ શકે છે

- જાણો, વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોઇ માટે કઇ દિશા યોગ્ય છે ને કઇ અયોગ્ય?

અમદાવાદ, તા. 11 ઑક્ટોબર 2017, બુધવાર 
 
ક્યારેક ક્યારેક ખોટી દિશામાં ઉભા રહીને રસોઇ કરવાથી પણ તમારા ઘરમાં વાસ્તુદોષ થઇ શકે છે. જાણો, કેટલીક એવી બાબતો જે તમારા ઘરના વાસ્તુદોષ માટે જવાબદાર છે. 
 
1. ક્યારેય ઉત્તર દિશા તરફ ઊભા રહીને રસોઇ ન કરવી જોઇએ તેનાથી તમારા બિઝનેસમાં નુકશાન થવાની સાથે ધનલાભ થવામાં પણ અડચણ આવી શકે છે. 
 
2. જો તમે પોતાના ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ ઉભા રહીને રસોઇ બનાવો છો તો તેનાથી તમારા ઘરની સુખ અને શાંતિ ભંગ થઇ શકે છે અને પરિવારમાં લડાઇ ઝગડા પણ થઇ શકે છે. 
 
3. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને રસોઇ કરવાથી ઘરના લોકોને સ્કિન અને હાડકા સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઉભુ થઇ શકે છે. 
 
4. મહિલાઓ માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને રસોઇ બનાવવી તે યોગ્ય નથી. તેનાથી તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 
 
5. જો તમે પોતાના ઘરની સુખ અને શાંતિ બનાવી રાખવા ઇચ્છો છો તો હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને રસોઇ બનાવે અને ભોજન બનાવવા માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે. 
 
6. જો તમારા રસોડાની બારી પૂર્વ દિશા તરફ છે તો તે વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

Post Comments