Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૪ ફેબુ્રઆરી થી મંગળવાર ૨૦ ફેબુ્રઆરી સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે જે વૉન્ડસ, સ્વોર્ડસ, કપ્સ અને કોઇન્સમાં કુલ ૧૪ કાર્ડ હોય છે.

જેમાં સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહના કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વૉન્ડસ, સ્વોર્ડસ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રિસ્ટેસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે.

ધ ફૂલને નંબર શૂન્ય - ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ - ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

મેષ (અ.લ.ઈ.) : The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા મહત્વના કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી- અભ્યાસ અને વિવાહ-લગ્ન અંગે નોંધપાત્ર નિર્ણય લઇ શકાશે. સુખસગવડતાઓમાં વધારો થશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારી ઇચ્છા પ્રમાણેનાં કાર્યોનું આયોજન થઇ શકવાનું અને સરળતાપૂર્વક તેમાં સફળતા મળવાનું સૂચવી જાય છે. કોઇ કાર્યમાં વિલંબ થઈ રહેલો હશે તો તેનો ઊકેલ આવશે. તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિવર્તન ઉદ્ભવશે. યશ મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Fool - ધ ફૂલનું કાર્ડ વિચારપૂર્વક આયોજન કરવામાં આવેલા કાર્યોમાં તમને સફળતા મળવાનું સૂચવી જાય છે પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ રાખી ઉતાવળિયા બનવામાં નુકસાન થશે. ધાર્મિક યાત્રાનો યોગ ઉદ્ભવશે. નોંધપાત્ર શુભાશુભ સમાચાર પ્રાપ્ત થશે. તા.  ૧૮, ૧૯, ૨૦ શુભ.

કર્ક (ડ.હ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ સંયુક્ત વારસાગત મિલકતો અંગે ટુંક સમયમાં તમારે નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ મહત્વનાં ફેરફારો ઉદભવશે. કુટુંબની વ્યક્તિઓ સાથે અગત્યના પ્રશ્નોની ચર્ચા-વિચારણા થશે. તા. ૧૪, ૧૫, ૨૦ શુભ.

સિંહ (મ.ટ.) : The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. આત્મવિશ્વાસ દ્વારા વિલંબમાં પડેલા કામોનો ઊકેલ લાવી શકાશે. જીવનસાથીનો સહકાર મળશે. પ્રિય વ્યક્તિ સાથે ટુંકી મુસાફરી થશે. તા. ૧૪, ૧૫ ૧૬, ૧૭ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા પુરુષાર્થનું શુભ ફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે અને નિશ્ચિત કરેલા કાર્યો ચાલુ સપ્તાહ દરમ્યાન સરળતાપૂર્વક થઇ શકશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઇ રહેશે. કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં વિજય મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

તુલા (ર.ત.) : The Tower - ધ ટાવરનું કાર્ડ તમારા સંતાનોનું ભાગ્ય પરિવર્તન સૂચવી જાય છે. સંતાનોના અભ્યાસ અને વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઇ શકાશે. શેરબજાર સાથે સંકળાયેલી વ્યક્તિઓને આકસ્મિક લાભ મળશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. તા.  ૧૮, ૧૯, ૨૦ શુભ.

વૃશ્ચિક (ન.ય.) : Wheel of Fortune - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ જન્મનાં ગ્રહોને આધીન શુભાશુભ નવાં ફેરફારો તમારા જીવનમાં ઊદભવી શકવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત થઇ શકશે. યશ મળે તેવો પ્રસંગ બનશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૪, ૧૫, ૨૦ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : Death - ડેથનું કાર્ડ કોઈ કાર્યને લઈ તમે મૂંઝવણમાં મૂકાઈ શકવાનું સૂચવી જાય છે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. પ્રવાસ મુસાફરી દરમ્યાન સાવધાન રહેવું અન્યથા પડવા વાગવાથી સામાન્ય ઇજા થવાનો યોગ બને. મિત્રો સહાયક બનશે. તા. ૧૬, ૧૭,  શુભ.

મકર (ખ.જ.) : The Sun - ધ સનનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક મળશે. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલ પ્રાપ્ત થશે. તા. ૧૪, ૧૫, ૧૮, ૧૯ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ કોઇ જોખમી કાર્ય માટે તમે નિર્ણય લઇ રહ્યા હો તો સાવચેતીપૂર્વક લેવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી રહ્યા હો તો વડિલ વ્યક્તિઓ કે મિત્રોની સલાહ સૂચના ઉપયોગી નીવડશે. ભાગીદારી જેવી બાબતો અગત્યની બનશે. તા. ૧૬, ૧૭, ૨૦ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The Moon - ધ મૂનનું કાર્ડ તમારા માન-સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી કરી શકશો. સ્નેહી અને પરિચિત વ્યક્તિઓ સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ ઉદભવશે. તા. ૧૪, ૧૫, ૧૮, ૧૯ શુભ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments