Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

18 જૂન 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 18 જૂન 2017, રવિવાર
 
મેષ : 
આંતરિક મનોવ્યથા-ચિંતા-વિચારોમાં હોવ છતાં આજે અન્યના કારણે ચહેરા પર સ્વસ્થતા જાળવીને હસતુ મોઢું રાખવું પડે.
 
વૃષભ : 
આજનો રવિવાર આનંદ-હળવાશ-રાહતમાં પસાર થાય. પોતાના અંગત કામમાં પત્ની-સંતાનના કામમાં સાનુકૂળતા રહે.
 
મિથુન : 
સબંધ-વ્યવહાર સાચવવા ખર્ચ થાય. બહાર જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચર્ચા વિચારણા થાય. આનંદ રહે.
 
કર્ક : 
પોતાના અંગત કામ ઉપરાંત અન્યના કામમાં આજનો રવિવાર વ્યસ્તતાવાળો રહે. આરામ મળે નહીં. તેમ છતાં આનંદ રહે.
 
સિંહ : 
વડીલવર્ગના પ્રશ્ને, પત્ની-સંતાન-પરિવારના પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને તેમજ પોતાના આરોગ્યની અસ્વસ્થથાના કારણે આજે કંઈ ગમે નહીં.
 
કન્યા : 
કામકાજમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. સબંધો તાજા થાય. વધારાના કામનો ઉકેલ લાવી શકાય.
 
તુલા : 
તમારા નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. બહારના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. સંતાનનું કામ થઈ શકે.
 
વૃશ્ચિક : 
સંતાનના કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.
 
ધન : 
અન્યના કારણે તમારા કામકાજમાં, આયોજનમાં ફેરફાર કરવો પડે કે કામમાં વિલંબ થાય. વ્યવહાર-સંબંધ સાચવવો પડે. ખર્ચ થાય.
 
મકર : 
ઘર-પરિવારના તેમજ સગા સંબંધી-મિત્રવર્ગના કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. જુના નવા સંબંધ સાચવી શકાય.
 
કુંભ : 
પોતાના અંગત કામમાં સાનુકૂળતા રહે. અન્યને મદદરૃપ થઈ શકો. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.
 
મીન : 
વિવાદ-ચર્ચામાં અશાંતિ-મુશ્કેલી અનુભવો. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવો. રાત્રે ઊંઘ આવે નહીં. ચિંતા રહ્યા કરે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે આનંદ રહે. ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. પત્ની સંતાનના કામમાં સાનુકૂળતા રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ શારીરિક-માનસિક કષ્ટપીડા અનુભવાય. વ્યસની વ્યક્તિએ ઘાતક બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. વિશેષમાં...
 
આરોગ્ય સુખાકારી
વર્ષારંભે હૃદય-મનની પ્રસન્નતા રહે. વજનમાં વધારો થાય. સ્ફૂર્તિ-ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં બિમારી-અસ્વસ્થતા-માનસિક તનાવ તમારા કામમાં રૃકાવટ કરે.
 
નોકરી ધંધો
નોકરી ધંધામા આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. આવક થાય છતાં હૃદય-મનને શાંતિ જણાય નહી. આ વર્ષમાં નવા ફેરફારો કરવા નહીં. યથાવત કામમાં-આવકમાં ફટકો પડે નહી તેનું ધ્યાન રાખવું.
 
પત્ની-સંતાન
પત્ની-સંતાનના પ્રશ્ને ચિંતા રહે. સાંસારીક જીવનમાં મતભેદ-અસંતોષ રહે. છુટાછેડાની કાર્યવાહીમાં તકલીફ પડે. સંતાનના વિદ્યાભ્યાસ અંગે ચિંતા રહે.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને ઘડતર-ભણતરમાં ધ્યાન રાખવું પડે. વર્ષારંભથી આરોગ્ય સાચવવું. પરીક્ષા સમયે બીમારીથી વાહનથી-પડવા વાગવાથી સંભાળવું પડે.
 

Post Comments