Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 જૂન 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 જૂન 2017, શનિવાર
 
મેષ : 
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ-શતાબ્દિ મહોત્સવે આજે કામકાજમાં વ્યસ્તતા રહે. વધારાના કામમાં ધ્યાન આપવું પડે. ખર્ચ થાય. સાંજના સમયે બહારના કામથી ચિંતા રહે.
 
વૃષભ : 
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. પુત્ર પૌત્રાદિક-પત્ની-પરિવારનું કામ થઈ શકે.
 
મિથુન : 
સ્વજન-સ્નેહીને મળવાનું તાય. તમારા ઘેર કોઈનું આગમન થાય, બહાર જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે.
 
કર્ક : 
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. પોતાના અંગત કામમાં ધ્યાન આપી શકો. બહાર જવાનું થાય.
 
સિંહ : 
સાબરમતી (અમદાવાદ) ગામ આશ્રમ શતાબ્દિ મહોત્સવે શાંતિ-સ્વસ્થતા જાળવવી. બહારનું ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. વાતવાતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય.
 
કન્યા : 
ચિંતા-વ્યથા હળવી થવાથી હળવાશ-રાહત અનુભવો. નોકરી ધંધાના કામમાં-ઘર પરિવાર-સંતાનના કામમાં સાનુકૂળતા રહે.
 
તુલા : 
વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આકસ્મિક કોઈને મળવાનું થતાં આનંદ અનુભવો. ખર્ચ-ખરીદી થાય. પરંતુ તકલીફ પડે નહીં.
 
વૃશ્ચિક : 
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ શતાબ્દિ મહોત્સવે પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. બહાર કે બહારગામ જવાનું થાય. નોકરી-ધંધાનું રૃકાવટવાળું કામ ઉકેલી શકાય.
 
ધન : 
સગા સંબંધી-મિત્રવર્ગના કારણે વ્યસ્તતા રહે. આરામ મળે નહીં. નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય.
 
મકર : 
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ શતાબ્દિ મહોત્સવે નોકરી-ધંધાના કામમાં હળવાશ-સાનુકૂળતા રહે. દેશ પરદેશના ઘર-પરિવારના સંતાનના કામમાં ધ્યાન આપી શકો.
 
કુંભ : 
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ શતાબ્દિ મહોત્સવે નોકરી ધંધાના કામમાં, કુટુંબ-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ રહે.
 
મીન : 
માનસિક વ્યગ્રતા-ચિંતા-ઉચાટ-ઉદ્વેગમાં, શારીરિક અસ્વસ્થતામાં વિચારોની એકાગ્રતા જળવાય નહીં. વાહન ચલાવવા ધ્યાન રાખવું પડે.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઈ રહેલ જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષ દરમ્યાન આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૃરી રહેશે. તે સિવાય વર્ષારંભથી બચત-કરકસર અને નાણાંકીય સલામતી રહે તે પ્રમાણે નાણાંકીય આયોજન કરવા. વિશેષમાં...
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષ પ્રતિકૂળતાવાળું રહે. અવાર નવાર શારિરીક-માનસિક પ્રતિકૂળતા, પરિવાર, કુટુંબની પ્રતિકૂળતાના લીધે નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. સરકારી-ખાતાકીય-કાનૂની કાર્યવાહી-તપાસમાં તકલીફ-મુશ્કેલી અનુભવો.
 
પત્ની-સંતાન-પરિવાર
પત્ની-સંતાન-માતાપિતા-સાસુ-સસરાના પ્રશ્ને ચિંતા-ખર્ચ-દોડધામ-વ્યસ્તતા રહે. આકસ્મિક વધારાનો ખર્ચ આવી જાય.
 
કૌટુંબીક પ્રતિકૂળતા
કૌટુંબીક-વ્યવહારિક કામમાં, સંબંધ-વ્યવહારમાં વિવાદ-અશાંતિ-મનદુઃખ-ઉદ્વેગના કારણે, સંયુક્ત મીલ્કત-સંયુક્ત ધંધાના કારણે ચિંતા જણાય નહીં.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વર્ષ દરમિયાન આરોગ્યની કાળજી રાખવી પડે. વાહન ધીમે ચલાવવું પડે.
 

Post Comments