Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 જુલાઈ 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

મેષ :
આજે જન્માષ્ટમીની વધાઈનો સોમવાર તારીખ પ્રમાણે જ્ઞાાનના આંકડાની કમાલનો દિવસ આપની જન્મતારીખ અનુસાર મહત્વનો રહે.

વૃષભ :
આજની તારીખમાં સાતના આંકડાની કમાલ તમારી જન્મતારીખ અનુસાર નોકરી-ધંધાના કામમાં લાભદાયી બની રહે. ફાયદો થાય.

મિથુન :
જન્માષ્ટમીની વધાઈનો આજનો સોમવાર નોકરી-ધંધાના કામમાં પ્રગતિકારક રહે. આકસ્મિક કોઇ કાર્યવાહીથી યશ-સફળતા મળે.

કર્ક :
જન્માષ્ટમીની વધાઈએ આજે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

સિંહ :
આજે જન્માષ્ટમીની વધાઈનો સોમવાર તારીખ પ્રમાણે સાતના આંકડાની કમાલનો દિવસ આપની જન્મ તારીખ પ્રમાણે શુભ અસરકર્તા બની રહે.

કન્યા :
આજે આપે નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી અનુભવવી પડે. શારીરિક-માનસિક શ્રમ-વિવાદના કારણે શાંતિ જણાય નહીં.

તુલા :
રાશિ ચક્રમાં આપની રાશિ સાતમી અને આજે તારીખ પ્રમાણે સાતના આંકડાની કમાલ તમારી જન્મ તારીખ પ્રમાણે લાભદાયી રહે.

વૃશ્ચિક :
જન્માષ્ટમીની વધાઈનો આજનો સોમવાર ધર્મકાર્યમાં આનંદ ઉત્સાહનો રહે. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે, આવક થાય.

ધન :
શેરોની લેવેચમાં - ધાતુના - ઈલેક્ટ્રીકના - ટ્રાવેલ્સના તેમજ મકાન બાંધકામના ધંધામાં, નોકરીમાં જાગૃતિ-સાવધાની રાખવી.

મકર :
જન્માષ્ટમીની વધાઈનો આજનો સોમવાર ધર્મકાર્યમાં નોકરી-ધંધામાં વ્યસ્તતાવાળો રહે પરંતુ કામનો ઉકેલ લાવી શકાય.

કુંભ :
જન્માષ્ટમીની વધાઈ યશ-સફળતા મળે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ થઇ શકે.

મીન :
જન્માષ્ટમીની વધાઈએ આજે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં, સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

સાતના આંકની કમાલ -
આજથી જન્માષ્ટમીની વધાઈથી શરૃ થતું આપનું જન્મવર્ષ જીંદગી માટે મહત્વનું રહે. તા. ૧૭-૭-૨૦૧૭ સાતના આંકડાની કરામત આકસ્મિક કોઇ લાભ આપી જાય.
- * ૧+૭+૭+૨+૦+૧+૭ = ૨૫ = ૨+૫ = ૦૭ * -
એકી સંખ્યાનું આપનું આ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ હૃદય-મનની પ્રસન્નતાનું રહે. ભાગ્યોદય થાય.

વર્ષારંભે પ્રતિકૂળતા :-
વર્ષારંભે જન્મવર્ષના પ્રારંભનો પ્રથમ મહિનો શારીરિક-માનસિક પ્રતિકૂળતાનો રહે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આરોગ્ય સુખાકારી સારી રહે. વજન વધે.

યશ-પદ-ધનની પ્રાપ્તિ :-
આ વર્ષમાં યશ-પદ-ધનમાં વધારો થાય. તમારી આવક-સુખસંપત્તિમાં વધારો થાય. આકસ્મિક કોઇ તક પ્રાપ્ત થાય. ધર્મકાર્ય - શુભકાર્ય થઇ શકે. માન-સન્માન મળે.

પત્ની-સંતાન :-
અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં નિકટતા જણાય. પત્નીના - પુત્રપૌત્રાદિકના નસીબથી ભાગ્યોદય - પ્રગતિ શરૃ થાય.

સ્ત્રીવર્ગ :-
સ્ત્રીવર્ગને વર્ષ પ્રગતિ-સફળતાનું આનંદનું રહે.

વિદ્યાર્થીવર્ગ :-
વિદ્યાર્થીવર્ગને ભણવા માટે તક મળે પરંતુ એકાગ્રતા રાખવી પઆજનું પંચાંગ

Post Comments