Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 મે 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 16 મે 2018, બુધવાર
 
મેષ: 
આપને સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે બહાર કે બહારગામ જવું પડે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
 
વૃષભ: 
આપને ધીરે ધીરે રાહત થતી જાય. મહત્વના કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. વિચારોની દ્વિઘા અનુભવાય.
 
મિથુન: 
આપે ધીરજ અને શાંતિ રાખીને ચૂપચાપ આપનું કામ કરવું. અન્ય કોઇના કામમાં- પ્રશ્નમાં દકલ કરવી નહીં. ખોટા ખર્ચાઓ પર કાબુ રાખવો.
 
કર્ક: 
આપના વિલંબમાં અટવાયેલા કાર્યમાં પ્રગતિ જણાય. સંતાનથી હર્ષ-લાભ રહે. પરદેશના કાર્યમાં સાનુકુળતા. વાણીથી લાભ થાય.
 
સિંહ: 
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. આપની દોડધામમાં વધારો થાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે. ઉતાવળ ના કરવી.
 
કન્યા: 
ધર્મકાર્યથી આપના હૃદય-મન પ્રસન્નતા અનુભવે. સ્વજન-સ્નેહીની મુલાકાતથી આનંદ થાય. બહાર જવાનું ગોઠવાય.
 
તુલા: 
આપે આરોગ્યની કાળજી રાખીને આપના કામમાં વ્યસ્ત રહેવું. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય.
 
વૃશ્ચિક: 
જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
 
ધન: 
આપની દોડધામ- શ્રમમાં વધારો થવાના લીધે થાક-કંટાળો અનુભવાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને ઉતાવળ ના કરવી.
 
મકર: 
આપના રુકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કાર્યનો આપની બુદ્ધિ- અનુભવ આવડત- મહેનતથી ઉકેલ લાવી શકો. હર્ષ લાભ રહે.
 
કુંભ: 
આપે કામમાં ઉતાવળ કરવી નહીં. અન્ય કોઇની ભૂલનું પરિણામ તમારે ના ભોગવવું પડે તેની તકેદારી રાખવી. મિત્રવર્ગની ચિંતા રહે.
 
મીન: 
આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવી કાર્ય રચના થાય. દેશ-પરદેશનાં કામમાં સાનુકુળતા પ્રગતિ જણાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઈ રહેલું જન્મવર્ષ જેમ- જેમ પસાર થાય તેમ તેમ આપના રુકાવટ વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ આવતો જાય. એકંદરે વર્ષ સારું રહે.
 
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનારની ધીરે ધીરે પીછેહઠ થતી જાય. આપની રુકાવટ- મુશ્કેલી દૂર થતી જાય અને આપના કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં ઘરાકી રહે. ધંધામાં નવી કોઈ ઓફર કે વાતચીત આવે તેવું બને.
 
કૌટુંબિક-પારિવારિક:
કૌટુંબિક- પારિવારિક દ્રષ્ટિએ વર્ષ સારું રહે. કુટુંબ પરિવારનો સાથ- સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવ પરણિતને થાય. બાળક આવવાના સંજોગો ઉભા થાય. આનંદ-ઉત્સાહ જણાય.
 
નાણાંકીય સ્થિતિ:
નાણાંકીય સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થતો જાય. વર્ષારંભે આકસ્મિક ખર્ચા જણાય. મહેનતના પ્રમાણમાં ઓછી આવક જણાય. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. ાવક વધવાથી બચતનું આયોજન પણ કરી શકો.

Post Comments