Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 માર્ચ 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 16 માર્ચ 2017, ગુરૃવાર

આજનું  ભવિષ્ય

મેષ :
સંકષ્ટ ચતુર્થીએ હૃદય-મનની પ્રસન્નતા રહે. આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી ધંધાનું કામ થાય.

વૃષભ :
દાંત-દાઢ-કાન, પગમાં દર્દપીડાથી તકલીફ પડે. નોકરી-ધંધાના કે અન્ય કામની દોડધામમાં - ઉતાવળમાં ઈજા થાય. પરિવારની ચિંતા રહે.

મિથુન :
ધંધાના, નોકરીના સબંધો તાજા થાય. કમિશન-દલાલી-એજન્સીના, કરારી ધંધાના કામમાં કામ મળે, આવક થાય. સંતાનનું કામ થાય.

કર્ક :
સંકષ્ટ ચતુર્થીએ ગણપતિની ભક્તિ પૂજા-મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા રહે. આપના રોજીંદા કામ આનંદથી કરી શકો. પ્રગતિ થાય.

સિંહ :
સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામથી કોઈને મળવાનું થાય. પરિવારના કામમાં ધ્યાન આપી શકો. આનંદ રહે.

કન્યા :
આપના નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર તાજા થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમનો ફોન આવી જાય. ધંધો-આવક થાય.

તુલા :
નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ કામમાં વધારો થાય, આવક થાય, પરંતુ સતત દોડધામના કારણે થાક અનુભવાય.

વૃશ્ચિક :
સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય, વધારાનો ખર્ચ થાય. પરંતુ આનંદ રહે. પરદેશના પાસપોર્ટ-વીઝાના કામમાં સાનુકૂળતા રહે.

ધન :
કમિશન-દલાલી- એજન્સીના કામમાં વાણીની મીઠાસ-વ્યવહારની નમ્રતાથી સફળતા પ્રાપ્ત કરી શકો. આવકમાં વધારો થાય.

મકર :
પત્ની-સંતાન- પરિવારના, નોકરી ધંધાના કામમાં આજે સંકષ્ટ ચતુર્થીએ ગણપતિની ભક્તિ-પૂજાથી સફળતા-પ્રગતિ જણાય.

કુંભ :
સંકષ્ટ ચતુર્થીએ આજે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામ ઉપરાંત અન્ય વધારાના કામમાં ધ્યાન આપી શકો.

મીન :
આજે આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ઉઠવા બેસવામાં સાવધાની રાખવી. પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલા આપના જન્મવર્ષના પ્રારંભે જેમ જેમ દિવસ પસાર થતા જાય તેમ તેમ નોકરી ધંધાના કામની વ્યસ્તતામાં વધારો થાય. તમારી આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય.

યશ-પદ-ધન
આપના આ વર્ષમાં યશ-પદ-ધનની વૃદ્ધિ થાય. પરિવારની આવક- સુખસંપત્તિમાં વધારો થાય. તમારા કાર્યક્ષેત્રમાં માન-સન્માન મેળવી શકો. તમારી મહેનતની કદર થાય, આનંદમાં રહી શકો.

નોકરી-ધંધો
જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય તેમને નોકરી મળવાથી હળવાશ-રાહત અનુભવાય. પરિવાર માટેની તકલીફ-મુશ્કેલી ઓછી થાય. ધંધામાં આ વર્ષ લાભદાયી રહે. ધંધામાં વધારો થાય. સંબંધો વધે.

પત્ની-સંતાન-પરિવાર
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પત્ની-પુત્ર પૌત્રાદિકની ચિંતા હળવી થતી જાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારીક જીવનમાં વિવાદ-મનદુઃખ- ગેરસમજ થયેલ હોય તો તે દૂર થાય. સમાધાન થાય. પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ જળવાય, વધારો થાય.

પરદેશ-પ્રવાસ
પરદેશ જવા માટેના પાસપોર્ટ-વીઝા મેળવવા, પ્રવાસનું આયોજન ગોઠવવા, નોકરી ધંધાર્થેના પ્રવાસમાં આ વર્ષે ખર્ચ થાય પરંતુ કામની સફળતા-પ્રગતિથી- મીલન-મુલાકાતથી તમે આનંદ-ઉત્સાહમાં રહી શકો.

Post Comments