Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 14 જૂન 2018, ગુરૂવાર

મેષ: આજથી નિજ-દ્વિતીય જેઠ મહિનાનો પ્રારંભ થાય છે. બપોર પછી સાંજના સમયમાં નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે.

વૃષભ: જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ તમારા કામમાં યશ-સફળતા મળે. ધંધાનું કામ થાય, આવક થાય, આનંદ રહે.

મિથુન: નિજ જેઠ મહિનાના પ્રારંભે આજે નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા-મૂંઝવણ-વ્યગ્રતા અનુભવો. નવા કામ અંગેની સ્ફૂરણા થાય નહીં.

કર્ક: નિજ જેઠ મહિનો આજથી શરૃ થતા આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ નાણાંકીય પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને ચિંતા રહે.

સિંહ: નિજ જેઠ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. અન્યને મદદરૃપ થવું પડે. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.

કન્યા: નોકરી-ધંધાના કામમાં, નિજ જેઠ મહિનાનાં પ્રારંભે આપ બેચેની-વ્યગ્રતા અનુભવો. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસના પ્રશ્ને ચિંતા રહે.

તુલા: નિજ જેઠ મહિનાના પ્રારંભે આજે મહત્ત્વની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં, નોકરી-ધંધાના કામમાં આપને તકલીફ પડે.

વૃશ્ચિક: આજથી નિજ જેઠ મહિનાનો પ્રારંભ થાય છે. જેમ જેમ આ મહિનો પસાર થાય તેમ તેમ આપને શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવાય.

ધન: આજે કોઇપણ કામમાં દ્વિધા-વિચારોની મૂંઝવણ-મુશ્કેલીમાં નોકરી-ધંધાનું કામ સરળતાથી કરી શકો નહીં.

મકરઃ નિજ જેઠ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાનું, પુત્ર પૌત્રાદિકનું કામ ચિંતા-ખર્ચ-દોડધામનું રહે. તેમ છતાં કામના ઉકેલથી આનંદ.

કુંભ: નિજ જેઠ મહિનાના પ્રારંભે આજે નોકરી-ધંધાના કામમાં, સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં ચિંતા-ઉચાટ રહે. શાંતિ ધીરજ રાખવી.

મીન: નિજ જેઠ મહિનો આજથી જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં, ઘર પરિવારના કામમાં મુશ્કેલી અનુભવાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. પરંતુ વર્ષના મધ્યભાગ પછી કામમાં મુશ્કેલી પડે.

નોકરી-ધંધો: આપની બુદ્ધિ-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. આપના કામની કદર થાય. નવું કામ પણ મળી રહે પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ આપે થોડા સાવધ થતાં જવું પડે.

નાણાંકીય સ્થિતિ: નાણાંકીય સ્થિતિ મધ્યમ રહે. આવક થાય પરંતુ આકસ્મિક ખર્ચ કે અન્ય ખોટા ખર્ચના લીધે બચત થઈ શકે નહીં. તેમાં પણ વર્ષના મધ્યભાગથી આપે નાણાંકીય આયોજન બરાબર સાંભળીને કરવું પડે.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે વર્ષની શરૃઆત સારી રહે. ધારી સફળતા પ્રાપ્ત કરી શકો પરંતુ દિવાળી બાદ અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી. તેમાં પણ વાર્ષિક પરીક્ષા સમયે બિમારી-અકસ્માત હતાશાથી સંભાળવું પડે.

Post Comments