Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર
 
મેષ : 
મહાશિવરાત્રી - ભોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું તે સિવાય નોકરી-ધંધાના કામમાં સગા સંબંધીના પ્રશ્નમાં ચિંતા રહે.
 
વૃષભ : 
મહાશિવરાત્રી - ભોમ પ્રદોષે ધર્મકાર્ય થાય. મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ થાય. નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. સીઝનલ ધંધો-આવક થાય.
 
મિથુન : 
આજે મહાશિવરાત્રીના દિવસે તન-મન-ધનથી-વાહનથી, પડવા-વાગવાથી સંભાળવું. પૈસા-પાકીટ-મોબાઇલનું-વાહનનું ધ્યાન રાખવું પડે.
 
કર્ક : 
મહાશિવરાત્રી પર્વે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય-મનની શાંતિ-હળવાશ-આનંદ અનુભવાય. રોજીંદા કામમાં ચિંતા રહે.
 
સિંહ : 
મહાશિવરાત્રી - ભોમ પ્રદોષે આજે મહાદેવજીની ભક્તિપૂજા-મંત્રજાપ કરવો, દાન આપવું શ્રેષ્ઠ. ખર્ચ થાય પરંતુ આનંદ રહે, બહાર જવાનું બને.
 
કન્યા : 
મહાશિવરાત્રી - ભોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો.
 
તુલા : 
આજે હરોફરો - કામ કરો - ધર્મકાર્ય કરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં. અન્યના કારણે તમારા કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો.
 
વૃશ્ચિક : 
મહાશિવરાત્રી પર્વે - ભોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. કુંભ સંક્રાંતિ માટે સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. શાંતિ રાખવી.
 
ધન : 
મહાશિવરાત્રી પર્વે બેચેની-વ્યગ્રતા રહે. ખાવાપીવામાં - હરવાફરવામાં બેચેની - અનિચ્છાએ દિવસ પસાર કરતા હોવ તેમ લાગે.
 
મકર : 
મહાશિવરાત્રી પર્વે - ભોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ-દાન આપવાથી હૃદય-મનની પ્રસન્નતા રહે, આનંદમાં રહો.
 
કુંભ : 
ચિંતા-ખર્ચ છતાં ધર્મકાર્યથી હળવાશ-રાહત અનુભવો. ગુસ્સો-ઉતાવળ કર્યા વગર નોકરી-ધંધાનું, પત્ની-સંતાન-પરિવારનું કામ કરવું.
 
મીન : 
મહાશિવરાત્રી પર્વ - ભોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. કુંભ સંક્રાંતિ માટે સૂર્યપૂજા-મંત્રજાપ કરવો.
 
જન્મતારીખ વર્ષસંકેત
 
આજથી શરૃ થઇ રહેલા આપના જન્મવર્ષના પ્રારંભે માનસિક ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વિચારોની દ્વિધા જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય. વર્ષ મધ્યમ રહે.
 
નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં વર્ષ મધ્યમ રહે. આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. વર્ષારંભે મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. સંયુક્ત ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.
 
નાણાંકીય આયોજન :
વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ ધ્યાન રાખીને કરવું. વારંવાર આકસ્મિક ખર્ચના લીધે નાણાંકીય આયોજન ખોરવાઇ જાય. નાણાંભીડ અનુભવાય. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો હિતાવહ રહેશે.
 
કૌટુંબિક-પારિવારિક :
વર્ષારંભે કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે. પતિ સાથે વાદ-વિવાદ ન કરવો. વર્ષ દરમ્યાન પતિ-સંતાનની ચિંતા રહ્યા કરે. આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી.

Post Comments