Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઊંટડીના દૂધની ડિમાન્ડ : કચ્છી- ખરાઇ ઊંટડી ખરીદનારા વધ્યા

- આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઊંટડીના દૂધની શહેરોમાં માંગ

- એક સમયે રૃા.૧૫ લિટરના ભાવે વેચાતા લિટર દૂધની કિંમત રૃા.૫૧ થઇ, કચ્છમાં મહિને ૩૦ હજાર ઊંટડીના દૂધનું

કચ્છી-ખરાઇ ઊંટડીનો રૃા.૩૦ હજાર સુધી ભાવ બોલાયો, માલધારી ઊંટડીનું દૂધ વેચી મહિને રૃા.૧૫ હજાર કમાય છે
અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

આર્યુવેદિક ગુણોથી ભરપૂર ઉંટડીના દૂધ ડિમાન્ડ આજકાલ વધી છે. ખાસ કરીને મોટા શહેરોમાં ઉંટડીના દૂધની માંગ વધી છે. આ કારણોસર કચ્છી -ખરાઇ ઉંટડીના ખરીદનારાં ય વધ્યાં છે. કચ્છમાં મહિને ૩૦ હજાર લિટર ઉંટડીના દૂધનુ વેચાણ થઇ રહ્યુ છે. ઉંટડીના દૂધમાંથી બનતાં આઇસ્ક્રીમ,ચોકલેટની મેટ્રોસિટીમા ફેવરીટ બની રહી છે.

એક સમયે ઉંટડીનું દૂધ વેચતાંય માલધારીઓ ડર અનુભવતા હતાં કેમ કે,આ દૂધને માન્યતા મળી ન હતી. હવે ફુડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ કચ્છી ઉંટડીના દૂધને માન્યતા આપી છે. ઉંટડીનુ દૂધ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે જેના પગલે માંગ વધી છે. ખુદ કચ્છી માલધારીઓ એ વાતને કબૂલી રહ્યા છેકે, એક સમયે ઉંટડીનું દૂધ પંદર રુપિયે લિટરે ય વેચાતુ ન હતું.

આજે ખુદ અમૂલ ડેરી રૃા.૫૧ લિટરના ભાવે ઉંટડીનું દૂધ ખરીદી રહ્યુ છે.કચ્છના માલધારીઓ પાસેથી ઉટડીનું દૂધ ખરીદી નખત્રાણા પાસેના ચિલીંગ સેન્ટરમાં એકત્ર કરીને આણંદ અમૂલ ડેરીમાં પ્રોસેસ માટે મોકલાય છે જ્યાં ઉંટડીના દૂધની ચોકલેટ બને છે. કચ્છમાં માલધારીઓ રોજ અંદાજે ૧૨૦૦-૧૩૦૦ લિટર ઉંટડીનુ દૂધ અમૂલને વેચે છે. આ ઉપરાંત ભૂજમાં દિલ્હીની એક ખાનગી ડેરી પણ રોજનું ૮૦૦ લિટર ઉંટડીનુ દૂધ ખરીદી રહી છે. આ એજ પ્રસ્થાપિત કરે છેકે,ઉંટડીના દૂધની માંગ વધી છે.

અત્યાર સુધી કચ્છી-ખરાઇ ઉંટડી રૃા.૯-૧૦ હજારમાં વેચાતી હતી. હવે ઉંટડીના દુધની ડિમાન્ડ વધતાં કચ્છી ઉંટડીની ડિમાન્ડ બોલાઇ છે. આજે કચ્છી-ખરાઇ ઉંટડી ય રૃા.૩૦ હજારમા વેચાઇ રહી છે.ઘણાં માલધારીઓએ વ્યવસાય છોડયો હતો તે હવે દૂધની કમાણી જોઇ ફરી પશુ વ્યવસાય તરફ વળ્યાં છે તેનુ કારણ એછેકે, માલધારીઓ ઉંટડીનું દૂધ વેચી મહિને રૃા.૧૫-૨૦ હજાર કમાતા થયા છે. આમ,કચ્છી ઉંટડી ખરીદનારાં ય વધ્યાં છે.

કચ્છી ઉંટડીના દૂધને પ્રોત્સાહન મળે,વેચાણ વધે તે માટે રાજય સરકારે ત્રણ કરોડની સહાય કરી છે. આગામી જુલાઇ-ઓગષ્ટમાં ભૂજ નજીક લાંખોદ ગામમાં સરહદ ડેરીનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. ઉંટડીના દૂધ માટે શરુ થનારી સરહદ ડેરીના બાંધકામ,મશીનરીની કામગીરી હવે પૂર્ણ થવાને આરે છે. ટૂંકમાં,કચ્છી ઉંટડીના દૂધની માંગ વધી છે.

Post Comments