Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ વખતની ચૂંટણી પોલિટિકલ હાઈવોલ્ટેજ સાથે હાઈટેક પણ બનશે

-ચૂંટણીપંચની આઇટી એપ્લિકેશનનો દેશમાં પ્રથમવાર ગૂજરાતની ચૂંટણીમાં ઉપયોગ

-ચૂંટણીને લગતી ફરિયાદ માટે મોબાઈલ એપ્લિકેશનથી માંડી મતદાન કેન્દ્રનું વેબકાસ્ટિંગ સહિતની ૭થી વધુ એપ્લ

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીને લઈને ખાસ નવી આઈટી એપ્લિકેશન્સ તૈયાર કરાઈ છે.જેમાં જાહેર જનતાને ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ મોકલવા તેમજ ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલવા માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન તેમજ મતદાન કેન્દ્રોમાં સીસીટીવી સાથે કેન્દ્રાનું વેબકાસ્ટિંગ સહિતની ૭થી વધુ આઈટી એપ્લિકેશન્સ ચૂંટણીપંચે તૈયાર કરી છે.

જેમાં પબ્લિક ગ્રીવાન્સીસ રીડ્રેસલ એન્ડ મોનટરિંગ સીસ્ટમ, સિંગલ વિન્ડો પરમિશન સીસ્ટમ,વ્હિકલ મેનેજમેન્ટ સીસ્ટમ, વેબકાસ્ટિંગ-સીસીટીવી પોલિંગ સ્ટેશન, પોલિંગ-પોલીસ પર્સનલ ડેપ્લોયમેન્ટ સીસ્ટમ, ઈપેમેન્ટ , વોટર સેન્ટરિક ઈન્ફ્રોમેશન ડિસેમિનેશ તથા આરઓ નેટ અને સીક્યુરિટી નેટ સહિતની એપ્લિકેશનનો સમાવેશ થાય છે.

સમાધાનઃ જાહેર ફરિયાદ નિવારણ મોનિટરિંગ સીસ્ટમ

ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીઓમાં લોકોને જાહેર ફરિયાદ કરવા માટે ખાસ પબ્લિક કમ્પ્લેઈન્ટ રીડ્રેસલ મોનિટરિંગ સીસ્ટમ તૈયાર કરાઈ છે.જેમાં પોલિટકલ પાર્ટી અને ઉમેવારોથી માંડી જાહેર સમાજના લોકો પણ ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કરી શકશે.

વેબસાઈટ, ઈમેઈલ, પત્ર,ફેક્સ, એસએમએસ, કોલ સેન્ટર(૧૫૦ નંબર) સહિતના કોઈ પણ સોર્સ પર ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કરી શકાશે.આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકો માટે મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરાઈ છે.આ કોમન પ્લેટફોર્મ પર ફોટોગ્રાફ્સ કે વીડિયો સાથે ફરિયાદ સબમિટ કરી શકાશે.

સુવિધાઃ સિંગલ વિન્ડો દ્વારા ૨૪ કલાકમાં મંજૂરી

ચૂંટણીને લગતી કોઈ પણ મંજૂરી લેવા માટે ચૂંટણીપંચ દ્વારા સુવિધા નામની ખાસ સિંગલ વિન્ડો પરમિશન સીસ્ટમ તૈયાર કરાઈ છે.જેમાં ઉમેદવારો કે પોલિટિકલ પાર્ટી બેઠકો,રેલી, ચૂંટણી વાહન,ટેમ્પરરી ઈલેકશન ઓફિસ લાઉડ સ્પીકર સહિતની કોઈ પણ મંજૂરી માત્ર ૨૪ કલાકમા મેળવી શકશે અને તે પણ કોઈ પણ એક સ્થળેથી.

આ સીસ્ટમ દરેક સબ ડિવિઝનમાં આરઓ લેવલે મુકવામા આવી છે.જો કે ઉમેદવારે કે પાર્ટીએ હેલિકોપ્ટરના વપરાશ અને લેન્ડિંગ માટે હેલિપેડની મંજૂરી લેવાી હોય તો ૩૬ કલાક પહેલા એડવાન્સમાં અરજી મુકવાની રહેશે.

સુગમઃચૂંટણીમાં વપરાતા વાહનો માટે મેનેજમેન્ટ સીસ્ટમ

ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોના સરળ મેનેજમેન્ટ માટે ચૂંટણીપંચે સુગમ નામની આઈટી બેઝ વ્હિકલ મેનેજેન્ટ સીસ્ટમ તૈયાર કરી છે.જેમાં એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં વાહનોની હેરફર દરમિયાન તથા વાહન જપ્તી દરમિયાન માત્ર વાહન માલિકના નામ,નંબર અને બેંક ડીટેઈલ પરથી તમામ માહિતી મળી શકશે.આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા દરેક જીલ્લાના આરટીઓ ઓફિસરને નોડલ ઓફિસર બનાવાયા છે.

આરટીઓ દ્વારા ચૂંટણીમા વપરાતા વાહનોની મંજૂરીથી માંડી વાહનોના નંબર અને માલિકના નામ નંબર સાથેની તમામ માહિતી ઓનલાઈન મુકી દેવાશે.જેનાથી કોઈ વાહન મંજૂરી વગર વપરાયુ હોય તો પણ ખબર પડી શકશે.

મતદાન કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા અને વેબકાસ્ટિંગ

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કેન્દ્રોનું લાઈવ વેબકાસ્ટિંગ થશે. ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા સંવેદનશિલ મતદાન કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા મુકાશે અને લાઈવ મોનટરિંગ કરાશે. સંવેદનશિલ મતદાન કેન્દ્રોમાં જો બુથ કેપ્ચરિંગથી માંડી નાણાકીય હેરફેર થતી હોઈ કે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ થતી  હશે તો તેનું સીધુ પ્રસારણ ચૂંટણીપંચની ટીમને દેખાશે . આ ઉપરાંત ચેક પોસ્ટો પર પણ સીસીટીવી મુકાશે અને તેનું વેબકાસ્ટિંગ કરાશે.

પોલિંગ-પોલિસ કર્મચારીઓની ફાળવણી માટેની સીસ્ટમ

ચૂંટણીમાં પાલિંગ સ્ટાફની તથા પોલીસના સુરક્ષા જવાનોની ફાળવણી કરવા માટે પણ ચૂંટણીપંચે આઈટી એપ્લિકેશન તૈયાર કરી છે.જેની મદદથી તમામ ચૂંટણી કામગીરીના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફનો એક ડેટાબેઝ તૈયાર કરાશે .

તેઓને કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી ઓર્ડર કે અપોઈન્ટમેન્ટ લેટર અપાશે.એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં ચૂંટણી સ્ટાફ કે પોલીસ સ્ટાફની ગમે ત્યારે ફાળવણી કરી શકાશે.ચૂંટણીને લગતી ટ્રેઈનિંગમાં મોકલવા તથા સર્વિસ સ્ટાફને બેલેટ  પેપર દ્વારાવ વોટિંગની તમામ માહિતી એસએમએસથી મોકલાશે અને એસએમએસ દ્વારા તમામ કર્મચારી અને પોલીસ સ્ટાફને ટ્રેનિંગથી માંડી ડયુટીની માહિતી લોકેશન સાથે અપાશે.

ઈલેકશન ડયુટીમાં રોકાયેલા કર્મચારીઓને ફરજીયાત ઈપેમેન્ટ

કેન્દ્ર સરકારે નોટબંધી બાદ કેશલેશ અને ડિઝિટલ પેમેન્ટને અમલમાં મુકતા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્ય ચૂટણીપંચને આ વખતની ચૂંટણીમાં તમામ પ્રકારના મહેનાતાણા અને ચુકવણા કરવા ઈપેન્ટનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે.જેમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફને તેમનું મહેનતાણુ તથા ચૂંટણી લગતી કોઈ પણ કામગીરી માટે માલસામાન કે સેવાના ઉપયોગ માટે થતુ પેમેન્ટ અને વપરાયેલા વાહનોના માલિકોને અપાનાર પેમેન્ટ પણ ખાસ ઈપેમેન્ટ ગેટવે દ્વારા જ થવુ જોઈએ.

વોટર ફ્રેન્ડલી આઈટી એપ્લિકેશન

આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ વોટર એટલે કે મતદારને ધ્યાનમાં રાખીને વોટર ફ્રેન્ડલી ઈન્ટરેક્ટિવ વેબસાઈટ સહિતની આઈટી એપ્લિકેશન્સ પણ તૈયાર કરી છે.જેમાં મતદારોને ચૂંટણીને લગતી કોઈ પણ માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે ઉપરાંત મતદાન માટે ઓનલાઈન ઈન્ફોર્મશન તથા ઈલેકશન વોટિંગ મેપ સહિતની સુવિધા પણ આપવામા આવશે.આ ઉપરાંત મતદારને  મતદાન કેન્દ્ર શોધવા માટે એસએમએસની સુવિધા અપાશે.

આરઓ નેટ અને સીક્યુરિટી નેટ

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પારદર્શક અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ તથા ચૂંટણી અધિકારીઓ માટે ખાસ આરઓ નેટ અને સીક્યુરિટી નેટ સીસ્ટમ તૈયાર કરાઈ છે.જેમાં વેબસાઈટથી માંડી મોબાઈલ એપ્લિકેશન અને એસએમએસ સહિતની સુવિધા અપાશે અને પોલીસ સ્ટાફને તથા ચૂંટણીપંચના સ્ટાફને ગેરકાયદે પ્રવૃત્તિ પકડવા માટે ખાસ આઈટી એપ્લિકેશન અને સોફ્ટવેર પુરા પાડવામા આવ્યા છે.

Post Comments