Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંહોને સંરક્ષણની કામગીરી વિશે વધુ અને વિગતવાર માહિતી આપવા સરકારને આદેશ

- સિંહોના અપમૃત્યુના બનાવો બાદ હાઈકોર્ટે કરેલા સુઓમોટોનો મામલો

- સરકારે ૨૦૧૬ પહેલાં લીધેલા પગલાંનો અહેવાલ આપ્યો પરંતુ સિંહોનાં અપમૃત્યુ ૨૦૧૬-૧૭ દરમિયાન થયાં

અમદાવાદ, તા.13 જૂન 2018, બુધવાર

ગીરમાં સિંહોના અપમૃત્યુ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે કરેલા સુઓમોટા બાદ આજે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં સિંહોના સંરક્ષણ માટે લેવાયેલા પગલાની માહિતી આપવામાં આવી હતી. જો કે હાઈકોર્ટને આ માહિતી પૂરતી ન લાગતા સરકારને સંરક્ષણના પગલાંઓ વિશે વિગતવાર માહિતી સાથે ફરી સોગંદનામુ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સિંહોના સંરક્ષણ માટે સરકારે રજૂ કરેલા જવાબ પછી ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે સરકાર પાસેથી માહિતી માગી હતી કે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની હદમાં આવતા કેટલાં કૂવાઓ પર ફેન્સિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવે. કેટલાં ખેડૂતોએ કૂવા પર ફેન્સિંગ માટે મળતી સબસિડીનો લાભ લીધો છે. ગીરમાંથી પસાર થતી રેલવેલાઈન ફરત ઘણી જગ્યાઓ પર સાંકળનું ફેન્સિંગ ન હોવાથી પણ ટ્રેન નીચે કપાઈને સિંહોના મૃત્યુ થાય છે.

કેટલી જગ્યાઓ પર ચેઇન ફેન્સિંગ નથી અને જ્યાં ચેઈન ફેન્સિંગ છે ત્યા કેવા પ્રકારની સાંકળન ઉપયોગ થાય છે તેની માહિતી પણ સરકાર પાસેથી માગવામાં આવી છે. કોર્ટે નોંધ્યું છે કે સરકારે રજૂ કરેલા સંરક્ષણના તમામ પગલાંઓ વર્ષ ૨૦૧૬ પહેલાંના છે, જ્યારે સિંહોના અપમૃત્યુના બનાવ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ દરમિયાન બન્યા છે. સરકાર તરફથ રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ ૧૯૭૦માં ગીરમાં સિંહોની સંખ્યા ૭૦ હતી, જે સરકારના પ્રયત્નોના કારણે આજે ૫૦૦થી પણ વધુ થઈ છે.

સિંહો પણ ઘણીવાર પોતાના વિસ્તાર માટે અન્ય સિંહ સાથે લડાઈ કરતા હોય છે. આ પ્રકારની લડાઈના કારણે પણ ઘણીવાર સિંહોના મૃત્યુ થતા હોય છે. જો કે કોર્ટે આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે આ તમામ વાસ્તવિકતાઓ છતાં પણ સિંહો એ આપણી જવાબદારી છે. ગીરમાં વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ દરમિયાન ૧૮૪ સિંહોના મૃત્યુ થયા હોવાની અને તે પૈકી ૩૨ સિંહોના મૃત્યુ અકુદરતી કારણોસર થયા હોવાની માહિતી બહાર આવતા હાઈકોર્ટે આ મુદ્દે સુઓમોટો કર્યો હતો.

Post Comments