Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો અમદાવાદ આઈઆઈએમ અને સીદી સૈયદ જાળીનો નાતો

- અમદાવાદ આઈઆઈએમનો લોગો છે સીદી સૈયદની જાળી

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આજે અમદાવાદના મહેમાન બન્યા છે ત્યારે તેમણે જાપાનથી સીધા અમદાવાદ આવીને સીધા સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યાર બાદ સંધ્યા ટાણે સીદી સૈયદની જાળીની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સીદી સૈયદની જાળી એ માત્ર અમદાવાદ જ નહી પરંતુ  એ અમદાવાદ IIMનો પણ લોગો છે.

હા અમદાવાદ IIMનો લોગો સીદી સૈયદની જાળી છે. આ મસ્જિદની પશ્ચીમી દિવાલની બારીમાં કોતરવામા આવેલ જાળી વિશ્વભરમાં મશહૂર છે. એટલે જ IIMએ પણ પોતાના લોગો તરીકે આ જાળી પસંદ કરી છે.

આ જાળીઓની ગૂંથણી એવી તો સરસ છે કે તમને લાગે જાણે કે એક જ ઝાડની તમામ લત્તાઓ હોય. આ જાળીની બીજી ખાસીયત એ છે કે તેની કોતરણી એક જ પથ્થરમાંથી કરવામાં આવી છે.

આ જાળીને કારણે જ આ મસ્જિદને વિશ્વસ્તરે ખ્યાતી પ્રાપ્ત થઈ છે. સંધ્યા ટાણે આ જાળીમાંથી પ્રસાર થતા કિરણો અદભૂત નજારો રચે છે.

Post Comments