Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોલીસ હવે આંગળીના ટેરવે પાસપોર્ટ વેરિફિકેશન અને ગુનેગારોની શોધ કરશે

- પોલીસને સ્માર્ટ બનાવવા પોકેટ કોપ પ્રોજેક્ટ

- પોલીસ તંત્રને ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે આપશે : ચાર એપ્લિકેશન કાર્યરત

અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

ગુજરાતની પોલીસને પણ હવે સ્માર્ટ બનાવવાનું નક્કી કરાયુ છે. જેમા ભાગરૃપે 'પોકેટ કોપ પ્રોજેક્ટ' લોન્ચ કરાયો છે. જેમાં હરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, તપાસ અધિકારી, પીસીઆર વેન એન પાસપોર્ટ વેરીફીકેશનની કામગીરી સંભાળતાં પોલીસ કર્મચારીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટીવીટી સાથે અપાશે જેને લઇને પોલીસ પણ હવે આંગળીના ટેરવે પાસપોર્ટનું વેરીફીકેશન ફટોફટ કરી શકશે.

ગાંધીનગરમાં આ પ્રોજેક્ટને લોન્ચ કરતાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને લઇને ગુનેગારોનો રેકર્ડ હાથવગો રહેતાં ગુનાખોરી પર નિયંત્રણ આવશે. આવી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુનેગારોની હિંમત તૂટશે. સીસીટીવી સર્વેલન્સ નેટવર્કનાં કારણે ડિટેકશન રેઇટ વધ્યો છે. આગામી ત્રણ મહિનામાં તમામ જિલ્લાઓને સીસીટીવી નેટવર્કથી સાંકળી લેવાની મહત્ત્વની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી.

મુખ્યમંત્રી રૃપાણીએ પ્રતિકરૃપે વિવિધ જિલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓને આ સ્માર્ટ ફોન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગુનાહીત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ છે. સ્માર્ટ સિટી અંતર્ગત ૩૦૦ કરોડથી વધુનાં ખર્ચે રાજ્યના શહેરી વિસ્તારોમાં સીટીટીવી નેટવર્ક ઉભુ કરીને ગુનાહીત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવાયો છે.

આગામી દિવસોમાં છ પ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામો અને ૩૩ જિલ્લાઓમાં સીસીટીવી નેટવર્ક કાર્યરત કરાશે. જેમાંથી ક્રાઈમ ડિટેકશન અને પ્રિવેન્શનમાં સફળતા મળશે. તેઓએ વધુમાં કહ્યું કે ગત વર્ષે પોલીસ તંત્રમાં ૧૮૦૦૦ નિમણૂકો કરાઈ હતી. આ વર્ષે નવી ૫૦૦૦ નિમણૂકો કરાશે. પોકેટ એપ એ નવુ હથિયાર છે. જેના વડે ગુજરાત પોલીસ વધુ સફળતા હાંસલ કરશે. આ પ્રસંગે મુખ્યસચિવ જે.એન.સિંઘ અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને ડીજીપી શિવાનંદ જ્હાપણ ખાસ હાજર રહ્યા હતા.

Post Comments