Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

NRIના પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાં ચાલુ રાખવાની છૂટ અપાઈ

- ઓક્ટોબર ૨૦૧૭માં ખાતાં બંધ કરાવી દેવાનું જણાવતો પરિપત્ર કરાયો હતો

- NRIના PPF ખાતામાં જમા પડેલી રકમ પર ભારતીયોને અપાતા વ્યાજ જેટલી જ રકમ અપાશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

નોન રેસિડન્ટ ઇન્ડિયન્સને પણ પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાઓ ચાલુ રાખવાની સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. અગાઉ ઓક્ટોબર ૨૦૧૮માં પરિપત્ર કરીને બિન નિવાસી ભારતીયોના પીપીએફના ખાતાઓ ડિસકન્ટિન્યુ કરી દેવા અને તેમાં પૈસા રાખી મૂક્યા હોય તો બચત ખાતાની માફક જ તેમાં પડેલા નાણાં પર માત્ર સાડાત્રણથી ચાર ટકા જ વ્યાજ આપવાની સૂચના આપી હતી.

હવે આ સૂચના પાછી ખેંચી લેવામાં આવી છે. પરિણામે જે એનઆરઆઈના ભારતમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ - પીપીએફના ખાતાઓ ચાલુ હશે તેમને તેમના ખાતાઓ ચાલુ રાખવાની છૂટ મળી છે. ત્રીજી ઓક્ટોબર ૨૦૧૭ના કેન્દ્રના નાણાં મંત્રાલયે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે એનઆરઆઈએ પીપીએફના ખાતાઓ ખોલાવ્યા હોય તો તે બંધ કરી દેવાના રહેશે.

આ ખાતાઓ ત્રીજી ઓક્ટોબર ૨૦૧૭ પછી પણ ચાલુ હશે તો તેમને તેમના ખાતામાં પડેલી રકમ પર માત્ર બૅન્કના બચત ખાતામાં પડેલા નાણાં પર આપવામાં આવતું વ્યાજ ચૂકવવાનું રહેશે. ઓક્ટોબર ૨૦૧૭ના કેન્દ્ર સરકારના પરિપત્રને કારણે સંખ્યાબંધ એનઆરઆઈ તકલીફમાં મૂકાઈ ગયા હતા. તેમને ખાતા વાઈન્ડ અપ કરાવવાની અથવા તો વ્યાજનો માર સહન કરતાં રહેવાની નોબત આવી ગઈ હતી.

તેથી ઘણાં એન.આર.આઈ.એ ભારત આવ્યા ત્યારે તેમના પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાઓ બંધ પણ કરાવવાની શરૃઆત કરી દીધી હતી. આ મુદ્દે એનઆરઆઈના પ્રતિનિધિઓ તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેથી તેમના એકાઉન્ટ ચાલુ રહેવા દેવા અને તેમને પણ ભારતના ખાતેદારો જેટલું જ વ્યાજ આપવા જણાવવામાં આવ્યું છે. ઓક્ટોબર ૨૦૧૭માં કરેલા પરિપત્રનો અમલ ૨૩મી ફેબુ્રઆરીના પરિપત્રની મદદથી બંધ કરાવી દેવામાં આવ્યો છે.

Post Comments