Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદા ડેમ ૧૧૭.૧૪ મીટરની જળ સપાટી સાથે ૮૫.૬૪% ભરાયો

-ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૧૭માં હાઇ એલર્ટ, ૬માં એલર્ટ જાહેર કરાઇ

અમદાવાદ,તા.16 જુલાઇ 2017, રવિવાર

ગુજરાતભરમાં પડેલા વ્યાપક વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૧૭માં હાઇએલર્ટ અને ૬માં એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર-નર્મદા ડેમની જળસપાટી ૧૧૭.૧૪ મીટર નોંધાઇ છે.આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૬૪ ટકા જેટલો ભરાયો છે.

રાજ્યના ૨૦૩ જળાશયોની પાણીની સંગ્રહ ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન ક્યુબીક મીટર પૈકી હાલમાં ૫૫૧૮.૦૪ મિલિયન ક્યુબીક ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ ધરાવે છે. રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે તેમાં કચ્છના સાનાન્દ્રો-ફતેહગઢ-ગજનસાર, જામનગર જિલ્લાના રૃપારેલ-સાપડા, મોરબી જિલ્લાના મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૨, ડેમી-૩, રાજકોટ જિલ્લાના લાલપરી-ઘોડાઘોરી-ખોડાપીપર, સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા-લીંબ-ભોગાવો-૧-મોરશાલ-ત્રિવેણીસંગ એમ કુલ ૧૭ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૃચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-૨-કનકાવતી, રાજકોટ જિલ્લાના આજી-૨-ન્યારી-૨, મોરબી જિલ્લાના ડેમી-૨ એમ કુલ ૬ જળાશયોને એલર્ટ જ્યારે અન્ય ૬ જળાશયોને ચેતાવણી આપવામાં આવી છે.

Post Comments