Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન નહીં થાય

- ચોમાસું આગળ વધતું અટક્યું અને નબળું પડયું:ગરમીમાં ફરી શેકાવું પડશે

અમદાવાદ, તા 13 જૂન 2018 બુધવાર

નૈઋત્યના મોસમી પવનો નબળા પડયા છે અને ચોમાસાનું આગમન કેરાલામાં વહેલું થયું હોવા છતાં તે હવે મુંબઇ, થાણે, અહેમદનગર, કટક, બંગાળમાં મદનીપોર સુધી આવીને અટકી ગયું છે એટલું જ નહીં પણ નબળું પડયું છે.

હવામાનખાતાએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે આગામી એક અઠવાડીયા સુધી ચોમાસાની ગ્રીડ આગળ વધે તેવા કોઇ પરિબળો નથી અને ચોમાસું આગળ વધતું નબળું પડયું છે. કેરાલા થી ગુજરાતના દરિયાકાંઠા સુધીના વિસ્તારમાં આજે દિવસભર કલાકના ૩૫ થી ૪૫ અને વધીને ૫૫ કિ.મિ. સુધીની ઝડપે સુસવાટાભર્યો પવન ફૂંકાયો હતો અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ પણ કરવામાં આવી હતી. ચોમાસાનું બંધાયેલું વાતાવરણ વેરવિખેર કરી નાખ્યું હતું. આકાશમાં વાદળો છૂટાછવાયા થઇ ગયા હતા.

રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૪૨ થી ૩૫ સે.ગ્રે. ડિગ્રી રહ્યું છે. અતિશય ગરમીના કારણે પશ્ચિમ દિશાના પવનોએ નૈઋત્યના પવનોને આગળ વધતા અટકાવી દીધાં છે. ચોમાસાની ગ્રીડ અત્યારે મહારાષ્ટ્રમાં મુંબઇ સુધી ૧૯ ઉત્તર અક્ષાંસ અને ૬૦ પૂર્વ રેખાંશે આવીને અટકી ગઇ છે. આ સપ્તાહ દરમ્યાન રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હજુ પણ ૪૨ સે.ગ્રે. ડિગ્રી જેટલું રહેવાની સંભાવના હોવાથી વરસાદની કોઇ સંભાવના રહેતી નથી.

Post Comments