Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્ડિગોના એક વિમાનનું એન્જીન ૧૮ મહિનામાં ૬૯ વાર બદલવું પડયું

- મુસાફરોની સલામતી અધ્ધરતાલ?

- દર આઠ દિવસે એન્જીન બદલવુ પડયુ : ત્રણ વખત ચાલુ ફ્લાઈટે એન્જીન બગડવાના પ્રસંગ નોંધાયા

અમદાવાદ, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

ભારતની પ્રાઈવેટ સેક્ટરની એરલાઈન્સ ઈન્ડિગોના મુસાફરોની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સર્વિસમાં દાંડાઈ માટે તો બધી એરલાઈન્સ જાણીતી છે, પરંતુ મુસાફરોની સલામતી અંગે પણ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. કેમ કે ઈન્ડિગોએ મે-૨૦૧૬થી નવેમ્બર ૨૦૧૭ સુધીના ૧૮ મહિનામાં પોતાના એક વિમાનનું એન્જીન ૬૯ વખત બદલ્યું હતું. વિમાનમાં એન્જીન બદલવા પડતા હોય છે, પરંતુ આ બદલાવનું પ્રમાણ ઘણુ ઊંચુ છે.

સામાન્ય રીતે ૧૦૦ જેટલી સંખ્યામાં વિમાન હોય તો સરેરાશ વર્ષે ૧૩થી ૧૫ વખત એન્જીન બદલવા પડે. બધા વિમાનો વચ્ચે આટલા એન્જીનમાં ખરાબી જોવા મળતી હોય છે. પરંતુ ઈન્ડિગોના તો ૩૨-એ-૩૨૦ પ્રકારના વિમાનમાં ૧૮ મહિના દરમિયાન પ્રાટ એન્ડ વ્હિટની કંપનીએ બનાવેલા ૧૧૦૦ સિરિઝના એન્જીનમાં સતત ખરાબી જોવા મળી હતી. કંપનીએ દર આઠ દિવસે એક વખત એન્જીન બદલવુ પડયુ હતુ.

દરેક વિમાન ઉડાન ભરે એ પહેલા તેની સલામતી અંગે વિવિધ ટેસ્ટ થતા હોય છે. ઉડાન પછી પણ આવા ટેસ્ટ થતા હોય છે. એ દરમિયાન એન્જીનમાં ખામી જણાય તો તેને તુરંત બદલી નાખવામાં આવતુ હોય છે. ઈન્ડિગોના વિમાનમાં તો આ ગાળામાં ત્રણ વખત ચાલુ ફ્લાઈટે એન્જીનમાં ગરડબ થવાના કિસ્સા પણ નોંધાયા હતા.

Post Comments