Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો ભૂખ હડતાળ કરે તો હાર્દિક પટેલ વિરુધ્ધ ૩૦૯ હેઠળ ગુનો નોંધી જેલભેગો કરાશે

- અનામતના ભૂતને ધૂણતું અટકાવવા ભાજપ સરકારે ગોઠવણ કરી

- આત્મહત્યાની કોશીશ મુજબ ગુનો નોંધાય તો એક વર્ષ સુધીની જેલ થઇ શકે છે,સરકારે કાયદાકીય સલાહ લીધી

અમદાવાદ, તા. 9 જુલાઇ, સોમવાર, 2018

ગુજરાતમાં ફરીવાર અનામતનુ ભૂત ધુણ્યુ છે.પાટીદારોએ અનામતની માંગ સાથે શહીદયાત્રાનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે જેના પગલે ભાજપ સરકારે આ સમગ્ર લડત અટકાવવા કાયદાકીય સલાહ લીધી છે. હાર્દિક જો ભૂખ હડતાળ પર ઉતરશે તો, ૩૦૯ મુજબ ગુનો નોંધી જેલભેગો કરવા સરકારે તૈયારીઓ કરી છે.

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારો ફરી એકવાર ભાજપ સામે પડયાં છે. અનામત આપો તેવી માંગને બુલંદ બનાવતા ભાજપ સરકારની મુશ્કેલી વધી છે.એક તરફ,ઉંઝાથી પાટીદારોની શરુ થયેલી શહીદયાત્રા અમદાવાદ આવી પહોંચી છે.

યાત્રામાં પાટીદારોની જનમેદની ઉમટી રહી છે. દરમિયાન,હાર્દિકે એવી જાહેરાત કરી છેકે,મારો જીવ ભલે જાય,સરકારે અનામત આપવી કે કેમ તેનો નિર્ણય જાહેર કરવો જ પડશે.સમાજ માટે લડીશુ અને જીતીશું.

હાર્દિક પટેલ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેવી ભીતિને પગલે ભાજપ સરકારે કેન્દ્રીય મોવડીમંડળનુ ય માર્ગદર્શન મેળવ્યુ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત જો હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર ઉતરે તો,૩૦૯ મુજબ ગુનો નોંધવામાં આવશે.આત્મહત્યાનો પ્રયાસ ગણાવી હાર્દિકની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે,૩૦૯ કલમ હેઠળ આરોપીને એક વર્ષ સુધીની જેલ થઇ શકેછે અને આર્થિક દંડની પણ જોગવાઇ છે. ટૂંકમાં,આમરણાંત ઉપવાસ અટકાવવા સરકારે અત્યારથી તૈયારીઓ કરી લીધી છે. જોકે,સરકારે એ પાસાની પણ ચર્ચા કરી છેકે,હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવે તો,ભાજપ સરકાર વિરુધ્ધ પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી શકે કે કેમ.

Post Comments