Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દારૂની પરમીટ ધરાવનારાઓને સરકાર જ બુટલેગરો પાસે જવા મજબૂર કરી રહી છે

- જાણો કેવી છે ગુજરાત સરકારની બેવડી નીતિ...

અમદાવાદ, તા. 14. જૂન 2018 ગુરૂવાર

ગુજરાતની દારૃબંધી 1960થી માત્ર કાગળ ઉપર રહી છે, ગુજરાતમાં દારૃ પીનારા કયારેય નિરાશ થયા નથી, પરંતુ હવે તો ગુજરાતમાં જેમની પાસે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આપવામાં આવતી પરમીટ છે તેમને પણ બુટલેગરો પાસેથી ત્રણ મહિનાથી દારૃ ખરીદવો પડે છે કારણ ત્રણ મહિનાથી પરમીટના નવી નિતી બનાવવાના બહાને જુની પરમીટ રીન્યુ કરવાની બંધ કરી દીધી છે, જેમની પાસે ગુજરાતમાં સરકારી પરમીટ છે તે તમામ એટલે સીત્તેર હજાર પરમીટ ધારકો પાસે હેલ્ફ પરમીટ છે.

આ તમામ પરમીટ ધારકોને એવી શારિરીક અને માનસીક બીમારી છે કે જેમા તેમને દારૃ તરીકે દવા લેવી પડે છે. આ બીમાર પરમીટ ધારકોની દવા લેવાની પરમીટ સરકારે બંધ કરી એટલે તેઓ દવા તો બંધ કરવાના નથી, તેઓ પહેલા પરમીટ ઉપર દારૃની દુકાનમાંથી દારૃ ખરીદતા હતા હવેતેઓ બુટલેગર પાસેથી દારૃ ખરીદે છે.

નશાબંધીના નિયમ પ્રમાણે જેમની પાસે હેલ્થ પરમીટ છે તેમને દારૃની દુકાનમાંથી નિયત દારૃ મળે છે, આ તમામને મેડીકલ ગ્રાઉન્ડ ઉપર પરમીટ આપવામાં આવી છે તેનો અર્થ એવો છે કે આ પરમીટ ધારકો માટે દારૃ દવાના સ્વરૃપમાં છે. એક વખત સરકારે તેમને દવા તરીકે દારૃ લેવાનો પરવાનો આપ્યો હવે તે પરવાનો રીન્યુ કરવાનો બંધ કરી દીધો છે.

નશાબંધીના આંકડા પ્રમાણે આખા ગુજરાતમાં દર મહિને પાંચથી સાત હજાર પરમીટ ધારકોની પરમીટ રીન્યુ થાય છે, પરંતુ નશાબંધી વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલા નવી નિતી લાવી રહ્યા છે તેવુ કારણ આપી નશાબંધી કમિશનરને જુની પરમીટ રીન્યુ કરવા અને નવી પરમીટ આપવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

આમ હમણાં સુધી જેમની પાસે પરમીટ હતી તેવા અઢાર હજાર કરતા વધુ પરમીટ ધારકો પરમીટ રીન્યુ કરવા માટે ધક્કા ખાય છે અને નશાબંધી વિભાગ તેમની પરમીટ રીન્યુ કરતી નથી, તેના કારણે હવે તેઓ માન્ય દુકાનમાંથી દારૃ ખરીદી શકતા નથી માટે બુટલેગર પાસેથી દારૃ ખરીદી રહ્યા છે.

Post Comments