Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસું વાવણીમાં ખેડૂતોની પાછીપાની, ગત વર્ષ કરતાં આ વર્ષે અડધું ય વાવેતર થયું નથી

- વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યો

- ૧૧ જૂન સુધી ૮૨,૬૪૬ હેક્ટરમાં વાવણી થઇ, ગત વર્ષે આ જ સમયે ૨,૦૫,૭૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

૧૫મી જૂનથી ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ હોઇ સામાન્ય રીતે ખેડૂતો પ્રિમોન્સુન વાવણી કરી દે છે.જોકે,હવે એકાદ અઠવાડિયુ વરસાદ આવે તેવી સંભાવના છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ચોમાસા વાવણીમાં પીછેહટ કરી છે જેના પગલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અડધુંય વાવેતર થઇ શક્યુ નથી.

એક તરફ,અસહ્ય ગરમી પડી રહી છે જેના લીધે ખેડૂતોએ મોડી વાવણી શરુ કરી છે. આ ઉપરાંત સિંચાઇના પાણીની અછતનો ય પ્રશ્ન મોડા વાવેતરમાં મુખ્ય ુપરિબળ છે. ૧૧ જૂન સુધી ગુજરાતમાં વાવેતરની પરિસ્થિતી પર એક નજર નાંખીએ તો,અત્યારે ૧૪,૩૬૮ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે.વાસ્તવમાં ગત વર્ષે ૧૧ જૂન સુધીમાં મગફળીનું વાવેતર ૪૪,૮૦૦ હેક્ટરમાં થયુ હતું. આ વખતે અત્યાર સુધી માત્ર ૦.૯૫ ટકા મગફળીની વાવણી થઇ શકી છે.

કપાસની ગત વર્ષે આ સમયે ૧,૪૨,૦૦૦ હેક્ટરમાં વાવણી થઇ હતી જયારે આ વર્ષે માત્ર ૪૭,૯૦૭ હેક્ટરમાં વાવેતર થયુ છે. એટલે માત્ર ૦.૬૧ ટકા વાવણી થઇ છે. ઘાસચારાની ૦.૯૯ ટકા વાવણી થઇ શકી છે. આ વર્ષે ૧૦,૮૭૫ હેક્ટરમાં ઘાસચારાનુ વાવેતર થઇ શક્યુ છે.ગત વર્ષે ૧૨૦૦૦ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. અન્યપાકોનુ વાવેતર કુલ મળીને ૧.૫૪ ટકા થયુ છે.એટલે કે ૬૫,૨૯૪ હેક્ટરમાં પ્રિમોન્સુન વાવણી થઇ છે. જે ગત વર્ષે ૧,૫૯,૪૦૦ હેક્ટરમાં વાવણી થઇ હતી.

તેલીબિયાનાં પાકોનું કુલ ૧૪,૭૬૮ હેક્ટરમાં વાવેતર થયુ છે.ગત વખતે ૪૪,૮૦૦ હેક્ટરમાં તેલીબીયા પાકો વવાયા હતાં. ટૂંકમાં અત્યાર સુધી ગુજરાતભરમાં માત્ર ૦.૯૬ ટકા વાવણી થઇ છે. ગત વર્ષે ૨,૦૫,૭૦૦ હેક્ટરમાં આ સમય દરમિયાન વાવણી થઇ હતી જેના બદલે આ વખતે માત્ર ૮૨,૬૪૬ હેક્ટરમાં વાવણી થઇ છે.જે દર્શાવે છેકે,ખેડૂતોએ આગોતરી વાવણી ઓછી કરી છે.

પોષણક્ષમ ભાવો ન મળતાં હવે ખેડૂતોને ખેતઉત્પાદનનો ખર્ચ પોષાય તેમ નથી પરિણામે ખેડૂતો આગોતરી વાવણી કરતાંય ખચકાય છે. મોઘા બિયારણ,ખાતર,જંતુનાશક દવા,ખેત મજૂરી ખર્ચ કર્યા બાદ વરસાદ ખેંચાય તો,બિયારણ બળી જાય જે ખેડૂતોને હવે પોષાય તેમ નથી.
ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી નબળી પડી છે જેના લીધે હવે પાંચ-છ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના નથી.

Post Comments