Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.ની જમીન પર ગેરકાયદે દબાણની શંકાઃસરકાર પાસે જમીનનો રિપોર્ટ માંગ્યો

-કલેકટર કચેરી હેઠળના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડઝમાં અરજી કરીને રિપોર્ટ માંગ્યો

 અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર


ગુજરાત યુનિવર્સિટીની જમીન પર ગેરકાયદે દબાણ કરાતુ હોવાની શંકાને પગલે યુનિ.દ્વારા સરકાર પાસે  જમીનો રીપોર્ટ માંગવામા આવ્યો છે.ગુજરાત યુનિવર્સિટી પાસે હાલ જમીનની ઈંચે ઈંચની પુરતી માહિતી નથી.જેથી યુનિ.એ કલેકટર કચેરી હેઠળના સુપ્રીન્ટડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડઝમાં અરજી કરીને ડીઆઈએલઆર રીપોર્ટ માંગ્યો છે.

ગુજરાત યુનિ.રાજ્યની સૌથી મોટી અને જુની યુનિવર્સિટી ગણાય છે.ગુજરાત યુનિ.પાસે એક સમયે ૭૦૦ એકર જેટલી જમીન હતી. સરકારે યુનિ.પાસેથી જમીન માંગતા અને કેટલીક જમીન ૧૩૨ ફુટ રિંગ રોડ સહિતની વિવિધ ટીપીમાં કપાતમાં જતા અને છેલ્લે સરકારે સમરસ હોસ્ટેલ માટે જમીન માંગતા હાલ ગુજરાત યુનિ.પાસે ૨૦૦  એકરથી વધુ જમીન રહી છે.જેમાં જીએમડીસી પાસેનું વિશાળ ગ્રાઉન્ડ, કન્વેન્શન હોલ સહિતની જમીનનો પણ સમાવેશ થાય છે.

પરંતુ આટલી જમીનમાં પણ કેટલીક જગ્યાએ ગેરકાયદે દબાણ થતુ હોવાનું શંકા છે.ગુજરાત યુનિ.ના કુલપતિનું કહેવુ છે કે થોડા સમયે પહેલા જીએમડીસી નજીકના યુનિ.ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા અંધકન્યા છાત્રાલય પાસેના રોડ પર દબાણ કરાયુ હોવાનું મને લાગ્યુ હતુ કે ત્યાંનો રોડ યુનિ.નો રોડ હોવા છતાં પણ તે અંદરથી કપાતો હતો.

હાલ યુનિ.પાસે યુનિ.ની જમીનની ફુટે ફુટ અને ઈંચ ઈંચની માહિતી નથી.જેથી યુનિ.જમીનની સચોટ માહિતી મેળવવા માટે અમે ડીઆઈએલઆર રીપોર્ટ માંગ્યો છે.જેમાં ૧૬૦૦૦ રૃપિયા પણ ભરીદેવામા આવ્યા છે.કલેકટર કચેરીના રેવન્યુ ડીપાર્ટમેન્ટ એટલે કે મોજણી કચેરી હેઠળના સુપ્રીન્ટડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડઝમાં ડિસ્ક્ટ્રીક ઈન્સપેકટર ઓફ લેન્ડ રેકોર્ડઝ(ડીઆઈએલઆર) પાસેથી રીપોર્ટ માંગ્યો છે.

આ રીપોર્ટમાં સરકારના મોજણી ખાતાના માણસો યુનિ.ની જમીન ખરેખર કેટલીક છે અને ક્યાં સુધી ફેલાયેલી છે તેની સચોટ માહિતી છે.મહત્વનું છે કે આપહેલા યુનિ.દ્વારા સરકારની કચેરી પાસેથી આવો લેન્ડ રેકોર્ડ ક્યારેય પણ માંગવામા આવ્યો નથી અને યુનિ.ની જમીન ખરેખર ક્યાં સુધી ફેલાયી છે અને હાલ યુનિ.ની જમીન પર કેટલી ટીપી છે તે સહિતની કોઈ માહિતી યુનિ.ના એસ્ટેટ વિભાગ પાસે છે જ નહી.જેથી યુનિ.ના હાલનાકુલપતિએ આ રેકોર્ડઝ માંગ્યો છે.

Post Comments