Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટયુશન ક્લાસની સિડી ઊતરી રહેલા વિદ્યાર્થીને કરંટ લાગતા મોત

-લોખંડની સિડી ઊતરતો હતો ત્યારે બનેલો બનાવ: ક્લાસીસની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વટવામાં ટયુશન ક્લાસીસની લોખંડની સિડી ઊતરી રહેલા એક ૧૬ વર્ષના વિદ્યાર્થીને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ ક્લાસીસની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. વટવા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ વટવામાં ઘોડાસરમાં સૂર્યકિરણ રોહાઊસમાં રહેતો હાર્દિક દિપકભાઈ ગુપ્તા (૧૬) તેના ઘર નજીક વનદેવી કોમ્પ્લેક્ષ સ્થિત સંતોષી ગુ્રપ ટયુશન ક્લાસીસમાં જતો હતો.
તા. ૧૧.૮.૨૦૧૭ નાં રોજ સાંજે ૫.૩૦ વાગ્યે તે ક્લાસીસમાંથી પરત આવી રહ્યો હતો. જેમાં ક્લાસીસની લોખંડની સિડી ઊતરતી વખતે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

બીજીતરફ તેના પરિવારજનોએ ક્લાસીસની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. વટવા પોલીસના જણાવ્યા મુજબ હાલમાં તેમણે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આ બનાવમાં કોઈની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Post Comments