Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના સ્માર્ટ વિલેજ પુંસરી ગામનું જીપીએસ મેપિંગ થશે

-સ્માર્ટ વિલેજ થકી ગ્રામિણ સશક્તિકરણ વિષય પર સેમિનાર યોજાયો

-૧૦ કોર્પોરેટ કંપનીઓ પુંસરી મોડલ પર કામ કરશે ઃ એશિયાના બેસ્ટ વિલેજ મેલોંગના સરપંચે અનુભવ વર્ણવ્યા

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૧૭ના બીજા દિવસે સ્માર્ટ વિલેજ થકી ગ્રામિણ સશક્તિકરણ વિષય આધારિત સેમિનાર યોજાયો હતો જેમાં એશિયાના સૌથી સ્વચ્છ વિલેજનું ખિતાબ મેળવનારાં મેઘાલયના મલોંગ ગામના સરપંચ અને સાબરકાંઠાના પુંસરી ગામના સરપંચોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતાં. આગામી દિવસોમાં આ ગામનું જીપીએસ મેપિંગ કરાશે જેથી દર વર્ષે ગામવિકાસ વિશેનો ખ્યાલ આવશે.

આ સમિટમાં ઉપસ્થિત પુંસરી ગામના સરપંચ હિંમાશુ પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં દસેક કંપનીઓએ પુંસરી મોડલ પર કામ કરવા ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવે કોર્પોરેટ કંપનીઓ પ્રોફિટફંડના ૨ ટકા નાણાં રાજ્યના ૧૦૦થી વધુ ગામડાઓના વિકાસ પાછળ ખર્ચશે. આગામી દિવસોમાં પુંસરી ગામનુ ડિઝીટલાઇઝેશન કરાશે તે વિશે તેમણે જણાવ્યું કે, ગામમાં કયા વિસ્તાર,ફળિયામાં પાણીનું સ્તર કેટલું છે , ગટર-રસ્તા કયાં કયાં છે, પ્રત્યેક ગ્રામજનની જમીન કેટલી છે ,મકાન,સાધન સહિત બેંક સાથે નાણાંકીય વ્યવહાર કરે છે કે કેમ તે તમામ વિગતોનો ડેટા એકત્ર કરાશે. આ કારણોસર ગામમાં કયાં વિકાસના કામો કરવાની જરૃર છે તેનો અંદાજ આવી શકશે. હવે પુંસરીમાં એક ખાનગી બેન્કે કેશલેસ માટે સોફ્ટવેર આપવા તૈયારી દર્શાવી છે.

મેઘાલયના મેંલોગ ગામને એશિયાનું સ્વચ્છ ગામનું બિરૃદ હાંસલ થયું છે તેના સરપંચે અનુભવ વ્યક્ત કર્યા હતાં . ૯૨ કુટુંબ ધરાવતું આ ગામની સ્વચ્છતાને લીધે ટુરિસ્ટ પોઇન્ટ બન્યું છે. પ્રવાસીઓ ગ્રામજનોના ઘેર જ રહીને પરંપરાગત મહેમાનનવાજી માણે છે.

યુનિસેફના યુએન કો.ઓર્ડિનેટર લુઇશ જ્યોર્જે રસ્તા,પાણી સહિતની પાયાની સુવિધા ઉપરાંત સાયબર કનેક્ટિવીટી સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. આઇઆઇએમના પ્રો.અનિલ ગુપ્તાએ ગ્રામિણ જનતાના ઇનોવેશનને પ્રોત્સાહન આપી મૂલ્યવર્ધિત પ્રવૃતિમાં જોડવા જણાવ્યું હતુ .

સેમિનારમાં નાબાર્ડ,નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન,આઇએસએસ-એશિયા સ્પેસિફિક તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપનીની સાથે ગ્રામિણક્ષેત્રના વિકાસના પ્રોજેક્ટ પર સમજૂતિ કરાર થયા હતાં.

Post Comments