Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિતિન પટેલને ભાજપના નેતાઓના સેક્સની સીડી ખાનગીમાં આપીશ , શંકરસિંહ વાઘેલા

-વિધાનસભામાં નલિયાકાંડ ગાજશે, કોંગ્રેસ આક્રમક મૂડમાં

-હાઇકોર્ટની સિટીંગ જજ દ્વારા સેક્સકાંડની તપાસ કરાવવા માંગ, અન્ના હજારે

અમદાવાદ ,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

નલિયા સેક્સકાંડ રાજ્યભરમાં ગાજ્યું છે. ભાજપના નેતાઓની સંડોવણી આ સેક્સકાંડમાં સંડોવણી બહાર આવી છે ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને છે . નાયબ મુખ્યમંત્રીના પડકાર ફેંકતા વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવો ધડાકો કર્યો કે, નિતિન પટેલને હું ખાનગીમાં ભાજપના નેતાઓની સેક્સલીલાનો નમૂનારૃપી એક સિડી ખાનગીમાં મોકલીશ . તેમની સાથે એવી શરત કરીશ કે, તે સીડી વાયરલ થાય નહીં, હું કોઇના ચારિત્ર્ય હનન કરવા માંગતો નથી .

બેટી બચાવો,બેટી પઢાવોના નારાં લગાવતાં ભાજપના રાજમાં જ બેટી સલામત રહી નથી તેવો આક્ષેપ કરી શંકરસિંહ વાઘેલાએ અન્ના હજારે અને બાબા રામદેવ પર તીર તાક્યું હતું. તેમણે આકરી ટીકા કરતાં જણાવ્યું કે, નિર્ભયાકાંડ બાદ ભાજપના ઇશારે મિણબત્તી સળગાવીને રાજકીય ડ્રામાબાજી કરતાં બાબા રામદેવ અને અન્ના હજારે હવે ગુજરાત આવે અને પિડિતાની વાચા માટેની લડાઇ લડે .
યુપીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓની વાતો કરે છે પણ તેઓ ગુજરાતમાં નજર કરે તો ખબર પડે કે, માંડવીની તા.પંચાયતની ભાજપની મહિલા સભ્ય પર ભાજપના એક સભ્યએ દુષ્કર્મ આચર્યું,પોલીસ ફરિયાદ ન લેતાં તેણે પિયરમાં જઇને પાવી જેતપુરમાં ફરિયાદ નોંધાવવી પડી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ નલિયાથી શરૃ થનારી ભાજપથી બેટી બચાવો રેલીની વિગતો આપી હતી . સિધ્ધાર્થ પટેલે પણ સેક્સકાંડના મામલે ભાજપના નેતાઓની ટીકા કરી હતી.










 

Post Comments