Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના તમામ બાંધકામ પરવાનગી 'ઓનલાઇન' અપાશે

-રાજ્યના વહીવટીતંત્રની તવારીખમાં સૌ પ્રથમવાર

-ટાઉન પ્લાનિંગ વિભાગને વ્યક્તિગત મકાન, બહુમાળી ઇમારત કે સોસાયટી બાંધવાની રજાચિઠ્ઠી મેળવવા માટે ઓનલા

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,તા.20 માર્ચ 2017, સોમવાર

ગુજરાતમાં બાંધકામ પરવાનગીની પ્રક્રિયાનું હાલ વિકેન્દ્રીકરણ છે પરંતુ હવે આ પ્રથાના સ્થાને રાજ્ય સરકાર ટુંક સમયમાં સત્તાનું કેન્દ્રિયકરણ કરી રાજ્ય કક્ષાએ 'ઓનલાઇન' બાંધકામ પરવાનગી આપવાની શરૃઆત કરશે. આ અંગેની બધી પૂર્વ તૈયારી પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં બાંધકામ પરવાનગી અંગે સ્થાનિક અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટિ વિવિધ નિયમો બનાવી વિકાસ પ્લાન તૈયાર કરે જેના આધારે જે તે મ્યુનિ. કોર્પોરેશન બાંધકામ મંજુરી આપવાની પ્રક્રિયા કરતી હોવાની પધ્ધતિ વર્ષોથી ચાલી આવી છે.

ગુજરાતમાં પ્રથમવાર આ પધ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય તાજેતરમાં રાજ્ય સરકારે લીધો છે અને તેના આધારે રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગે તમામ પ્રકારની બાંધકામની મંજૂરી તેમજ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જી.ડી.સી.આર.) જે હાલમાં વિવિધ શહેરોના અલગ-અલગ છે. તેના સ્થાને એક સરખા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગના ટાઉન પ્લાનર પરેશ શર્મા તથા ઉચ્ચ અધિકારીઓની ટીમે ખાનગી એજન્સી પાસે આ અંગેનું ખાસ પ્રકારનું 'સોફટવેર' તૈયાર કરાવ્યું છે.
કોઇપણ બાંધકામની મંજૂરી મેળવવા માટે રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગને ઓનલાઇન અરજી કરી નકશા રજૂ કરવાના રહેશે. ટૂંક સમયમાં આ નવી પ્રથા અમલમાં આવશે.

રાજ્યમાં પ્રથમવાર તમામ મહાનગર પાલિકા, નગરપાલિકા, વિકાસ સત્તા મંડળના વિસ્તારમાં વ્યક્તિગત એકલદોકલ મકાનનું બાંધકામ કે બહુમાળી ઇમારત કે સોસાયટીનું બાંધકામ હોય તે માટે જી.ડી.સી.આર.ના પ્રમાણે ઓનલાઇન બાંધકામ પરવાનગી એટલે કે રજાચિઠ્ઠી આપવામાં આવશે.
સ્થાનિક કક્ષાએથી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યાનું સર્ટીફિકેટ ગાંધીનગર જે તે સંબંધિત નગરપાલિકા, મહાનગર પાલિકા કે વિકાસ સત્તા મંડળ રજૂ કરશે અને જો તેમાં કોઇ વિસંવાદિતા કે ફેરફાર જણાશે તો ગાંધીનગરથી આખરી નિર્ણય લેવાશે.

બાંધકામની રજાચિઠ્ઠી માટે રૃા. ૯ કરોડના ખર્ચે સોફટવેર તૈયાર કરાયું

ગાંધીનગર ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામનું કેન્દ્રિકરણ કરવા '' ઓટો જીડીસીઆર અને 'ઓટોકેડ' સોફટવેર વિકસાવ્યું છે. જેની પાછળ રૃા.૯  થી ૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ સોફ્ટવેરમાં એક સમાન જી.ડી.સી.આર. હોવાથી બાંધકામ પરવાનગી  માટે ઓનલાઇન આવતી અરજીમાં અરજદારે નિયમ પ્રમાણેનાં નકશા રજૂ કરવાના રહેશે.

જી.ડી.સી.આર સાથે સુસંગત નહી હોય તેવા કોઇ નકશા રજૂ થયા હશે તો આ સોફટવેર તેને સ્વિકારશે જ નહી. ગુજરાતમાં એક સરખા જીડીસીઆર નિયમો બનાવવામાં આવશે. તેમાં માર્જીનની જગ્યા પાર્કિગ, સ્પેસ, મકાનની ઉંચાઇ વિગેરે બાબતોના માપ એક સરખા રાખવામાં આવશે. જેથી બાંધકામ ક્ષેત્રે એકસુત્રતા જળવાઇ રહેશે અને ગેરરીતિ પર આપોઆપ બ્રેક વાગશે.
આ સોફ્ટવેરમાં એક સાથે ઓનલાઇનમાં મળતી સંખ્યાબંધ અરજીઓ પ્રોસેસ કરી એક સાથે મંજૂરી આપી શકાય તેવા સોફટવેર પણ તૈયાર કરાયા છે.

Post Comments