Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વાઈન ફ્લૂથી ૧૭૦નાં મોત થયા પછી સરકાર જાગી:૩ કરોડ લોકોનો સરવે

-CMની જિલ્લા કલેક્ટરો-મ્યુનિ. કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ

-સ્વાઈન ફલુના નિયંત્રણ માટે આરોગ્યની ૧૭૦૦૦ ટીમ, ૪૦ હજાર આશા-ઉષા બહેનો તથા ૫૦૦૦થી વધુ ડૉક્ટરો ઉતરાયા

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં ખતરનાક ગણાતા સ્વાઈન ફલુએ ભારે હાહાકાર મચાવી દેતાં સરકાર જાગી છે. હવે સ્વાઈન ફલુને કાબુમાં લેવા તેમજ દર્દીઓને તાત્કાલિક તમામ સારવાર મળે તે માટેના પગલા પણ રાતોરાત શરૃ કરી દીધા છે. ઘરે ઘરે સર્વેલન્સ સઘન બનાવીને ત્રણ કરોડ નાગરિકોનો સર્વે કરી દેવાયો હોવાનો દાવો સરકારે કર્યો છે. આ રોગના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ૧૦૦૦ ટીમ, ૪૦ હજાર આશા-ઉષા બહેનો તથા ૫૦૦૦થી વધુ ડૉક્ટરો અને ૩૦૦૦થી વધુ આયુષ ડૉક્ટરોને મેદાનમાં ઉતારાયા છે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓ અંગે જિલ્લા કલેક્ટરો, મ્યુનિ. કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે તાકીદની વીડિયો કોન્ફરન્સ કરી સ્થિતિનો તાગ મેળવી જરૃરી સૂચના-માર્ગદર્શન આપ્યું છે. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન. સિંઘ ઉપરાંત આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ૧૦૪ હેલ્પલાઈનનો બહોળો પ્રચાર-પ્રસાર કરીને સ્વાઈન ફ્લુ-તાવની જાણકારી માટે જાહેર સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરાશે. સરકારી દવાખાનાઓમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાશે. આગામી તહેવારોના દિવસોમાં યોજાતા લોકમેળાઓમાં બીમાર વ્યક્તિઓ ન જાય તેમજ બાળકો બીમાર હોય તો શાળાએ ન મોકલવાનું સૂચન મુખ્યમંત્રીએ કર્યું છે.

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો પ્રથમ કેસ જાન્યુઆરીમાં નોંધાયો ત્યારથી જ આરોગ્ય તંત્રએ તમામ તકેદારી રાખવાનું શરૃ કર્યું હતું. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ૧-૧-૧૭થી ૧૧-૮-૧૭ સુધીમાં ગુજરાતમાં સ્વાઈન ફલુના ૧૩૪૪ દર્દીઓ આવ્યા છે. જેમાંથી ૪૬૬ દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ગયા છે. ૭૦૮ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.
સ્વાઈન ફલુના દર્દીઓની સારવાર માટે ૨૩ મેડીકલ કોલેજો અને તમામ જિલ્લા હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડની સંખ્યા છે. ગંભીર પ્રકારનાં દર્દીઓના આઈસોલેશ કરવા માટે ૬૮૦ જેટલા આઈસોલેશન બેડ તથા નર્સ-ડૉક્ટરો ઉપલબ્ધ છે.રાજ્યની ૯ મેડીકલ કોલેજોમાં ટેસ્ટીંગ લેબોરેટરી છે. આવા દર્દીઓનું ટેસ્ટીંગ પૂર્ણ કરવામાં ૧૨ કલાક જેટલો સમય થાય છે. અહીં વિના મૂલ્યે ટેસ્ટીંગ થાય છે.


સરકારી આંકડા મુજબ સ્વાઈન ફલુથી રાજ્યમાં કુલ ૧૭૦ના મોત

ક્રમ    જિલ્લાનું નામ    કુલ કેસ    કુલ
     
૧.    અમદાવાદ-કોર્પોરેશન    ૩૮૨    ૩૭
૨.    વડોદરા-કોર્પોરેશન    ૧૯૭    ૦૫
૩.    સુરત-કોર્પોરેશન    ૯૫    ૧૦
૪.    રાજકોટ-કોર્પોરેશન    ૯૨    ૧૭
૫.    કચ્છ    ૮૮    ૧૪
૬.    રાજકોટ    ૫૦    ૧૩
૭.    જુનાગઢ    ૩૬    ૦૭
૮.    ભરૃચ    ૩૦    ૦૬
૯.    જામનગર    ૨૬    ૦૭
૧૦.    સુરેન્દ્રનગર    ૧૫    ૦૭
૧૧.    ગીર-સોમનાથ    ૨૮    ૦૪
નોંધઃ સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફલુનાં કુલ ૧૩૪૪ કેસ નોંધાયા છે. જે પૈકી ૪૬૬ લોકો સારવાર લઈને ઘરે પાછા ગયા છે. જ્યારે કુલ ૧૭૦ લોકોનાં મોત થયા છે.

Post Comments