Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારે વરસાદથી ૧ ટ્રેન રદ, ૩ ટ્રેનને રીશેડયૂલ કરવામાં આવી

-મેઇન્ટેનન્સને પગલે શનિવાર માટે અમદાવાદ-ગાંધીનગર મેમુ એક્સપ્રેસ કેન્સલ

અમદાવાદ, તા.12 જુલાઇ 2018,ગુરૂવાર

મુંબઇમાં પડેલા ભારે વરસાદથી સતત ત્રીજા દિવસે રેલવે વ્યવહાર ઉપર અસર પડૂી છે. આજે પૂણે-અમદાવાદની દુરંતો એક્સપ્રેસને રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ત્રણ ટ્રેનને રીશેડયૂલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આવતીકાલે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે સામાન્ય રીતે દોડતી શતાબ્દિ એક્સપ્રેસમાં વરસાદને લીધે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે કામચાલાઉ ધોરણે તૈયાર કરવામાં આવેલા ટ્રેનના કમ્પાર્ટમેન્ટને આધારે શતાબ્દિ એક્સપ્રેસ આવતીકાલે દોડાવવામાં આવશે. જેમાં ૩એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, ૧ અનુભૂતિ કોચ,૧૨ એસી ૩ ટાયર કોચનો સમાવેશ થાય છે. જેના પગલે કેટલાક મુસાફરોના કમ્પાર્ટમેન્ટ પણ આવતીકાલ પૂરતા બદલવામાં આવશે.


આ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટ ખાતેના રેલવે બ્રિજ પર મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોવાથી ૧૪ જુલાઇના અમદાવાદ-ગાંધીનગર મેમુ એક્સપ્રેસ (૬૯૧૩૧/૬૯૧૩૨)રદ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેની કઇ ટ્રેન ગુરુવારે રદ કરાઇ?

ટ્રેન નં. ૧૨૨૯૮ ઃ પૂણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ.
કઇ ટ્રેનને રીશેડયૂલ કરાઇ?
ટ્રેન નં. ૧૬૩૩ ઃ વેરાવળ-તિરુવનંતપુરમ્ એક્સપ્રેસ સવારે ૪ઃ૨૫ને સ્થાને રાત્રે ૧૦.
ટ્રેન નં. ૨૨૦૯૮ ઃ હાપા-મડગાંવ એક્સપ્રેસ સવારે ૩ઃ૧૫ને સ્થાને સાંજે ૫ઃ૧૫.
ટ્રેન નં. ૨૨૯૧૮ ઃ હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ સાંજે ૬ઃ૪૫ને સ્થાને સાંજે ૭ઃ૪૫.
કઇ ટ્રેન આંશિક રદ?
ટ્રેન નં. ૧૭૦૧૭ ઃ રાજકોટ-સિકંદરાબાદ એક્સ. રાજકોટથી વડોદરા પૂરતી કેન્સલ.

Post Comments