Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

બેન્ડ-સ્ટેન્ડને બદલે ભજન-સ્ટેન્ડ

તેરે દ્વાર ખડા એક જોગી, ના માંગે યે સોના-ચાંદી માંગે દરશન દેવી... ઉત્તર પ્રદેશમાં જ્યારથી  ભગવાધારી યોગી આદિત્યનાથ આવ્યા છે ત્યારથી  દૂષણોને  દંડુકા ફટકારી દૂર કરવામાં મંડી પડયા  છે. એમની મહેચ્છા યુ.પી.ને દૂષણમુક્ત કરી ભૂષણયુક્ત કરવાની છે.

તીર્થયાત્રીઓની સહાય માટે જુદા જુદા પગલાં લેવાતા જાય છે. કૈલાશ- માનસરોવરના યાત્રાળુઓને અગાઉ ૫૦ હજારની સબસીડી અપાતી એ રકમ વધારી એક લાખ કરવામાં આવી છે. અયોધ્યામાં રામ-મંદિર કોણ  જાણે ક્યારે બંધાશે એ કોઈ કહી શકે એમ નથી. પરંતુ યોગીએ અયોધ્યામાં વિશાળ ભજન-સંધ્યા સ્થળ બાંધવાનું નક્કી કર્યું છે.

આ સ્થળે રોજ સાંજે   જુદા જુદી ભજન મંડળીઓ ભજનોની  રમઝટ બોલાવશે. આવું જ એક ભજન-સંધ્યા સ્થળ ચિત્રકૂટમાં  પણ રચાશે. ગોરાઓની હકૂમત હતી એ વખતે શહેરોમાં બેન્ડ-સ્ટેન્ડ બાંધવામાં આવતા હતા. અવારનવાર પોલીસ કે મિલિટરી બેન્ડવાળા આ બેન્ડ-સ્ટેન્ડમાં ગોઠવાઈને સંગીતની સૂચવેલી  રેલાવી લોકોનું મનોરંજન કરતા હતા. પરંતુ યાત્રાધામમાં ભજન-સંધ્યા સ્થળ રચવાનો વિચાર તો યોગીના ફળદ્રુપ  ભેજામાંથી  જ સંભવી શકે.

એટલે એમ કહેવાય કે ખાઈબદેલા સરકારી બાબુની  પૈસા ખાવાની એટલે કે 'રોકડિયા ભોજનની' ઉપર તરાપ મારી યોગીજી  ભજનની ધૂમ મચાવવા માગે છે. સાઈકવિ મકરંદ દવેએ લખ્યું છેને કે 'વજન કરે એ હારે મનવા, ભજન કરે એ જીતે... એટલે ભવિષ્યમાં ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી  ભારતીય જનતા પાર્ટીના નામમાં થોડો ફેરફાર કરી ભારતીય ભ-જનતા પાર્ટી નામ આપી શકાય કે નહીં?

રેશનકાર્ડ આપો અથવા મોત આપો

લોકશાહીમાં આ બે શબ્દ ચલણી બન્યા છે એક તો દાવા અને દાવાને  અવળેથી વાંચો તો થાય વા-દા. નેતાઓ મોટા મોટા દાવા કરે છે અને ચૂંટણી વખતે વાદા કરે છે પણ સત્તા મેળવ્યા પછી ગરીબો બિચ્ચારા આ દા-વા અને વા-દા વાગોળતા અને આંસુ સારતા રહે છે.

છત્તીસગઢની સરકાર પણ સહાય યોજનાઓ  જન-જન સુધી પહોંચાડવાનાદાવા કરે છે. પરંતુ ત્યાનો એક ગરીબ પરિવાર સસ્તું અનાજ મળી શકે  માટે રેશનકાર્ડ મેળવવા છેલ્લા ત્રણ વર્ષથી ધક્કા ખાઈને થાક્યો. 

તાજેતરમાં જ જિલ્લા પંચાયતના કાર્યાલયમાં  આયોજિત જનદર્શન  કાર્યક્રમમાં  પરિવારની મહિલાએ આવેદનપત્ર સોંપીને  માગ કરી હતી કે અમારા પરિવારને  રેશનકાર્ડ આપો અથવા ઈચ્છા-મૃત્યુની પરવાનગી આપો. જનપ્રતિનિધિઓ મત માગે અને મતદાર મોત માગે એ વિધીની કેવી વક્રતા કહેવાય?

મકાઈથી દોડશે મોટરો

મુંબઈ જેવા શહેરોમાં શોખીનો મોટરમાં બેસી બેસીને દરિયા કિનારે કે કોઈ ગાર્ડન પાસે શેકેલી મકાઈ ખાવા જતા હોય છે પણ આવનારા  દિવસોમાં મકાઈથી મોટરો દોડશે. આ દિશામાં  સરકારના પ્રયાસ ચાલુ છે. અત્યાર સુધી શરેડીમાંથી  સાકર બનાવતી વખતે જે કૂચા નીકળે એમાંથી એથેનોલ બનાવી વાહનોમાં ઈંધણ તરીકે વાપરવામાં આવતું હતું. હવે મકાઈમાંથી એથેનોલ મેળવી તેનો વાહનોમાં ઈંધણ તરીકે વાપરવાનું  સરકાર વિચારી રહી છે.

બ્રાઝીલમાં તો મકાઈમાંથી એથેનોલ મેળવી તેનો વાહનોમાં ઈંધણ તરીકે ભરપૂર ઊપયોગ  થાય છે. અમેરિકામાં થોડા સમય પહેલાં આ રીતે  મકાઈના ઈંધણનો વપરાશ શરૃ કરવામાં આવતા મકાઈના ભાવ ઊંચે ચડી ગયા હતા. આપણા દેશમાં આ પ્રયોગ  સફળ થશે તો અત્યાર સુધી મકાઈ ખાવા લોકો મોટરમાં  દૂર દૂર જતા, એને બદલે મકાઈથી મોટરો દોડવા માંડશે.

ડાયાબિટીસ અટકાવશે ઘઉં

કહેતી હૈ બિહાર કી જનતા સારી કી નીતિશને લાલુ કો ખિલાયા કરેલા કા હલુવા ભારી... બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે સપરિવાર ભ્રષ્ટાચારમાં ડૂબેલા લાલુ યાદવનો સાથ છોડી અને મહાગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે ઘણા ંબિહારીઓએ આ જોડકણું વહેતું કર્યું હતું કે ભાઈ નીતીશકુમારે તો લાલુ યાદવને કારેલાનો હલવો ખવડાવી ચાલતી પકડી. આપણે ત્યાં ડાયાબિટીસવાળા ઘણાં  લોકો કારેલાનો હલવો તો નથી ખાતા,

પણ કારેલાનો રસ જરૃર પીવે છે. કારેલાના રસથી આખું મોઢું કેવું કડવું થઈ જતું હશે? પણ આવનારા દિવસોમાં કદાચ ડાયાબિટીસના દરદીઓએ મોઢું કડવું કરવાની જરૃર ન પણ રહે. કારણ ઉત્તર પ્રદેશના ચંદ્રશેખર  આઝાદ કૃષિ-પ્રૌદ્યોગિકી વિશ્વ વિદ્યાલયની એક મહિલા વિજ્ઞાાનીએ ઘઉંની નવી પ્રજાતિ તૈયાર કરી છે જે ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી લોકોને બચાવશે. ડૉ. સીમા સોનકરે રાઈ અને ઘઉંના જીન  મેળવીને તૈયાર કરેલી આ પ્રજાતિને નામં આપ્યું છે ટ્રિટિકલ.

આ ટ્રિટિકલ ઘઉંમાં ફાઈબર,  ગ્લાઈસેમક ઈન્ડેક્સ અન ે પ્રોટીન પ્રચુર  માત્રામાં હોવાથી આરોગ્ય માટે  ખૂબ જ લાભદાયી છે. આ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં આ માનવનિર્મિત ઘઉંની પ્રજાતિના બીજ વિકસિત કરવામાં આવી રહ્યાં છે. આ ઘઉંના ઔષધીય ગુણો માણસને ડાયાબિટીસથી બચાવશે. આમ ભવિષ્યમાં કડવાણી કે કારેલા ન ખાઈ શક્તા હોય એ ટેસથી આ ઘઉં ખાઈ શકશે.

ગાંજાનો રંગ  ટકે દોઢ-બે હજાર વર્ષ

ગાંજો પીવે ઈ ગંજેરી. ગાંજાનો નશો ચડે ત્યારે  ગંજેરી રંગમાં આવી જાય. પણ નશો ઊતરતાની સાથે રંગ પણ ઉતરતો જાય. પણ તમે જાણો છો? એ રંગ દોઢ-બે હજાર વર્ષ ટકી શકે છે?  અજંટા-ઈલોરાની પ્રાચીન ગુફાઓની દિવાલ પર જે ચિત્રો છે એનો રંગ દોઢ-બે હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી એવો જામ્યો છે કે ઊખડવાનું નામ નથી લેતો.  પુરાતત્ત્વશાસ્ત્રીઓએ થોડા સમય  પહેલાં જ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જ્યારે આ ગુફાઓ બંધાઈ ત્યારે માટીની  સાથે ભાંગ-ગાંજા (કેનબીજ સેટીવા)નું  મિશ્રણ કરી તેનું પ્લાસ્ટર ગુફાની અંદરની બાજુએ  લગાડવામાં આવ્યું હતું. 

આને કારણે  જ સદીઓ વિત્યા છતાં  ગુફાઓને અંદરની બાજુએ જફા નથી પહોંચી અને ચિત્રનો રંગ પણ જળવાઈ રહ્યો છે. એટલે જ કહેવું પડે કે ગાંજો ભારે પડે ગંજેરીને  પણ એ જ ગાંજો રક્ષે ગુફાઓને. આ જોઈને ગાવાનું મન થાય ભંગ કા રંગ જમાઓ ચકાચક ફિર લો પાન ચબાય...

પંચ-વાણી

લાલુ યાદવના નામના જ્યારે બિહારમાં સિક્કા પડતા ત્યારે કહેવાતું કેઃ
જબ તક સમોસે મેં આલુ રહેગા
તબ તક બિહાર મેં લાલુ રહેગા
હવે કહેવું પડશેઃ
સમોસે મેં ભલે હી આલુ રહેગા
પર કબ તક બિહાર મેં લાલુ રહેગા?
યારો નીતિહિન રાજનીતિ કા ખેલ દેખો
લાલુ રહે ના રહે, ભ્રષ્ટાચાર ચાલુ રહેગા.
 

Post Comments