For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પીડિતા નહાતા હતા ત્યારે વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ ઝબ્બે

Updated: May 3rd, 2024

પીડિતા નહાતા હતા ત્યારે વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ ઝબ્બે

મિત્રતા કેળવી, મોબાઈલ નંબર મેળવી, ત્રણ માસ અગાઉ શખ્સ ઘરે આવ્યો હતો

બળાત્કાર અને આઈટી એક્ટના ગુનામાં શખ્સને ઝડપી લેતી રાજુલા પોલીસ  

રાજુલા: રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર તથા આઇ.ટી.એક્ટના ગુન્હાના આરોપીને રાજુલા પોલીસ ટીમે ઝડપી લીધો હતો અને ધોરણસર કાર્યવાહી કરી હતી. 

  પીડિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયા (ઉ.વ.૩૯ ધંધો.પ્લમ્બીંગ  હાલ રહે.રાજુલા ભેરાઇ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૫ તા. રાજુલા મુળ રહે.કેરીયા નાગેશ ગામ તા.જી.અમરેલી) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પ્રથમ ફરીયાદી સાથે મીત્રતા કેળવી બાદ ફરીયાદીનો  મોબાઇલ નંબર મેળવી ત્રણેક મહિના પહેલા ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની જાણ બહાર તેના મોબાઇલ ફોનમાં ફરીયાદી નહાતા હોય તેનો વીડીઓ ઉતારી લઇ અને ફરીયાદીને તે વીડીઓ મોકલી  બ્લેક મેઇલ કરી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સંબધ બાંધી ફરીયાદી સાથે બળાત્કાર કરેલ હોય અને ફરીયાદીને 'આ વાત કોઇને કરીશ તો તારો આ વીડીઓ વાઇરલ કરી દઇશ' તેવી બદનામ કરવાની ધમકી આપેલ હોય જે ગુનાના કામે આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન), ૫૦૬(૧) તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬(ઇ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયાને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. 

Gujarat