For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં ગેંડા સર્કલ પાસે મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી

Updated: May 3rd, 2024

વડોદરામાં ગેંડા સર્કલ પાસે મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી

Accident in Vadodara : વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં એટલાન્ટિસ K-10 કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં મહારાષ્ટ્ર થી રોજ આવતા ટેમ્પા વાળાએ પૂર ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલી લીટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. નસીબ જોગે રોજ હોટલની બહાર બેસતા દંપતી તે જગ્યાએ બેઠા નહીં હોવાથી આબાદ બચાવ થયો હતો.

ગઈ મોડી રાત્રે 1:00 વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટિસ K-10 કોમ્પલેક્ષમાં આવેલી લીસીઅસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રથી ટેમ્પો નંબર એમ.એચ.04 એલઈ-4121 લઈને સતીશ પાંડે અને તુકારામ નામના બે વ્યક્તિ લઈને આવતા હતા જેમાં તુકારામને ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે સતીશ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખવાડવામાં આવતો હતો ત્યારે નજીકની હોટલના સંચાલકે આ બંને વ્યક્તિને ટોક્યા હતા કે આ રીતે ટેમ્પો ચલાવતા નહીં તેમ છતાં તેઓ રોજ દારૂ પી ને ટેમ્પો તુકારામ સતીશ પાંડેને શિખવાડતો હતો.

દરમિયાનમાં આજે સતીશ પાંડે ટેમ્પો ગફલત ભરી રીતે ચલાવી લિટલ ભારત રેસ્ટોરન્ટના કાચ તોડીને ટેમ્પો હોટલમાં ઘૂસી ગયો હતો જેની નીચે એક એક્ટિવા પણ દબાવી દીધું હતું. આ હોટલના સંચાલક દંપતી જે જગ્યાએથી ટેમ્પો ઘૂસ્યો હતો તે જગ્યા પર બેસતા હતા પરંતુ નસીબ જોગે તે જગ્યા પર આજે બેઠા નહીં હોવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના તુકારામ અને સતીશ પાંડેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

Gujarat