For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છમાં પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

Updated: May 3rd, 2024

કચ્છમાં પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

ત્રણ દિવસ બેલેટથી મતદાન કરશે

કચ્છમાં વિધાનસભા મતવિસ્તારમાં બેલેટ પેપરથી મતદાન માટે કુલ ૦૬ ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા

ભુજ: મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત  પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારો માટે બેલેટ પેપરથી મતદાનની સુવિધા પુરી પાડવામાં આવે છે. ભુજમાં આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, કચ્છના તમામ ૦૬ વિધાનસભા મત વિસ્તારમાં પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારો તારીખ ૦૨/૦૫/૨૦૨૪થી તારીખ ૦૪/૦૫/૨૦૨૪ સુધી બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરશે.  પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારોએ નિભાવી હતી. ગેઝેટેડ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા  સમગ્ર જિલ્લામાં યોજવામાં આવી રહી છે. 

ભુજ સહિત તમામ ફેસિલિટેશન સેન્ટર ખાતે સવારથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. પોલીસ, એસઆરપીએફ, સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારોમાં બેલેટથી મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

Gujarat