For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોટા રાણારા ગામે વાંકલ માતાજીના મંદિરની દાનપેટીમાંથી 25 હજારની ચોરી

Updated: May 3rd, 2024

મોટા રાણારા ગામે વાંકલ માતાજીના મંદિરની દાનપેટીમાંથી 25 હજારની ચોરી

લોખંડની ગ્રીલ તોડી ગ્રીલ સાથે દાન પેટી ઉઠાવી રૂપિયા કાઢી ફેંકી ગયા

ભુજ: નખત્રાણા તાલુકાના મોટા રાણારા ગામે આવેલા વાંકલ માતાજીના મંદિરની લોખંડની ગ્રીલ તોડી તેની સાથેની દાન પેટી ઉઠાવી જઇ તસ્કરો દાનપેટીમાંથી ૨૫ હજારના પરપુરણની ચોરી કરી દાનપેટી બાવડની ઝાડીમાં ફેંકી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. 

મોટા રાણારા ગામે રહેતા જેશાભાઇ કાંયાભાઇ રબારીની ફરિયાદને ટાંકીને નખત્રાણા પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ૨૬ એપ્રિલના રાતથી ૨૭ એપ્રિલના સવારના સાત વાગ્યા દરમિયાન બન્યો હતો. રાણારા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના મંદિર વચ્ચે આવેલી લોખંડની ગ્રીલ તોડી તસ્કરો ગ્રીલ સહિત દાનપેટીની ચોરી કરી ગયા હતા. બાદમાં દાનપેટીમાંથી રોકડા રૂપિયા ૨૫ હજારની ચોરી કરીને દાનપેટી મંદિરથી ૨૦૦ મીટરના અંતરે બાવળની ઝાડીમાં ફેંકીને નાસી ગયા હતા. મંદિરની પુજા કરતા જેશાભાલ વેલાભાઇએ બનાવ અંગે ફરિયાદીને જાણ કરતાં આ અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Gujarat