For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં મળ્યા 5 કરોડ વર્ષ જૂના નાગના અવશેષ, IITએ લંબાઈનો કર્યો ખુલાસો તો સૌ કોઈ ચોંક્યા

Updated: Apr 20th, 2024

ગુજરાતમાં મળ્યા 5 કરોડ વર્ષ જૂના નાગના અવશેષ, IITએ લંબાઈનો કર્યો ખુલાસો તો સૌ કોઈ ચોંક્યા

Largest Snake Vasuki: ભારતમાં લગભગ 50 કરોડ વર્ષ પહેલા એક સાપ ફરતો હતો. વૈજ્ઞાનિકોએ એક સૌથી મોટા અજગર અને એનાકોન્ડા કરતા પણ વિશાળ એટલે કે એક સ્કૂલ બસ કરતા પણ લાંબો કહી શકાય એવા સાપની શોધ કરી છે. જેને 'વાસુકી ઈન્ડીકસ' નામ આપ્યું છે. ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા 'વાસુકી' નામના નાગ પરથી વાસુકી અને ઈન્ડીકસ એટલે ભારતનો એમ આ નામ પસંદ કરવામાં આવ્યું હતું. 

IIT રૂડકીના સંશોધકોએ કર્યો દાવો 

'સાયન્ટિફિક રિપોર્ટ્સ' નામની જર્નલમાં પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર લુપ્ત થયેલો આ સાપ વિશ્વના સૌથી લાંબા સાપમાંથી એક હતો, જેનો દાવો IIT રૂડકીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સાપ ફક્ત ભારતમાં જ જોવા મળતો હતો.  

મળેલા અવશેષો મગરના હોવાનું અનુમાન હતું 

વર્ષ 2005માં ગુજરાતના કચ્છની કોલસાની ખાણમાંથી 27 મોટા હાડપિંજરના ટુકડા ઉત્તરાખંડના રૂડકી IITના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. એ સમયે આ અવશેષ મગરના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પરતું ત્યારબાદ વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો હતો કે આ અવશેષ એક સંપૂર્ણ વિકસિત પુખ્ત સાપના છે. 

સાપના અસ્તિત્વના ઘણા કારણો વિષે અનુમાન

આ સાપની લંબાઈ 36 ફૂટથી લઈને 50 ફૂટ તેમજ તેનું વજન 1000 કિલો હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. તે સમયે આ વિશાળ સાપના અસ્તિત્વના ઘણા કારણો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે, જેમ કે તે સમયે તેના વિકાસ માટે સમય અનુકુળ હશે, તેને પુષ્કળ ખોરાક મળી રહેતો હશે અથવા તો તેનો કોઈ શિકાર નહિ કરતુ હોય. 

ગરમ તાપમાનમાં આટલો મોટો સાપ જીવી શકે

આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે આ સાપની ઉત્પતિ ભારતમાં જ થઈ હોવી જોઈએ, ત્યારબાદ દક્ષિણ યુરેશિયા થઈને ઉત્તર આફ્રિકા પહોંચ્યો હશે. આ સાપના અસ્તિત્વ સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોઈએ. તો જ આવા ગરમ તાપમાનમાં આટલો મોટો સાપ જીવી શકે છે. 

આ પ્રજાતિ મેડસોઇડી સમુહ સાથે સંકળાયેલી હતી

લગભગ 10 કરોડ વર્ષ પહેલા એટલે કે ક્રેટેસિયસ સમયગાળાના અંતથી પ્લિસ્ટોસીન સમયગાળા સુધી આ પ્રકારના સાપ અસ્તિત્વ ધરાવતા હતા. મેડાગાસ્કર, દક્ષિણ અમેરિકા, ભારત, આફ્રિકા અને યુરોપના દ્વીપસમૂહમાં આ સાપ જોવા મળતા હતા. પરંતુ ત્યારબાદ તે માત્ર ઉત્તર આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. 

તે ઝેરી ન હતો, શિકાર કરવામાં પણ ધીમો હતો

વાસુકી શું ખાતો તે સ્પષ્ટ નથી પરંતુ નજીકમાં મળેલા અન્ય અવશેષો સૂચવે છે કે સાપ કેટફિશ, કાચબા, મગર સાથે ભેજવાળા વિસ્તારોમાં રહેતો હતો. આથી તે જ તેનો શિકાર હોઈ શકે છે. વાસુકી ઝેરી ન હતો અને તેના વિશાળ કદ અને વજનને કારણે તે ઝડપથી તેના શિકારનો પીછો પણ સક્ષમ નહિ હોય.

મોટાભાગે જમીન પર જ રહેતો હશે 

વાસુકી ઇન્ડિકસની પાંસળીઓ કરોડરજ્જુ સાથે જોડાયેલી જોતાં, સંશોધકો માને છે કે વાસુકી ઇન્ડિકસનું શરીર વિશાળ, નળાકાર હતું અને મોટાભાગે જમીન પર રહેતું હતું. તેની સરખામણીમાં, જળચર સાપનું શરીર એકદમ સપાટ, સુવ્યવસ્થિત હોય છે.

Article Content Image

Gujarat