For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપાલા મુદ્દો વટનો સવાલ બનતાં ભાજપને મોટા નુકસાનના સંકેત, પાટીદારોને સાચવે કે ક્ષત્રિયોને?

Updated: Apr 20th, 2024

રૂપાલા મુદ્દો વટનો સવાલ બનતાં ભાજપને મોટા નુકસાનના સંકેત, પાટીદારોને સાચવે કે ક્ષત્રિયોને?

Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ ફુંકાયુ છે ત્યારે રૂપાલા ટિપ્પણી વિવાદમાં ભાજપ બરોબરનું ભેરવાયુ છે. હજુ ગુજરાતમાં ક્ષત્રિયો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ સંમેલનમાં ક્ષત્રિયોએ અલ્ટીમેટમ આપ્યુ હોવા છતાંય ભાજ૫ હાઈકમાન્ડ ઝૂકવા તૈયાર નથી. 

વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યુ છે. હવે સ્થિતી એવી પરિણમી છેકે, જો રૂપાલાને બદલવામાં નહી આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વટ તો રહેશે પણ વોટ ગુમાવવા પડશે. એટલુ જ નહીં, પાંચ લાખના માર્જીનથી ૨૬ બેઠકો જીતવાનો લક્ષ્યાંક હાંસલ નહી થાય તે નક્કી છે.

ક્ષત્રિય વિરુધ્ધ ટિપ્પણી કરતાં ભાજપ હાલ સામે પવને હોય તેમ લાગી રહ્યુ છે. ક્ષત્રિય પ્રભુત્વ વિસ્તારમાં તો ભાજપ વિરોધી માહોલ ઉભો થયો છે. ભાજપના જ ઉમેદવારો પ્રચાર કરવા જઈ શકે તેમ નથી. ગુજરાતમાં અંદાજે ૭૦ લાખ ક્ષત્રિય મતદારો લોકસભાની ચૂંટણીમાં ઝાઝી અસર કરી શકે તેમ નથી પણ ભાજપને તેના પાંચ લાખના જીતના લક્ષ્ય સુધી પહોંચવા દેશે નહી. 

એટલુ જ નહીં, જો ક્ષત્રિયો ઝનૂનપૂર્વક ભાજપ વિરુધ્ધ મતદાન કરે સાથે સાથે અન્ય જ્ઞાતિઓને ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવે તો લોકસભાની બેઠક પર પાંચ લાખની માર્જીનમાં ઘણાં અંશે ઘટાડો કરી શકે

છે. સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીમાં ખાસ્સી એવી અસર પહોંચાડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં આજે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, પોરબંદર, વડોદરા, સાબરકાંઠા, ખેડા અને આણંદ બેઠક પર ક્ષત્રિયો મતદારોની ટકાવારી ૬ થી માંડીને ૧૨ સુધીની છે. જો ક્ષત્રિયોની અવગણના કરવામાં આવે તો કોંગ્રેસ-આપને થોડા અંશે ય ફાયદો થઈ શકે છે જેનો ભાજપને ડર સતાવી રહ્યો છે.

મહત્વની વાત એ છે કે, પાટીદારો અને ક્ષત્રિયો ભાજપની મજબૂત વોટબેન્ક છે. હાલ ભાજપ કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી.આ જોતાં પાટીદારોને સાચવવામાં ભાજપ ક્ષત્રિય મતદારો ગુમાવી શકે છે. અત્યારે તો લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બિનઅસરકારકે સાબિત થઈ ગુજરાતમાં યોજાનારી પંચાયતની ચૂંટણીમાં ક્ષત્રિય ફેક્ટર ભાજપને ઘણું નુકશાન કરી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ કારણોસર જ રૂપાલા વિવાદનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

રૂપાલા વિવાદને કારણે ભાજપના ગળે હાડકુ ભરાયું છે. એક તરફ, ક્ષત્રિયો માટે સ્વમાનનો સવાલ છે તો બીજી તરફ, ભાજપનો ય વટનો પ્રશ્ન છે. હવે તો પીછેહટ કોણ કરે છે તેના પર સૌની નજર મુંડાઈ છે. પણ એટલુ ચોક્કસ છે કે, જે નુકશાન થશે તે ભાજપને જ ભોગવવું પડશે.

Article Content Image

Gujarat