For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ માસના પૌત્રને ડિવિડન્ડ મારફત કરોડોની કમાણી

Updated: Apr 20th, 2024

ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ માસના પૌત્રને ડિવિડન્ડ મારફત કરોડોની કમાણી


Infosys Dividend: ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર નારાયણ મૂર્તિના પાંચ માસના પૌત્રએ એક જ મહિનામાં 4.20 કરોડની બમ્પર કમાણી થવાની શક્યતા દર્શાવી છે.

કંપનીના બમ્પર ડિવિડન્ડની જાહેરાતથી મોટી કમાણી થવાની છે. ઈન્ફોસિસે ત્રિમાસિક પરિણામો જારી કરતાં શેરદીઠ રૂ. 28 પેટે ડિવિડન્ડ જારી કર્યું છે. જેના લીધે નારાયણ મૂર્તિના પૌત્રને રૂ. 4.20 કરોડની કમાણી થશે. નારાયણ મૂર્તિએ પોતાના પૌત્ર એકાગ્રને ઇન્ફોસિસના 15 લાખ શેર ગિફ્ટમાં આપ્યા છે.

બેંગ્લુરૂ સ્થિત આઇટી કંપનીએ તાજેતરમાં જ પ્રતિ શેર રૂ. 20નું અંતિમ ડિવિડન્ડ અને રૂ. 8 સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ઈન્ફોસિસના જણાવ્યા અનુસાર અંતિમ અને સ્પેશિયલ ડિવિડન્ડની ચુકવણીની રેકોર્ડ તારીખ 31 મે, 2024 છે. 1 જુલાઈના રોજ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે.

કોણ છે એકાગ્ર મૂર્તિ

નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધુ અપર્ણા કૃષ્ણનના પુત્ર એકાગ્ર મૂર્તિ છે. જેને નારાયણ મૂર્તિએ ગત  મહિને ઈન્ફોસિસનો 0.04 ટકા હિસ્સો અર્થાત 15 લાખ શેર્સ ભેટ સ્વરૂપે આપ્યા છે. શેરની વર્તમાન રૂ.1400ની કિંમત મુજબ આ શેર્સની કુલ નેટવર્થ રૂ. 210 કરોડ છે.

ઈન્ફોસિસનો નફો 30 ટકા વધ્યો

ઈન્ફોસિસે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 6134 કરોડ સામે રૂ. 7975 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આવકો પણ 1.3 ટકા વધી રૂ. 37923 કરોડ થઈ છે. ઈન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024માં ડીલની વેલ્યૂ સૌથી વધુ રહી છે. જે ગ્રાહકોનો અમારા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. અમે એઆઈ સેગમેન્ટમાં સતત વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે ક્લાયન્ટ પ્રોગ્રામ, મોટા ભાષાકીય મોડલ્સનો લાભ લેતાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, પ્રોસેસ ઓપ્ટિમાઈઝેશન, અને કસ્ટમર સપોર્ટમાં વધારો કરી રહ્યા છીએ.

  Article Content Image


Gujarat