For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સફર સમાપ્ત...! IPL 2024માંથી બહાર થઈ શકે છે આ બે ખેલાડીઓ, LSG અને CSKને લાગશે ઝટકો

Updated: May 4th, 2024

સફર સમાપ્ત...! IPL 2024માંથી બહાર થઈ શકે છે આ બે ખેલાડીઓ, LSG અને CSKને લાગશે ઝટકો

Image: Facebook

IPL 2024: દર વખતની જેમ IPL ની 17મી સિઝન પણ અમુક ખેલાડીઓ માટે ફિટનેસના હિસાબે ખરાબ સાબિત થઈ રહી છે. આ સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર યુવા ઝડપી બોલર મયંક યાદવની સાથે પણ કંઈક આવુ જ થતુ જોવા મળી રહ્યુ છે. પોતાની ઝડપથી IPLના શરૂઆતી સપ્તાહોમાં ચમકનાર લખનૌ સુપર જાયન્ટ્સના આ પેસરની આ સિઝનમાં સફર ખતમ થતાં નજર આવી રહી છે. માત્ર મયંક જ નહીં પરંતુ એક દિગ્ગજ ભારતીય બોલર પણ ફરીથી ઈજાના કારણે પૂરી આઈપીએલ રમવાથી ચૂકી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી આ સિઝનમાં સનસનીખેજ ડેબ્યૂ કરનાર 21 વર્ષનો ઝડપી બોલર મયંક મુંબઈ સામે ગત મેચમાં વચ્ચેથી જ બહાર થઈ ગયો હતો. મયંકે આ મેચમાં 3.1 ઓવરની બોલિંગ કરી હતી અને વિકેટ લેવાનો જશ્ન પણ મનાવી શક્યો નહોતો તેને મેદાનથી બહાર જવુ પડ્યુ હતુ. તે બાદ તે પાછો ફરી શક્યો નહોતો. રિપોર્ટ અનુસાર તેની આ સિઝનમાં બાકીની મેચ રમવાની શક્યતા નથી.

મયંક બીજી વખત ઈજાગ્રસ્ત થયો

મેચ બાદ લખનૌના કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યુ હતુ કે તેને સાઈડ સ્ટ્રેન થવા લાગ્યો હતો. જેનાથી બોલિંગ કરવામાં તકલીફ પડી રહી હતી. મયંક આ સિઝનમાં પહેલા જ એક વખત ઈજાગ્રસ્ત થયો હતો. તેણે 2 મેચ રમી હતી અને ત્રીજી મેચમાં બોલિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને પછી આગામી ઘણી મેચ રમી શક્યો નહોતો. મુંબઈ સામે મેચથી જ તેણે વાપસી કરી હતી પરંતુ પછી ઘાયલ થઈ ગયો. મયંકે 4 મેચમાં 7 વિકેટ મેળવી હતી અને 157.8 કિલોમીટર પ્રતિકલાકની સાથે સિઝનનો સૌથી ઝડપી બોલ નાખ્યો હતો.

CSK પર પણ આવ્યું સંકટ

ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ પેસર દીપક ચહરની પણ સિઝન સમાપ્ત થતી નજર આવી રહી છે. ચહરને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ગત મેચમાં હેમસ્ટ્રિંગમાં ખેંચાણ આવી ગયુ હતુ જેના કારણે તે મેચની શરૂઆતમાં જ બહાર થઈ ગયો. ચેન્નઈ માટે બોલિંગની શરૂઆત કરનાર ચહર માત્ર બે બોલ નાખ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને પછી મેદાન પર પાછો ફર્યો નહીં. 

રિપોર્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યુ કે ટીમ આગામી મેચ માટે ધર્માશાળા રવાના થઈ ચૂકી છે પરંતુ ચહર ચેન્નઈમાં જ રોકાયો છે ત્યાં તેની તપાસ ચાલી રહી છે. ચહરની સ્થિતિ સારી લાગી રહી નથી. ચહર આ પહેલા પીઠની ઈજાના કારણે 2022માં આખી સિઝન બહાર રહ્યો હતો.

Gujarat