For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા કરોડો સંપત્તિનો માલિક, જાણો કઇ રીતે કરે છે કમાણી

Updated: May 4th, 2024

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા કરોડો સંપત્તિનો માલિક, જાણો કઇ રીતે કરે છે કમાણી

Image:Twitter 

હાર્દિક પંડ્યા એક સફળ ક્રિકેટર છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને T20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024ની શરૂઆતથી જ ટીકાઓનો સામનો કરી રહ્યા છે.આ ક્રિકેટરની કુલ સંપત્તિ કરોડોમાં છે. હાર્દિક માત્ર ક્રિકેટ રમીને કમાતો નથી. વાસ્તવમાં, તે ઘણી બ્રાન્ડ્સનું સમર્થન પણ કરે છે.

29 ફેબ્રુઆરી 2024ના રોજ આપવામાં આવેલા એક  રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ લગભગ 91 કરોડ રૂપિયા છે. તેની કમાણી મોટાભાગે ક્રિકેટ રમીને અને એડ કરીને થાય છે.

IPL 2022માં હાર્દિકને ગુજરાત ટાઇટન્સે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝન 2024માં મુંબઈ ઈન્ડિયન્સે તેને કેપ્ટન બનાવ્યો છે અને એટલી જ રકમમાં તેને સાઈન કર્યો છે.

હાર્દિક દર મહિને લગભગ 1.2 કરોડ રૂપિયા કમાણી કરે છે. જે તેની અગાઉની કમાણી કરતા ઘણી વધારે છે. તેનો BCCI સાથે પણ કરાર છે જે તેને દર વર્ષે 5 કરોડ ચૂકવે છે.

હાર્દિક પંડ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 55-60 લાખ રૂપિયાની કમાણી કરે છે. હાર્દિકે હાલાપ્લે, ગલ્ફ ઓઈલ, સ્ટાર સ્પોર્ટ્સ, જીલેટ, જૈગલ, સિન ડેનિમ, ડી:એફવાય, બોટ, ઓપ્પો, ડ્રીમ 11, રિલાયન્સ રિટેલ, વિલન અને એસજી ક્રિકેટને સમર્થન આપ્યું છે.

Gujarat