For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગરમીમાં સ્માર્ટ ડિવાઈસની સંભાળ

Updated: May 1st, 2024

ગરમીમાં સ્માર્ટ ડિવાઈસની સંભાળ

- fk¤Ík¤ økh{e{kt VkuLk fu ÷uÃkxkuÃk suðkt MkkÄLk ðÄw Ãkzíkkt økh{ Úkðk ÷køku íkku...

આપણાં ગામડાંઓની વાત હજી કદાચ અલગ હશે,  પણ શહેરોના રસ્તાઓ પર જોરદાર ગરમી જોવા મળે છે, આખું વર્ષ. તમારા વાહનને આગળ જવાની જગ્યા જ ન હોય, તમારે ધરાર અટકવું પડ્યું છે એ દેખાતંુ હોય, તોય તમારી પાછળના વાહનવાળો (કે વાળી!) હોર્ન વગાડી વગાડીને તમારું માથું પકવી નાખે. એમાં જો ભૂલેચૂકે બે વાહન અડી ગયાં તો જોરદાર ગરમાગરમી થયા વગર રહે નહીં.

શિયાળો હોય કે ઉનાળો, રસ્તા પર સૌનો પારો ચઢેલો જ જોવા મળે. સમય વીતે છે તેમ આપણે સૌ સતત વધુ ને વધુ અશાંત, વ્યગ્ર બનતા જઈએ છીએ એવું તમને લાગે છે?

મનોનિષ્ણાતો કહે છે કે નવી ટેક્નોલોજીમાં વધુ પડતા પરોવાયેલા રહેવાને કારણે આપણને સૌને ઓછા સમયમાં વધુ મેળવી લેવાની જબરી ઉતાવળ જાગી છે. કોઈ પણ સ્થિતિને શાંતિથી જોવા-સમજવાની ધીરજ ખૂટવા લાગી છે.

આખા સમાજમાં, સૌના મનમાં જે અશાંતિ વધતી જાય છે તે આખરે રસ્તા પર લોકોના વર્તનમાં દેખાઈ આવે છે!

માણસની આવી સ્થિતિ હોય તો મશીન તો આખરે મશીન છે. ઉનાળામાં ખરી ગરમીનો પારો જેમ જેમ ઊંચે ચઢે તેમ તેમ આપણા સ્માર્ટફોન, લેપટોપ, ડેસ્કટોપ વગેરે માટે પણ ગરમી સામે ઝીંક ઝીલવી મુશ્કેલ બનતી જાય છે. ગરમીમાં આ સાધનોની સંભાળ કેવી રીતે લેવી એ વિશે થોડી વાત કરીએ.

õÞkhuf VkuLk Äzkfk MkkÚku Mk¤øke fu{ QXu Au?

અખબારોમાં આપણે છાશવારે કોઈના ખિસ્સામાં કે હાથમાંનો મોબાઇલ ધડાકા સાથે સળગી ઊઠ્યાના સમાચાર વાંચીએ છીએ. આવા અકસ્માતો ભાગ્યે જ બને છે, પરંતુ બને છે ખરા.

પહેલાં તો એ સવાલ થાય કે ફોન અમથોઅમથો સળગી ઉઠે કે તેમાં નાનો એવો વિસ્ફોટ થાય એવું કેમ થાય? એકદમ ટૂંકો અને સાદો જવાબ આટલો જ હોઇ શકે - વધુ પડતી ગરમીને કારણે. જરા ટેકનિકલ ભાષા વાપરવી હોય તો એમ કહી શકાય કે ‘થર્મલ રનઅવે’ નામની પ્રક્રિયાને કારણે. જો આપણે ફોનમાં આવા નાના વિસ્ફોટ થવાનાં કારણો જાણી લઇએ તો એને નિવારવાનાં પગલાં પણ લઈ શકીએ.

એ માટે, ફોન સળગી ઉઠવાનું મુખ્ય કારણ - થર્મલ રનઅવે પ્રક્રિયા - શું છે એ સમજીએ.

હવે મોટાભાગના ફોનમાં લિથિયમ-આયન પ્રકારની બેટરી હોય છે. આ બેટરીમાં સંખ્યાબંધ લી-આયન સેલ્સ હોય છે. જેમ પાણીનું એક ચોક્કસ ઉત્કલનબિંદુ હોય છે, એટલે કે એક ચોક્કસ તાપમાને પહોંચ્યા પછી પાણી ઉકળવા લાગે છે બરાબર એ જ રીતે લિથિયમ આયન બેટરીમાંના દરેક સેલ પણ એક ચોક્કસ તાપમાને ‘એક્ઝોથર્મિક બ્રેકડાઉન’ નામે ઓળખાતી સ્થિતિમાં પહોંચી જાય છે (ઘરમાં દસમા-બારમાના કોઈ વિદ્યાર્થીઓ હોય તો તેને આ વિશે પૂછી જુઓ, એ વધુ જાણતા હશે!)

ઉનાળામાં સખત ગરમી હોય, ફોનને ઓવરચાર્જ કરવામાં આવે કે ફોનના મેન્યુફેકચરિંગમાં જ રહેલી ખામીને કારણે બેટરીના સેલ્સ આવા ક્રિટિકલ ટેમ્પરેચરે પહોંચી શકે છે.

એક્ઝોથર્મિક બ્રેકડાઉનની સ્થિતિએ પહોંચ્યા પછી બેટરીના દરેક સેલ પોતે પણ પાર વગરની ઊર્જા ઉત્પન્ન કરવા લાગે છે. આને કારણે થર્મલ રનઅવેની પ્રક્રિયા સર્જાય છે. એટલે કે બેટરીના દરેક સેલ બહારથી સખત ગરમીનો અનુભવ કરી રહ્યા હોય અને એ સાથે તેની અંદર પણ નવી ગરમી પેદા થવા લાગે છે. પરિણામે આવા સેલની આજુબાજુના સેલ્સ પણ પોતપોતાના ક્રિટિકલ ટેમ્પરેચરે પહોંચવા લાગે છે. જો આવું અત્યંત ઝડપથી થવા લાગે તો કાં તો બેટરી ફટાફટ ઉતરી જાય અથવા સળગી ઊઠે કે પછી નાના ધડાકા સાથે સળગી ઊઠે.

ગરમીના દિવસોમાં બીજી પણ એક તકલીફ થઈ શકે છે. જ્યારે ફોનની બેટરી ઊંચા તાપમાને ડિસ્ચાર્જ થવા લાગે ત્યારે તેમાંના સેલ્સ અસ્થિર બને છે. આવી સ્થિતિમાં સેલ્સમાં કાયમી શોર્ટ સર્કિટ સર્જાઈ જાય એવું બની શકે છે અથવા તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડ જેવા ગેસ ઉત્પન્ન થાય છે જેને કારણે બેટરી ફૂલી જાય છે. ગરમ વાતાવરણમાં આવી બેટરી ચાર્જ કરવામાં આવે ત્યારે તે વધુ ફૂલવાની કે ફાટવાની શક્યતા વધી જાય છે.

એટલે જ મોટા ભાગના ફોનમાં ચાર્જિંગ સમયે ફોન વધુ પડતો ગરમ થાય તો તેનું ચાર્જિંગ આપોઆપ બંધ કરી દેવાની સગવડ હોય છે. આપણા ફોનમાં અને બેટરીમાં એવી કેટલીક સગવડ પહેલેથી રાખવામાં આવી હોય છે જેથી બેટરી ફાટવાની સ્થિતિ સુધી ન પહોંચે. પરંતુ સ્થિતિ સાવ અંકુશ બહાર જાય ત્યારે ફોન ફાટી શકે છે.

આવી સ્થિતિ ટાળવા શું કરશો?

ફોનના મેન્યુફેકચરિંગમાં જ કંઇક ગંભીર ખામી રહી ગઈ હોય એવી સ્થિતિ સિવાય સામાન્ય રીતે ફોન ફાટવાના કિસ્સાઓ ઓછા બને છે તેમ છતાં દેખીતું છે કે ફોનને વધુ પડતી ગરમીમાં ચાર્જ ન કરવામાં આવે તે સલામતીનો સૌથી સાદો ઉપાય છે.

તમારો ફોન જે કંપનીનો હોય એ જ કંપનીના કે તે કંપની દ્વારા સર્ટિફાઇડ ચાર્જરનો ઉપયોગ કરવો એ સલામતીનો બીજો સૌથી સાદો ઉપાય છે. બજારમાં મળતાં સસ્તાં (બીજા શબ્દોમાં ચાઇનીઝ!) ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી વધુ પડતી ગરમ થઈ શકે છે અને તેને લાંબા ગાળે નુકસાન થઇ શકે છે. જોકે મોટા ભાગે, ફોનની બેટરીને થતા આવા નુકસાનને કારણે ફોન ફાટે તે પહેલાં જ બેટરી નકામી થઈ જતી હોય છે.

જો ઉપર જણાવેલા કારણોસર તમારા ફોનની બેટરી ફૂલી ગઈ હોય તો આવી બેટરીવાળા ફોનનો ઉપયોગ કરશો નહીં કે તેને ચાર્જ કરશો નહીં. આવી બેટરી વહેલી તકે ફોન મેન્યુફેકચરિંગ કંપનીની બેટરીથી બદલી લેવી અનિવાર્ય છે.

બેટરીને ભૌતિક નુકસાન ન થાય એ ધ્યાન રાખવું પણ જરૂરી છે. બેટરીની રચના એ પ્રકારની હોય છે કે ફોન હાથમાંથી છટકીને નીચે પડે તો મોટા ભાગે બેટરીને નુકસાન થતું નથી. પરંતુ જો જાણી જોઇને બેટરીને વાળવામાં આવે, જોશભેર દબાવવામાં આવે કે ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમાં એક્ઝોથર્મિક બ્રેકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે તેમાં ધડાકો થવાની શક્યતા વધી જાય છે.

સ્માર્ટફોનની બેટરીને સંબંધિત કાળજીની આ બધી સામાન્ય બાબતો લેપટોપની બેટરીને પણ લાગુ પડે છે. ફોન કે લેપટોપની બેટરી જ્યારે વધુ પડતી ચાર્જ્ડ ન હોય અને સાવ ઉતરી ગયેલી ન હોય એવી સ્થિતિમાં સૌથી સારું પર્ફોર્મન્સ આપે છે. આથી બંને પ્રકારના સાધનોની બેટરીને સતત પ્લગઇન્ડ ન રાખો તે હિતાવહ છે.

÷uÃkxkuÃk{kt [k÷íkk VuLkLkku yðks Mkíkík ðÄíkku òÞ Au?

વર્ક ફ્રોમ હોમ કે હાઇબ્રિડ વર્ક કલ્ચરના આજના સમયમાં લેપટોપનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. આપણી સાથોસાથ લેપટોપ પર પણ લોડ વધ્યો છે! આ સ્થિતિમાં જેમ આપણે વાત વાતમાં પિત્તો ગુમાવીએ છીએ એ જ રીતે લેપટોપ પણ અવારનવાર પોતાનો પિત્તો ગુમાવે છે. લેપટોપના આ ઉકળાટનો આપણને ઘોંઘાટિયા ફેનથી અનુભવ થાય છે.

આપણે આખો દિવસમાં ઓફિસમાં બેસીને લેપટોપ પર કામ કરતા હતા એ દિવસોમાં લેપટોપનો ફેન બહુ અવાજ કરતો નહીં હોય પરંતુ ઘરે કામ કરવાનું શરૂ કર્યા પછી આપણું ધ્યાન ખેંચાય એ હદે ફેન અવાજ કરતો લાગતો હશે. આમ થવાનું દેખીતું કારણ એ છે કે ઘરે આપણી જેમ લેપટોપે પણ ઓવરટાઇમ કરવો પડે છે.

પીસી કે લેપટોપમાં પ્રોસેસર પર કામનું વધુ પડતું દબાણ આવે ત્યારે તેમાં ગરમી પેદા થાય છે અને તેને ઠંડું રાખવા માટે ફેન આપોઆપ ચાલુ થાય તેવી વ્યવસ્થા હોય છે. ઓફિસના એસીની ઠંડકમાં લેપટોપના ફેને બહુ કામ કરવું ન પડે પરંતુ ઘરના ગરમ વાતાવરણમાં લેપટોપ અને તેના ફેન બંને પર લોડ વધી જાય છે. આવનારા દિવસોમાં ગરમીનો પારો હજી ઊંચે જવા લાગશે તેમ તેમ લેપટોપનો ફેન પણ આપણને અકળાવવા લાગશે.

જો તમારા લેપટોપમાંનો ફેન સામાન્ય કરતાં વધુ ઘોંઘાટ કરતો હોય તો તેના કેટલાક ઉપાયો છે.

તમે નજીકના સમયમાં નવું લેપટોપ ખરીદ્યું હોય તો મોટા ભાગે તેમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) પ્રકારની હાર્ડડિસ્ક હશે. સામાન્ય હાર્ડડિસ્કની સરખામણીમાં એસએસડી ડ્રાઇવમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. આથી અગાઉના લેપટોપની સરખામણીમાં નવા લેપટોપમાં લગભગ કોઈ જ અવાજ થતો નથી. પરંતુ આવા લેપટોપમાં પણ પ્રોસેસર પર ભાર વધે ત્યારે તેમાંનો ફેન ચાલુ થાય છે અને તેની આછી ઘરઘરાટી આપણને સંભળાતી રહે તેવું બની શકે. આમ તો આ અનિવાર્ય સગવડ છે અને લેપટોપના પ્રોસેસરને ઠંડું રાખવા માટે ફેન ચાલુ રહે તે જરૂરી છે. પરંતુ ફેન વધુ પડતો અવાજ કરતો હોય તો એ તપાસવાની બાબત બને.

આવી સ્થિતિમાં શું થઈ શકે?

 તમારા વિન્ડોઝ લેપટોપમાં કંટ્રોલ, ઓલ્ટર અને શિફ્ટ ત્રણેય કી એક સાથે પ્રેસ કરીને ડિલીટ કી દબાવતાં ટાસ્ક મેનેજર ઓપન થશે. તેમાં લેપટોપમાં હાલમાં કઈ કઈ પ્રોસેસ ચાલી રહી છે તે જોવા મળશે. અહીં તમે કઈ પ્રોસેસ કમ્પ્યૂટરના સીપીયુ ઉપર સૌથી વધુ લોડ આપતી રહી છે તે જોઈ શકશો. જે તે સમયે તમારે એ પ્રોસેસનું કામ ન હોય તો એને બંધ કરી શકાય. આમ પણ લેપટોપમાં એક સાથે સંખ્યાબંધ પ્રોગ્રામ્સ ચાલુ કરીને કામ કરવાથી લેપટોપના પ્રોસેસર પર ભાર વધે છે. એક સમયે તમારે જેનું કામ હોય તેવા એક-બે પ્રોગ્રામ જ ઓપન રાખવાથી પ્રોસેસર પર લોડ આવશે નહીં અને ફેન ઘોંઘાટ કરશે નહીં.

લેપટોપમાં આપણે પોતાની જરૂરિયાત અનુસાર પ્રોગ્રામ્સ ચાલુ કરીએ એ પહેલાંથી લેપટોપ ચાલુ થાય ત્યારથી જ કેટલાય પ્રોગ્રામ આપોઆપ શરૂ થઈ જતા હોય છે. આમાંથી અમુક પ્રોગ્રામ જરૂરી હોય પરંતુ બધા નહીં. વિન્ડોઝ લેપટોપમાં સ્ટાર્ટઅપ ફોલ્ડરમાં જઇને લેપટોપ સ્ટાર્ટ થાય ત્યારે ક્યા ક્યા પ્રોગ્રામ્સ આપોઆપ સ્ટાર્ટ થાય તે નક્કી કરી શકાય છે. આ પ્રોગ્રામ્સ પર એક નજર ફેરવીને બિનજરૂરી લાગે તેવા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ માટે ડિસેબલ કરવાથી લેપટોપના પ્રોસેસર પરનો ઓવરઓલ લોડ ઘટશે. લેપટોપનું પર્ફોર્મન્સ પણ સુધરશે અને ફેન ચાલુ થવાની શક્યતાઓ ઘટશે.

ઘરમાં હંમેશા તમે નિશ્ચિત જગ્યાએ બેસીને લેપટોપ પર કામ કરતા હો તો લેપટોપ માટે એક કૂલિંગ પેડ વસાવી લેવું હિતાવહ છે. નવા લેપટોપ્સની ડિઝાઇન હવે ઘણી સુધરી છે અને તેમાં એર વેન્ટિલેશનની વ્યવસ્થા સાઇડ પેનલ્સમાં અથવા ઉપરના ભાગે હોય છે. પરંતુ ઘણા લેપટોપમાં હજી પણ એર વેન્ટિલેશનની વ્યવસ્થા નીચેની તરફ હોય છે. આથી ઓશિકા જેવી સોફ્ટ સરફેસ પર લેપટોપ મૂકીને આપણે કામ કરીએ ત્યારે લેપટોપ ગરમ થવાની સંભાવના ઘણી વધી જાય છે. બજારમાં હવે ઘણા પ્રકારનાં લેપટોપ સ્ટેન્ડ મળે છે. આવાં સ્ટેન્ડ લેપટોપની નીચેની તરફ હવાની આવનજાવન માટે જગ્યા આપવા ઉપરાંત એકસ્ટ્રા ફેનની પણ સગવડ આપતાં હોય છે. કોઈ પણ રીતે લેપટોપની નીચેની તરફ હવાની આવનજાવન માટે પૂરતી જગ્યા કરીને પણ ફેનનો ત્રાસ ઓછો કરી શકાશે.

લેપટોપમાં એર વેન્ટિલેશન માટેની જગ્યાઓમાં વહેલામોડી ધૂળ જમા થતી હોય છે. ઓફિસ કરતાં ઘરનાં વાતાવરણમાં આવી શક્યતાઓ વધી જાય. એ કારણે પણ લેપટોપ ગરમ થવાનું પ્રમાણ વધે અને ફેન સતત ચાલતો રહે એવું બની શકે. જો તમારું લેપટોપ વોરન્ટી પીરિયડમાં હોય તો તેને જાતે ખોલીને સાફ કરી શકાશે નહીં. નજીકની કમ્પ્યૂટર શોપમાં લેપટોપ લઇ જઇને કમ્પ્યૂટર એન્જિનીયરની સલાહ મુજબ તેને સાફ કરવું યોગ્ય રહેશે.

લેપટોપના ફેનમાં સામાન્ય કરતાં જુદો અવાજ આવતો હોય તો એ જુદી ચિંતાનો વિષય છે. આવા સંજોગમાં ફેનના ઓવરટાઇમને બદલે ફેનમાંની ખામી જવાબદાર હોય શકે છે. આ સ્થિતિમાં મોટા ભાગે તમારે ફેન બદલવાનો થશે. એ કામ કમ્પ્યૂટર એન્જિનીયર પાસે જ કરાવી શકાશે!

Gujarat