For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સર્ચ કરતાં કરતાં ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ !

Updated: May 5th, 2024

સર્ચ કરતાં કરતાં ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ !

- økqøk÷Lkk Mk[o yuÂLsLk{kt ykŠxrVrþÞ÷ RLxur÷sLMk ykÄkrhík $Âø÷þ MÃke®føkLke «uÂõxMk fhkðíke MkŠðMk W{uhkR

દસ-બાર વર્ષ પહેલાં આવેલી પેલી મજાની મૂવી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ યાદ છે? શ્રીદેવીની કમબેક મૂવી જેવી આ ફિલ્મ તેના લીડ કેરેકટર શશી આસપાસ ગૂંથાયેલી હતી. શશી એકદમ ટિપિકલ ભારતીય ગૃહિણી. આખા ઘરની બધી જવાબદારી સંભાળે. પોતાના ઘરેલુ કામકાજમાં એકદમ હોંશિયાર. પરંતુ ઇંગ્લિશ બોલવા-સમજવામાં કાચી. આ કારણે વેલ-એજ્યુકેટેડ પતિ અને નવા સમયની ટીનેજર દીકરી, બંને તરફથી શશી ઘરમાં વારંવાર મજાકનો ભોગ બને.

સંજોગવશાત શશીને એકલી જ અમેરિકા જવાનું થયું. ફ્લાઇટમાં બાજુની સીટમાં અમિતાભ બચ્ચન સાથે ભેટો થઈ ગયો. ઇંગ્લિશ બોલતાં ગભરાતી-સંકોચાતી શશીની મૂંઝવણ બચ્ચનજી તરત પારખી ગયા. ત્યારથી શશીનું ગ્રૂમિંગ શરૂ થયું. અમેરિકાના એરપોર્ટ પર લેન્ડ થયા પછી અમેરિકન ઇમિગ્રેશન ઓફિસર બચ્ચનજીને અમેરિકા આવવાનો હેતુ પૂછે છે. તેને ફાંકડા ઇંગ્લિશમાં બિન્દાસ્ત જવાબ મળે છે,  ‘ટુ સપોર્ટ યોર કન્ટ્રીઝ ઇકોનોમિ…!’

અમેરિકા પહોંચેલી શશી ઇંગ્લિશ શીખવા માટે એક કોચિંગ ક્લાસ જોઇન કરે છે. ઇંગ્લિશ જેમના માટે સેકન્ડ લેંગ્વેજ છે તેવા અન્ય કોચિંગ પાર્ટિસિપન્ટ્સના સાથમાં શશીનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ખીલે છે અને તે પરિવારમાં પોતાનું આત્મસન્માન પાછું મેળવે છે…

 આ મૂવી જોઇ હશે તો એક ગુજરાતી તરીકે તમે પણ શશીના કેરેકટર સાથે તરત જ કનેક્ટ થયા હશો. આપણે ગુજરાતીઓ ફરવા માટે કે હાયર એજ્યુકેશન લઈને સેટલ થવા માટે યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહોંચી જવામાં પાવરધા, પરંતુ વિઝાના ઇન્ટરવ્યૂથી લઇને એરપોર્ટ ઓફિસર્સ સાથેની વાતચીતમાં ફાંફાં. પરદેશની કોલેજમાં એડમિશન મેળવવા માટે IELTS જેવી એક્ઝામમાં સારો સ્કોર મેળવ્યો હોય તો પણ પરદેશ પહોંચ્યા પછી ત્યાંના લોકો સાથે સામાન્ય વાતચીત કરતાં પણ આપણે ખચકાઈએ.

વાત ફક્ત પરદેશની નથી. આપણા દેશમાં પણ ‘લેંગ્વેજ ઓફ નોલેજ’ તરીકે ઇંગ્લિશ પર પ્રભુત્વ મેળવ્યા વગર કોઈને પણ ચાલે તેમ નથી. સદનસીબે આજના સમયમાં રોજેરોજ નાનાં નાનાં સ્ટેપ્સ લઇને ઇંગ્લિશની આંટીઘૂંટીઓ સમજી શકાય છે. આ અગાઉ ‘ટેકનોવર્લ્ડ’માં આપણે ગૂગલ સર્ચ તથા અન્ય સાઇટ્સ પર ઉપલબ્ધ ઇંગ્લિશ કોચિંગની વિવિધ સગવડોની અવારનવાર વાત કરી છે. હવે નવા સમય અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના સાથમાં ગૂગલે લોન્ચ કરેલી એક નવી સગવડની માંડીને વાત કરીએ.

તમે હાયર એજ્યુકેશન માટે પરદેશ જવા ઇચ્છતા હો કે દેશમાં જ રહેવા માગતા હો, આ સર્વિસનો નિયમિત ઉપયોગ તમારે માટે વરદાન બની શકે છે - આમાં ‘નિયમિત ઉપયોગ’ શબ્દો પર બરાબર ધ્યાન આપજો.

Mk[o ÷uçk{kt yuõMkÃkrh{uLx ykuLk fhku yLku hkusuhkus «uÂõxMk fhíkk hnku

થોડા સમય પહેલાં ‘ટેક્નોવર્લ્ડ’માં આપણે ગૂગલમાં શરૂ થયેલી ‘સર્ચ લેબ્સ’ વિશે વિગતવાર વાત કરી હતી. સર્ચ લેબ્સ હેઠળ ગૂગલ પોતાના સર્ચ એન્જિનમાં અવનવા અખતરા કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) એ સતત વિકસતી ટેકનોલોજી હોવાથી તેમાં ટોટલ પરફેકશન શક્ય નથી. આથી ગૂગલ પોતે સર્ચ લેબ્સમાં જે નવાં ફીચર્સ રજૂ કરે છે તેને માટે ‘એઆઇ એક્સપરિમેન્ટ્સ’ શબ્દ વાપરે છે. આપણે સર્ચ લેબ્સ ઇનેબલ કરીને આવા વિવિધ અખતરામાં જોડાઈ શકીએ છીએ. શરૂઆતમાં ગૂગલે સર્ચ લેબ્સ હેઠળ ગૂગલ સર્ચમાં આપણે કંઈ પણ પૂછીએ તો તેના વિશે વધુ માહિતી ધરાવતાં પેજીસની યાદી ઉપરાંત સીધેસીધો જવાબ તારવી આપતી સર્વિસ ‘‘સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (એસઇજી)’ નામે લોન્ચ કરી. એ ઉપરાંત સર્ચ લેબ્સમાં હમણાં ‘સ્પીકિંગ પ્રેક્ટિસ’ નામે આપણને ગુજરાતીઓને બહુ ઉપયોગી થાય એવી એક એઆઇ-આધારિત સગવડ ઉમેરાઈ છે, જે અત્યારે મર્યાદિત દેશોમાં ઉપલબ્ધ છે - ભારત સહિત.

આપણે આ ફીચર ઓન કરીએ એ પછી પોતાના સ્માર્ટફોનમાં ગમે ત્યારે સર્ચ એપમાંથી આથવા https://speak.google.com/ વેબસાઇટ પર જઇને ઇંગ્લિશમાં નાનાં નાનાં વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરી શકીએ છીએ.  ભાષા સંબંધિત કંઈક સર્ચ કરતાં સર્ચ એન્જિન પોતે પણ આ નવી સગવડ તરફ ધ્યાન દોરશે.

આપણે જ્યારે પણ આ સર્વિસના પેજ પર પહોંચીએ ત્યારે તે આપણને એક નાનો સવાલ પૂછે છે. જેમ કે ‘‘તમને શું વાચવું ગમે?’’ ઇચ્છો તો આ સવાલ સાંભળી પણ શકાય. સવાલ સાથે ત્રણ શબ્દો કહેવામાં આવે. જેમ કે ઓથર, બુક, સ્ટોરી. આપણે ત્રણેય શબ્દ નીચે આપેલા માઇક્રોફોનના આઇકન પર ક્લિક કરી, એ ત્રણેય શબ્દોનો ઉપયોગ થાય એવું વાક્ય બનાવીને બોલી બતાવવાનું. શરૂઆતમાં બલ્બના આઇકન પર ક્લિક કરીને આપણે કેવાં વાક્યો બનાવી શકીએ તેનાં સજેશન જાણી શકીએ. તમે ઇચ્છો તો એમાંનું જ કોઈ વાક્ય બોલી શકો. આપણે ભળતું કંઈક વાક્ય બનાવીએ તોય સિસ્ટમ વાત ચાલુ રાખે છે, અલબત્ત અત્યારે તે વાક્યમાં શું સુધારી શકાય તેનો ફીડબેક આપતી નથી. 

વાત આટલી જ છે. તેની અસર અને જાદુ આ સર્વિસના નિયમિત ઉપયોગમાં છે!

તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં ગૂગલ સર્ચ એપમાં ગૂગલના લોગો પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ ‘સર્ચ લેબ્સ’ આઇકન પર ક્લિક કરો. તમારા પર્સનલ ગૂગલ એકાઉન્ટથી લેબ્સ ઇનેબલ કરી શકાશે.

એ પછી સર્ચ લેબ્સના પેજ પર જુદા જુદા એઆઇ એક્સપરિમેન્ટ્સનું લિસ્ટિંગ જોવા મળશે. હાલ તેમાં સૌથી ઉપર ‘સ્પીકિંગ પ્રેક્ટિસ’નું કાર્ડ જોવા મળશે. તેને ઓન કરવા માટે ‘ટર્ન ઓન’ બટન પર ક્લિક કરો.

હવે સિસ્ટમ આપણને એક નાનો સવાલ પૂછશે. સવાલ પહેલાં નાની પૂર્વભૂમિકા પણ બાંધશે. એ સાથે ત્રણ શબ્દો આપીને કહેશે કે વાતચીતમાં તેમનો ઉપયોગ કરો. માઇક્રોફોન ઓન કરી આપણે પોતાનું વાક્ય બોલવાનું.

એ ત્રણેય શબ્દોના ઉપયોગ સાથે નવું વાક્ય બનાવતાં ગૂંચવાઈએ તો બલ્બ આઇકન પર ક્લિક કરીને ઉદાહરણ રૂપ ત્રણેક વાક્યો મેળવી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એમાંથી કોઈ કે સાવ નવું વાક્ય બોલી શકીએ.

આપણે આ રીતે પોતાની પ્રેક્ટિસ આગળ ધપાવી શકીએ. સિસ્ટમ નાનાં નાનાં વાક્યો બોલવા માટે આપણને પ્રોત્સાહિત કરશે. આ પ્રેક્ટિસ કરતાં કરતાં ઇંગ્લિશની નાની મોટી ખૂબીઓ પણ જાણવા મળે.

આપણી પ્રેક્ટિસ માટેની સૂચનાઓ ઇંગ્લિશમાં જ મળે છે. તેમાં કોઈ શબ્દ પર આપણે અટકીએ તો ડિક્શનરીની મદદથી પોતાની ભાષામાં તેનો અર્થ જાણી શકીએ છીએ. હિન્દી, ગુજરાતી વગેરે ડિક્શનરી ઉપલબ્ધ છે.

સિસ્ટમ નાના રોલપ્લેથી પણ ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવે છે. જેમ કે કોઈ કોફી શોપમાં જઇએ તો ત્યાં કોફીનો ઓર્ડર કેવી રીતે આપી શકાય? આપણે કોફી, મિલ્ક, સુગર શબ્દ વાપરીને વાક્ય બનાવવાનું.

પાછલા સાત દિવસ દરમિયાન આ પેજ પર જઇને કેટલી પ્રેક્ટિસ કરી, કેટલા શબ્દો વાપરીને વાક્ય બનાવ્યાં વગેરે સ્કોર પણ જોવા મળે. તમે ઇચ્છો તો આ પેજ પર પ્રેક્ટિસ કરવા માટે ડેઇલી રિમાઇન્ડર સેટ કરી શકો.

ykuLk÷kRLk økwÁSLke {ËË ÷ku íÞkhu...

ફોરેન ભણવા જવ્ું હોય કે સેટલ થવું હોય - ઇંગ્લિશ બાબતે આપણો એપ્રોચ મોટા ભાગે બે પ્રકારનો હોય છે - પડશે એવા દેવાશે, અથવા, સારું ઇંગ્લિશ બોલતાં-લખતાં-સમજતાં શીખવું જ છે - ગમે તે થાય! જો તમે આ રીતે પૂરા જોશ-ઝનૂનથી ઇંગ્લિશ (કે અન્ય કોઈ પણ ભાષા) શીખવા માગતા લોકોમાં આવતા હો, તો આજના સમયમાં તમને એ માટે એક માગતાં અનેક રિસોર્સ મળી શકે છે.

સંખ્યાબંધ વેબસાઇટ્સ, એપ્સ, યુટ્યૂબ ચેનલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વગેરે એવાં મળશે, જે તમને ઇંગ્લિશ શીખવી શકે છે. એ બધાનો લાભ લેવા માટે, સૌથી પહેલાં તો તમે પોતે કયા લેવલે છો તે જાણવું પડશે.

અમુક સર્વિસ તમે જે ભાષા જાણતા હો, તેની જ મદદથી બીજી ભાષા શીખવી શકે છે, તો અમુક સર્વિસમાં ઇંગ્લિશ શીખવાની સૂચનાઓ, ભલે સરળ પણ ઇંગ્લિશમાં જ મળી શકે છે. એ બધું ધ્યાનમાં લઈ, ફક્ત એક સર્વિસ પકડવાને બદલે જુદી જુદી શક્ય એટલી સર્વિસ તપાસી જુઓ. તેમાંથી તમને જેના પર વિશ્વાસ બેસે તેવી કોઈ એક સર્વિસ પકડી, તેમાં આગળ વધો. નિયમિત રીતે, દિવસનો ઓછામાં ઓછો અડધો કલાક આવી કોઈ સર્વિસનાં વિવિધ લેસન્સ માટે ફાળવી શકો તો નવી કોઈ પણ ભાષા શીખવી બહુ મુશ્કેલ નથી. તમે જે સર્વિસ પસંદ કરો તેના ઉપયોગ સંબંધિત અન્ય લેખો વાંચશો તો એ પણ ઉપયોગી થશે.

Gujarat