For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂલાયેલા સંપર્કો સાથે ફરી વાતચીત કરવાનાં સૂચન મળશે

Updated: May 1st, 2024

ભૂલાયેલા સંપર્કો સાથે ફરી વાતચીત કરવાનાં સૂચન મળશે

હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી કે મેટા કંપનીએ ફેસબુકમાં જૂના ‘પોકિંગ’ ફીચર પર નવેસરથી ફોકસ કરવાનું શરૂ કર્યું છે. એ મુજબ આપણે એક બટનના ઇશારે કોઈ મિત્રને ‘પોક’ કરી શકીએ છીએ અને આપણી ફ્રેન્ડશિપને નવી વાતચીતથી આગળ વધારી શકીએ છીએ, ફેસબુકની સિસ્ટમે સામે ચાલીને જુદા જુદા મિત્રોને આ રીતે પોક કરવાનું સૂચન બતાવવાનું શરૂ કર્યું છે.

કંઈક એ જ રીતે હવે વોટ્સએપમાં પણ કંપની પોતે આપણને આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને મેસેજ કરવાનું સામેથી સૂચવશે.

ખાસ કરીને આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય. પરંતુ જેમની સાથે આપણે લાંબા સમયથી વોટ્સએપ પર કોઈ મેસેજની આપલે કરી ન હોય તેમને મેસેજ મોકલવાનું સૂચન કરવામાં આવશે. આ ફીચર ‘સજેસ્ટેડ કોન્ટેક્ટ’ સ્વરૂપે જોવા મળશે. હાલમાં વોટ્સએપના લેટેસ્ટ બિટા વર્ઝનમાં ઘણા યૂઝર્સને આ ફીચર ચેટ સેકશનમાં ‘સ્ટાર્ટ ચેટિંગ’ એવા ટાઇટલ સાથે દેખાવા લાગ્યું છે.

જોકે એવું લાગે છે કે આ ફીચર આપણા રોજિંદા મિત્રો સાથેના ચેટિંગમાં અવરરોધરૂપ બનશે નહીં.

એ પણ દેખીતું છે કે વોટ્સએપ પરના આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ લોકો સાથે વોટ્સએપ પર વાતચીત કરવાનું કોઈ કારણ ન પણ હોય. પરંતુ આ લિસ્ટમાં ઘણા એવા લોકો પણ હોઈ શકે છે કે જેમની સાથે આપણે લાંબા સમય પહેલાં ગાઢ સંપર્કમાં હોઇએ પરંતુ પછી અંતર વધી ગયું હોય.

ફેસબુકમાં આપણા ફ્રેન્ડ લિસ્ટના આધારે નવા મિત્રોને ફ્રેન્ડ બનાવવાનું સૂચન કરવામાં આવે છે કંઈક તેના જેવી જ આ વાત છે. પરંતુ વોટ્સએપમાં પ્રાઇવસી પર વધુ ફોકસ હોવાથી આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ઓલરેડી સામેલ હોય ફક્ત તેવા જ લોકો સાથે વાતચીત કરવાનું સૂચન કરવામાં આવશે.

Gujarat