For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહેરના ઘોઘારોડ પરથી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ

Updated: May 5th, 2024

શહેરના ઘોઘારોડ પરથી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ

- ચાઈના સોસાયટીનો શખ્સ નાસી છુટયો

- લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂની બોટલો, કાર સહિત 8.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર : શહેરના ઘોઘારોડ, મૈત્રી સોસાયટી નજીક જાહેર રોડ પરથી વિલાયતી દારૂ ભરેલી સ્કોર્પિયો કારને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધી હતી. જ્યારે ચાઈના સોસાયટીના શખ્સને પોલીસની ગંધ આવી ગઈ હોય તેમ કાર મુકી શખ્સ નાસી ગયો હતો.

જાણવા મળતી વિગત અનુસાર શહેરના ઘોઘારોડ, શીતળા માતાજીના મંદીર સામે, ચાઈના સોસાયટીમાં રહેતો કમલેશ ઉર્ફે કમો ગોરધનભાઈ બાટિયા નામનો શખ્સ તેની કાળા કલરની સ્કોર્પિયો કાર નં.જીજે.૧૮.ઈબી.૧૩૫૬માં વિલાયતી દારૂ ભરીને ઘોઘારોડ, મૈત્રી સોસાયટી પાસે ખોડિયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન પાસે ઉભો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે દરોડો પાડતા ઉપરોક્ત નંબરની કાર મળી આવી હતી. જેને ખોલી અંદર તલાશી લેતા કારમાંથી અંગ્રેજી દારૂની ૧૦૧ બોટલ મળી આવી હતી. જ્યારે શખ્સ હાજર મળી ન આવ્યો હોય, એલસીબીએ દારૂ અને કાર સહિત કુલ રૂા.૮,૫૩,૫૩૦નો મુદ્દામાલ કબજે કરી કમલેશ ઉર્ફે કમો બાટિયા સામે ભરતનગર પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૬ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર) મુજબ ગુનો નોંધાવ્યો હતો.

Gujarat