For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝેનોફોબિયાઃ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટ વિરોધી જ્યારે બાઇડન તરફેણ કરે છે

Updated: May 4th, 2024

ઝેનોફોબિયાઃ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટ વિરોધી જ્યારે બાઇડન તરફેણ કરે છે

- પ્રસંગપટ

- ચૂંટણીના માહોલમાં બાઇડને વિવાદનો મધપૂડો છંછેડયો છે

- 'ચીનના આર્થિક તંત્રનો ફટકો પડી રહ્યો છે અને જાપાનનું આર્થિક તંત્ર ડામાડોળ છે કેમ કે આ દેશો ઇમિગ્રન્ટ્સને આવકારતા નથી'

ભારતની જેમ અમેરિકામાં પણ ચૂંટણીનો માહોલ છે. મતદારોને આકર્ષવા બંને દેશોમાં વિવિધ તરકીબ અજમાવાય છે. અમેરિકાના પ્રમુખ  જૉ બાઇડને ઇમિગ્રન્ટ્સને આવકારવાની બાબતે આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. બાઇડને કહ્યું છે કે ઝેનોફોેબિયા (ઠીર્હૅર્રમૈચ)ને કારણે ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશનો વિકાસ અટકી ગયો છે. બાઇડન કહે છે કે ઇમિગ્રન્ટસને આવકારો.  ભારત, ચીન, રશિયા, જાપાન ઝેનોફોબિક છે. આ દેશો  ઇમિગ્રન્ટ્સને આવકારતા નથી અને તેમને અટકાવવા વિવિધ કાયદા લાગુ પાડે છે. ચીનના આર્થિક તંત્રનો ફટકેા પડી રહ્યો છે અને જાપાનનું આર્થિક તંત્ર ડામાડોળ છે, કેમ કે આ દેશો ઇમિગ્રન્ટને આવકારતા નથી. વોશિંગ્ટન ખાતે એક ફંડ રેઇઝીંગ કાર્યક્રમમાં બાઇડને ઇમિગ્રન્ટનો મુદ્દો છંછેડયો હતો.

અમેરિકાની ચૂંટણીમાં ઇમિગ્રન્ટ્સનો મામલો બહુ સંવેદનશીલ બની ચૂક્યો છે. એક સર્વેમાં અમેરિકનોએ કહ્યું છે કે અમેરિકામાં સૌથી સળગતો મુદ્દો ઇમિગ્રન્ટ્સનો છે, અસર એવી ઊભી થઈ છે કે પ્રમુખ બાઇડન ઇમિગ્રન્ટ્સને આવકારવા લાલ જાજમ પાથરીને ઊભા છે.

ઘૂસણખોર અને ઇમિગ્રન્ટમાં બહુ મોટો ફર્ક છે. એક અમાન્ય છે તો બીજા માન્ય છે. કાનૂની માન્યતા સાથે  આવતા ઇમિગ્રન્ટ્સ દેશ માટે ઉપયોગી બને છે, કેમ કે તેમને ચોક્ક્સ ક્વોલિફિકેશન હેઠળ દેશમાં પ્રવેશ ્આપવામાં આવ્યો હોય છે.

બાઇડને ચૂંટણીની ગરમીમાં ઇમિગ્રન્ટ્સને આવકારવા બાબતે બાફી માર્યું એટલે તરત જ બીજા દિવસે વ્હાઇટ હાઉસ ડેમેજ કન્ટ્રોલ માટે મેદાનમાં આવી ગયું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીની જેન-પીયરેએ સ્પષ્ટતા કરી હતી કે બાઇડન ખરેખર તો એમ કહેવા માગતા હતા કે ભારત અને જાપાન કેવી રીતે ઇમિગ્રન્ટ્સને માન આપે છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે અમેરિકાએ ભારત અને જાપાન સાથે રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનાવ્યા છે. 

બાઇડને ખરેખર કહ્યું હતું કે અમેરિકાના બે પાર્ટનર ભારત અને જાપાન ઉપરાંત રશિયા અને ચીન ઝેનોફોબિક છે. આ દેશોે ઇમિગ્રન્ટ્સથી ડરી રહ્યા છે.

બાઇડન, અલબત્ત, કહે છે કે અમેરિકા ઇમિગ્રન્ટ્સથી છલછલતો દેશ છે, જેમના કારણે અમેરિકા મજબૂત બન્યો છે. પ્રમુખ બાઇડન ભલે ઇમિગ્રન્ટ્સની પ્રશંસા કરે, પણ હકીકત એ છે કે  અમેરિકામાં ઇમિગ્રન્ટસને ટાર્ગેટ બનાવીને કરાતા હુમલા વધતા જાય છે. બાઇડન ઇમિગ્રન્ટ્સને સતાવતી સમસ્યાઓ વિશે કશુંક બોલ્યા હોત તો વ્હાઇટ હાઉસે આગળ આવવું પડયું ન હોત. 

એક ફંડ રેઇઝીંગ કાર્યક્રમમાં બાઇડને કહ્યું હતું કે અમેરિકાના આર્થિક વિકાસમાં બહારના દેશોમાંથી અમેરિકા આવેલા લોકોનો મોટો ફાળો છે. ઇમિગ્રન્ટ્સની મહેનતને કારણે અમેેરિકાનો આર્થિક વિકાસ થયો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકા 'કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ' તરીકે ઓળખાય તે જરૂરી છે.

યુરોપમાં ઇમિગ્રન્ટ્સ હાય- તૌબા મચાવી રહ્યા છે. યુરોપના દેશોએ માનવતાના ધોરણે કેટલાક દેશોના લોકોને પ્રવેશ આપ્યો હતો, જે હવે માથાભારે બની ચૂક્યા છે અને સ્થાનિક લોકોને રંઝાડી રહ્યા છે.

સ્થાનિક અમેરિકનો કહે છે કે ઇમિગ્રન્ટ્સ અમારી નોકરીઓ છીનવી રહ્યા છે. ગઇ ૧થી ૨૦ ફેબુ્રઆરી વચ્ચે થયેલા એક સર્વે પરથી સ્પષ્ટ થયું છે કે,  સરહદેથી ગેરકાયદે પ્રવેશતા લોકો સામે કડક હાથે કામ લેવું જોઇએ તેવું આમ અમેરિકનો માને છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો ખાસ કરીને બરાક ઓબામાં જાહેરમાં કહેતા કે ઇમિગ્રન્ટ્સનાં સંતાનો સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં વઘુ મહેનતુ હોય છે એટલે તેમને તરત જોબ મળી જાય છે. ૨૦૧૮થી અમેરિકા ઇમિગ્રન્ટ્સની સમસ્યા ઔર વિકરાળ બની છે. 

બાઇડને આ મુદ્દો છંછેડીને ઇમિગ્રન્ટ્સની વોટ બેંકને રીઝવવાની કોશશ કરી છે. બાઇડનના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઇમિગ્રન્ટ વિરોધી રહ્યું છે.

Gujarat