For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુવાનોમાં કેમ વધી રહ્યો છે સવારે ઉઠતાંવેંત ઘી પીવાનો ટ્રેન્ડ? જાણો 5 ફાયદા

Updated: May 3rd, 2024

યુવાનોમાં કેમ વધી રહ્યો છે સવારે ઉઠતાંવેંત ઘી પીવાનો ટ્રેન્ડ? જાણો 5 ફાયદા

Image:freePik 

બાળકોથી લઇને વૃદ્વોને ભાવતુ ઘી શરીરની સાથે સાથે બીજી ઘણી બધી રીતે ફાયદાકારક છે. વાળથી લઈને શરીરના દરેક અંગોને ઘી ફાયદો પંહોચાડે છે. ઘરોમા આજે પણ વડીલો આપણને ઘી વાળી રોટલી અને લાડવા ખાવા માટે કહેતા રહે છે. આયુર્વેદ અનુસાર ઘીના ઘણા ફાયદા છે. ઘી ખાવાના એટલા ફાયદા છે કે, લોકો ઉઠંતાવેંત ઘી પી ને દિવસની શરુઆત કરવાનું પસંદ કરે છે.  

ઘી ખાવાના ફાયદા જાણીએ

રોગપ્રતિકારક શક્તિ વધારે 

ઘી બ્યુટીરિક એસિડથી ભરપૂર હોય છે જે શરીરને રોગ સામે લડતા ટી-સેલ્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. 

પાચનતંત્ર સુધારે 

ઘીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે પાચન માટે ફાયદાકારક હોય છે. તે પેટ અને પાચનને મજબૂત બનાવે છે. દરરોજ સવારે ખાલી પેટે એક ચમચી ઘીનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. ઘીનું સેવન પેટને સ્વસ્થ રાખવા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો દરેક ભોજન પહેલાં એક ચમચી ઘી ખાતા હતા. આનાથી પેટ સ્વસ્થ રહે છે અને અલ્સર અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

Article Content Image
વજનમાં ઘટાડો

ઘીનું સેવન વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ઘી ચયાપચયને ઝડપી બનાવે છે તેથી ઘી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ ઘીનું સેવન કરવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને આ રીતે આપણને વારંવાર ખોરાક ખાવાનું ટાળવામાં મદદ મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

ઘીનો ઉપયોગ તમારી ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે કારણ કે તેમાં રહેલા વિટામિન્સ ત્વચાને ચુસ્ત રાખે છે અને વૃદ્ધત્વથી બચાવે છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ સુંદરતા જાળવવા માટે થતો હતો. આને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ રહે છે અને તે ચમકદાર બને છે.

વાળને સ્વસ્થ રાખે છે

ઘીમાં વિટામિન E હોય છે જે વાળ અને માથાની ચામડી માટે ખૂબ જ સારું છે. તેમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, તેથી તે માથાની ચામડી પર શુષ્કતા અને ખંજવાળ જેવી સમસ્યાઓને પણ ઘટાડે છે.

હાડકાં મજબૂત બનાવે 

ઘી હાડકાંને મજબૂતી પણ આપે છે કારણ કે, ઘીમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. તે દાંતના સડોને રોકવામાં પણ મદદ કરે છે અને એથરોસ્ક્લેરોસિસને અટકાવે છે.

Gujarat