For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલાને ટેટૂઝ મોંઘા પડયાં કંપનીએ નોકરી ન આપી

Updated: Apr 26th, 2024

મહિલાને ટેટૂઝ મોંઘા પડયાં  કંપનીએ નોકરી ન આપી

- અમેરિકાના કેલિફોર્નિયાનો કિસ્સો

- ગરદન અને ચહેરા પર ટેટૂઝની સાથે વીંધાયેલા ચહેરાના કારણે વિરોધનો સામનો કરવો પડયો

કેલિફોર્નિયા : ટેટૂઝને આજકાલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માનવામાં આવે છે. પરંતુ, અમેરિકાથી સામે આવેલા એક મામલામાં મહિલાને તેના કારણે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. 

એક રિપોર્ટ મુજબ, એક મહિલાને ગરદન અને ચહેરા પર ટેટૂઝના કારણે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઈન ટીકે મેક્સે નોકરી આપવાનો ઈનકાર કર્યો હતો. મહિલાના શરીર પર અનેક ટેટૂઝ છે. તેમાં તેના કપાળ પર એક પેટર્ન છે. આ સાથે જ તેના હાથ પર અને ગરદન પર શિંગડાવાળી ખોપડીનું ટેટૂ કરવામાં આવ્યું છે. 

આ ૨૩ વર્ષીય મહિલાનો ચહેરો પણ વીંધાયેલો છે. મહિલાનું કહેવું છે કે, તેની પર ચઢેલા દેવાને ઉતારવા માટે તે પ્રયત્નશીલ છે. આ મહિલાએ ટિકટોક પર પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે, કંપનીને તેણે જ્યારે કેમ નોકરી ન આપી તેમ પૂછયું ત્યારે, ટેટૂઝ મુદ્દે વિરોધની વાત જાણવા મળી હતી.

Gujarat